કેન્દ્રીય નોકરી (Government Job) શોધતા યુવાનો માટે ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ, જીએસટી પ્રિન્સિપાલ કમિશનરની ઓફિસ અને સેન્ટ્રલ એક્સાઇઝમાં (Department of Revenue, Chief Commissioner of GST & Central Excise Recruitment) સારી તક ઉભી થઇ છે. આ વિભાગોના ચેન્નઈ ઝોન દ્વારા ટેક્સ આસિસ્ટન્ટ, સ્ટેનોગ્રાફર ગ્રેડ 2, હવાલદાર અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS)ની પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરાઈ છે. આ જાહેરાત centralexcisechennai.gov.in થકી કરાઈ છે.
• સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ કરવામાં આવશે ભરતી
આ ભરતી સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ કરવામાં આવશે. લાયક ખેલાડીઓ 31 ડિસેમ્બર 2021 અથવા તે પહેલાં ઓફલાઇન મોડ દ્વારા અરજી મોકલી શકે છે. ઉમેદવારે ક્રિકેટ (પુરુષો), ફૂટબોલ (પુરુષો), હોકી (પુરુષો), કબડ્ડી, વોલીબોલ (પુરુષો) અને વી) એથ્લેટિક્સ- ટ્રેક એન્ડ ફિલ્ડ (મહિલાઓ)માં ભાગ લીધો હોવો જોઈએ.
ધ એડિશનલ કમિશનર-CCA, જીએસટી અને સેન્ટ્રલ એક્સાઇઝ, તમિલનાડુ અને પુડુચેરી ઝોન, જીએસટી ભવન, 26/1, નુનગમબક્કમ હાઈ રોડ, ચેન્નાઈ-34"
રમતગમતની લાયકાત:
આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં કન્ટ્રી અને રાષ્ટ્રીય સ્પર્ધામાં સ્ટેટ જ્યારે ઇન્ટર યુનિવર્સિટી સ્પોર્ટ્સ બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવેલી ઇન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટમાં યુનિવર્સિટી લેવલની લાયકાત.
ઓલ ઇન્ડિયા સ્કૂલ ગેમ્સ ફેડરેશન દ્વારા આયોજિત નેશનલ સ્પોર્ટ્સ / ગેમ્સ ફોર સ્કૂલમાં સ્ટેટ સ્કૂલની ટીમ અથવા નેશનલ ફિઝિકલ એફિશિયન્સી ડ્રાઇવ હેઠળ ફિઝિકલ એફિશિયન્સીમાં નેશનલ એવોર્ડ મેળવનાર લાયક છે.
એપ્લિકેશનના પ્રોફોર્મા અને અન્ય નિયમો અને શરતની વિગતવાર જાહેરાત વેબસાઇટ centralexcisechennai.gov.in ડાઉનલોડ કરી શકાય છે. યોગ્ય રીતે હસ્તાક્ષર કરવામાં આવેલી અરજીઓ "ધ એડિશનલ કમિશનર-CCA, જીએસટી અને સેન્ટ્રલ એક્સાઇઝ, તમિલનાડુ અને પુડુચેરી ઝોન, જીએસટી ભવન, 26/1, નુનગમબક્કમ હાઈ રોડ, ચેન્નાઈ-34" પર મોકલવાની રહેશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર