ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (ECIL Recruitment 2021)એ તેની સંસ્થામાં ટેકનિકલ અધિકારીઓ (Technical Officers), સાઇન્ટિફીક આસિસ્ટન્ટ (Scientific Assistants) અને જુનિયર કારીગરો (Junior Artisans)ની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. રસ ધરાવતા ઉમેદવારો ECIL ની સત્તાવાર વેબસાઇટ https://www.ecil.co.in/ પર જઈને સંબંધિત પોસ્ટ માટે અરજી(Apply Online) કરી શકે છે.
જેમાં હૈદરાબાદ અને અમદાવાદ સહિતના શહેરોમાં આવેલી ટેક્નિકલ ઓફિસરની ખાલી જગ્યાઓ માટે અરજદારો ઑનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીક 26 નવેમ્બર છે
. જ્યારે અન્ય પોસ્ટ્સ માટે ઉમેદવારોને 2 અને 4 ડિસેમ્બરના રોજ નિર્ધારિત ઇન્ટરવ્યુ માટે હાજર થવા માટે નોટીફીકેશનમાં આદેશ કરવામાં આવ્યો છે. અહીં ઉમેદવારોએ નોંધ લેવી કે તેઓએ કોઈપણ પોસ્ટ માટે અરજી કરતા પહેલા સત્તાવાર નોટીફીકેશન તપાસી લેવી. આ નોકરી માટે 18,000 રૂપિયાથી લઈને 23,000 રૂપિયા સુધીનો પગાર મળશે
ECIL વેબસાઇટ પરની ઓફિશિયલ નોટીફિકેશ મુજબ, અરજદારોને ઝોનલ ઑફિસમાં નોંધણી (વૉક-ઇન તારીખે) અને દસ્તાવેજની ચકાસણી સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી જ મંજૂરી આપવામાં આવશે.
કઇ રીતે કરાશે પસંદગી?
નોટીફીકેશ મુજબ, ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી અને ટ્રેડ ટેસ્ટના આધારે દર્શાવેલ કોન્ટ્રાક્ટ બેઝ જુનિયર આર્ટીસ્ટન્ટ અને કોન્ટ્રાક્ટ બેઝ સાઇન્ટિફીક આસિસ્ટન્ટ-A માટે કરવામાં આવશે. ટેકનિકલ ઓફિસરની પોસ્ટ માટે પસંદગી પર્સનલ ઇન્ટરવ્યુમાં મેળવેલા ગુણના આધારે કરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવાર અહીં આપેલી સત્તાવાર નોટીફીકેશ પર પસંદગીની તારીખ અને સ્થળની વિગતો મેળવી શકે છે: https://www.ecil.co.in/jobs/ADVT_36_2021.pdf
નોટીફીકેશનમાં આપવામાં આવેલ જાણકારી અનુસાર નોકરી શરૂઆતમાં માત્ર એક વર્ષના સમયગાળા માટે છે. પરંતુ ઉમેદવારની કામગીરી અને ઝોનલ ઓફિસ અથવા વિવિધ પ્રોજેક્ટ્સની સાઇટ્સ પર કામ કરવા માટેની જરૂરીયાતના આધારે આ મુદ્દત 4 વર્ષ સુધી વધારવામાં આવી શકે છે.