Home /News /career /

Sarkari Naukri: ECILમાં એન્જિનિયરની ભરતી, રૂ.25,000 શરૂઆતના પગારથી 300 જગ્યા ભરાશે

Sarkari Naukri: ECILમાં એન્જિનિયરની ભરતી, રૂ.25,000 શરૂઆતના પગારથી 300 જગ્યા ભરાશે

ECIL Recruitment : ઈસીઆઈએલમાં ટેકનિકલ ઓફિસરની ભરતી, 300 જગ્યા માટે એન્જિનિયરોને નોકરી અપાશે.

ECIL Recruitment 2021 : ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (ECIL) કોન્ટ્રાક્ટના આધારે ટેકનિકલ ઓફિસર (Technical Officers)ના પદો માટે ભરતી (ECIL Recruitment Notification 2021) બહાર પાડી છે. જાણો શું છે આ નોકરી માટે અરજી કરવાની લાયકાત

વધુ જુઓ ...
    ECIL Recruitment Notification 2021 : નોકરી(Jobs)ની શોધ કરી રહેલા ઉમેદવારો માટે એક સારા સમાચાર છે. ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (ECIL) કોન્ટ્રાક્ટના આધારે ટેકનિકલ ઓફિસર (Technical Officers)ના પદો માટે ભરતી (ECIL Recruitment Notification 2021) બહાર પાડી છે. લાયક ઉમેદવારોએ 11 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર 2021 દરમિયાન વેબસાઇટ careers.ecil.co.in દ્વારા ઑનલાઇન અરજી(Apply Online) કરવાની રહેશે. ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સર્વિસીસ ડિવિઝન (EMSD), અન્ય વિભાગો અને સમગ્ર ભારતમાં સાઇટ્સ માટે લગભગ 300 જગ્યાઓ ઉપલબ્ધ છે.





    ટેક્નિકલ ઓફિસર માટે શૈક્ષણિક લાયકાત

    *ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ/ ઈલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ/ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ/ કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ/ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં કોઈપણ માન્ય સંસ્થા/ યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે ફર્સ્ટ ક્લાસ સાથે એન્જિનિયરિંગ ડિગ્રી.

    *ઉમેદવારો પાસે ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ હોવો જોઈએ. જેમાંથી 6 મહિનાનો ઇન્ડસ્ટ્રીયલ અનુભવ હોવો જોઈએ. FLC સહિત EVM, VVPAT ની સીલિંગ, વિતરણ, મતદાન, કમિશનિંગ, રિપેર અને જાળવણી અથવા ઉત્પાદનમાં ઇન્ડસ્ટ્રીયલ એક્સપોઝર, ઇલેક્ટ્રોનિક સાધનોની જાળવણીનો અનુભવને પણ પ્રાધાન્ય આપવામાં આવશે. 1 વર્ષની એપ્રેન્ટિસશીપ તાલીમને પણ અનુભવ તરીકે ગણવામાં આવશે.

    વય મર્યાદા

    ટેક્નિકલ ઓફિસર માટે અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદા 30 વર્ષ નક્કી કરવામાં આવી છે.

    આ પણ વાંચો :  BECIL Recruitment 2021: BECILમાં 80 પોસ્ટ માટે ભરતી, 43,900 રૂ. સુધી મળી રહ્યો છે પગાર

    પસંદગી પ્રક્રિયા

    પસંદગી BE/B Tech માં મેળવેલા ગુણના આધારે કરવામાં આવશે. આવશ્યક શૈક્ષણિક લાયકાતમાં મેળવેલ અને કામના અનુભવ માટે પણ માર્ક્સ ફાળવવામાં આવશે.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા300
    શૈક્ષણિક લાયકાતઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ/ ઈલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ/ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ/ કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ/ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં કોઈપણ માન્ય સંસ્થા/ યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે ફર્સ્ટ ક્લાસ સાથે એન્જિનિયરિંગ ડિગ્રી.
    પસંદગી પ્રક્રિયા

    પસંદગી BE/B Tech માં મેળવેલા ગુણના આધારે કરવામાં આવશે. આવશ્યક શૈક્ષણિક લાયકાતમાં મેળવેલ અને કામના અનુભવ માટે પણ માર્ક્સ ફાળવવામાં આવશે.

    અરજી કરવાની ફીનિશુલ્ક
    ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ21-12-2021
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટે અહીંયા ક્લિક કરો



    પગાર ધોરણ

    પસંદગી પામનાર ઉમેદવારોને રૂ. 25,000 પ્રથમ વર્ષ માટે, બીજા વર્ષ માટે રૂ. 28,000 અને કરારના ત્રીજાથી પાંચમાં વર્ષ માટે અનુક્રમે 31,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. જેમ કે, કહેવામાં આવ્યું છે આ ભરતી માટે કંપની કોન્ટ્રાક્ટના આધારે ભરતી કરી રહી છે.

    આ પણ વાંચો : BSF Recruitment 2021: BSFમાં બમ્પર ભરતી, 10 પાસ પણ કરી શકશે અરજી, 92,000 રૂ. સુધી મળશે પગાર

    આ રીતે કરો અરજી

    યોગ્ય લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો ઓફિશ્યલ વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે:  http://careers.ecil.co.in અને www.ecil.co.in આપને જણાવી દઇએ કે આ ભરતી માટે માત્ર ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે. અરજી કર્યા બાદ ઉમેદવારે એપ્લિકેશનની એક પ્રિન્ટ પોતાની પાસે રાખવી. જેથી જરૂર પડ્યે ભવિષ્યમાં રેફરન્સ તરીકે ઉપયોગમાં લઇ શકાય.

    મહત્વની તારીખો

    *અરજી કરવાની પ્રારંભિક તારીખ – 11 ડિસેમ્બર, 2021

    *અરજી કરવાની અંતિમ તારીખ – 21 ડિસેમ્બર, 2021
    Published by:Jay Mishra
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन