Home /News /career /Sarkari Naukri : DRDOમાં એપ્રેન્ટિસની ભરતી, 9,000 રૂપિયા સુધી મળશે સ્ટાઇપેન્ડ

Sarkari Naukri : DRDOમાં એપ્રેન્ટિસની ભરતી, 9,000 રૂપિયા સુધી મળશે સ્ટાઇપેન્ડ

DRDOમાં ભરતી: આજે જ કરો અરજી, અહી જાણો બધી માહિતી

Sarkari Naukri DRDO Apprentice Recruitment : : સેન્ટર ફોર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ રોબોટિક્સ (Centre for Artificial Intelligence and Robotics, DRDO)એ અપ્રેન્ટિસ પદો પર ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી રહી છે.

DRDO Apprentice Recruitment 2021: સેન્ટર ફોર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ રોબોટિક્સ (Centre for Artificial Intelligence and Robotics, DRDO)એ અપ્રેન્ટિસ પદો પર ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી રહી છે. ખાલી પડેલા કુલ 34 પદો પર અરજી મંગાવવામાં આવી રહી છે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો જે ઓનલાઈન અરજી કરવા માંગે છે, તેઓ ડીઆરડીઓની ઓફિશિયલ વેબસાઈટ drdo.gov.in પરથી ઓનલાઈન અરજી કરી શકે છે. આ ખાલી પડેલા પદો પર અરજી કરવાની અંતિમ તારીખ 10 ડિસેમ્બર, 2021 છે. જણાવી દઈએ કે અરજી કરવાની અંતિમ તારીખ વિતી ગયા પછી કોઈ પણ અરજી સ્વીકારવામાં આવશે નહીં.

નોટિફિકેશન 

જાહેર કરવામાં આવેલ નોટિફિકેશન અનુસાર ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસશિપ ટ્રેનીના 33 અને ટેક્નીશિયન ડિપ્લોમા અપ્રેન્ટિસશિપ ટ્રેનીના 1 પદ પર ભરતી કરવામાં આવશે. આ પદો પર અરજી કરવા માટે ઉમેદવારોની એજ્યુકેશનલ ક્વોલિફિકેશન સંબંધિત ઓફિશિયલ નોટિફિકેશન ચેક કરવા માટે તમે ઓફિશિયલ પોર્ટલ drdo.gov.in પર વિઝિટ કરી શકો છો.

આ પણ વાંચો :  Sarkari Naukri: Postમાં 10-12 પાસ માટે વધુ એક ભરતી, 81,100 રૂપિયા સુધી મળશે પગાર

અરજી કરતા પહેલા ઉમેદવારો ઓફિશિયલ નોટિફિકેશન અને ફોર્મને ધ્યાનથી વાંચી લેવા, જો ફોર્મમાં કોઈ ભૂલ હશે તો અરજી રિજેક્ટ કરવામાં આવશે. ફોર્મમાં ભૂલ ન હોય તે બાબતનું ખાસ ધ્યાન રાખવું.

DRDO Apprentice Recruitment 2021: આ રીતે થશે પસંદગી

અરજી કરનાર ઉમેદવારોની પસંદગી તેમની યોગ્યતા અને પરીક્ષામાં મેળવેલા ગુણોને આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. આ લિસ્ટને આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. પસંદગી પામેલા અને શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો અંગેની જાહેરાત DRDO વેબસાઈટ પર કરવામાં આવશે. ભરતી સાથે જોડાયેલી કોઈ પણ માહિતી માટે તમે ઓફિશિયલ વેબસાઈટ પર વિઝિટ કરી શકો છો.

ભરતીની ટૂંકી વિગતો
જગ્યા :34
શૈક્ષણિક લાયકાત :વિવિધ વિદ્યાશાખામાં બીઈ ડિપ્લોમાં .
પસંદગી પ્રક્રિયા : મેરિટના આધારે
અરજી કરવાની અંતિમ તારીખ10-12-2021
ઓનલાઇન જાહેરાત જોવા માટે :અહીંયા ક્લિક કરો
વધુ વિગતો મેળવવા માટે :અહીંયા ક્લિક કરો



આ સિવાય, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એર્ગોનાઈઝેશન (DRDO) ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ (Integrated Test Range, ITR Chandipur)એ ચાંદીપુર દ્વારા હાલમાં જ ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ, ટેક્નીશિયન અપ્રેન્ટિસ અને ટ્રેડ અપ્રેન્ટિસ પદો માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Sarkari Naukri : Bank of Barodaમાં ભરતી, 76,000 રૂપિયા સુધી મળશે પગાર, ફટાફટ કરો અરજી

આ ભરતી અધિનીયમ, 1961 અંતર્ગત આ અરજીઓ મંગાવવામાં આવી હતી. આ ભરતી અતર્ગત કુલ 111 પદો પર ભરતી કરવામાં આવી હતી. આ પદો પર અરજી કરવાની અંતિમ તારીખ 15 નવેમ્બર હતી. આ પદો પર અરજી કરવાની શરૂઆત 1 નવેમ્બરથી થઈ હતી.
First published:

Tags: DRDO, Jobs, Sarkari Naukri 2021