DRDO Jobs : ડીઆરડીઓમાં જેઆરએફ અને રિસર્ચ એસોસિએટની ભરતી, પગાર 54,000 સુધી

પ્રતિકાત્મક

DRDO Jobs : ડીઆરડીઓમાં જૂનિયર રિસર્ચ ફેલો અને રિસર્ચ એસોસિએટના પદો માટે અરજી ઈમેલ દ્વારા કરવાની છે.

  • Share this:
    નવી દિલ્હી : ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)ની આસામમાં આવેલી તેજપુર સ્થિતિ ડિફેન્સ રિસર્ટ લેબોરેટરીમાં ભરતી બહાર પડી છે. લેબોરેટરીમાં જૂનિયર રિસર્ચ ઑફિસર ફેલો અને રિસક્ચ એસોસિએટના પદ પર નોકરી બહાર પડી છે અને તેના માટે ડીઆરડીઓ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

    ડીઆરડીઓમાં કામ કરવા ઇચ્છુક યુવાનો 31 જુલાઇ સુધી આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. એપ્લિકેશન ઇમેઇલ દ્વારા સ્વીકારવામાં આવશે. નોટિફિકેશન મુજબ ઉમેદવારોએ પીડીએફ ફોર્મેટમાં શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાતોથી સંબંધિત પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત સ્કેન કરેલી નકલો સાથે તેમના સીવીને ઇ-મેઇલ કરવા પડશે. તેનું ઇમેઇલ સરનામું drlteztc@gmail.com છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે 31 જુલાઈ પછી મોકલેલી અરજીઓની વિચારણા કરવામાં આવશે નહીં.

    ખાલી જગ્યા વિગતો

    રિસર્ચ એસોસિએટ - 03
    જુનિયર રિસર્ચ ફેલો - 04

    વય મર્યાદા -

    રિસર્ચ એસોસિએટ - મહત્તમ વય 35 વર્ષ
    જુનિયર રિસર્ચ ફેલો - મહત્તમ વય 28 વર્ષ

    આ પણ વાંચો : ખુશખબરી : કેન્દ્ર સરકાર ઘરબેઠા 2 લાખ રૂપિયા કમાવવાની તક આપી રહી છે, 30 જુન પહેલાં કરવું પડશે આ કામ

    શૈક્ષણિક લાયકાત

    સંશોધન સહયોગી -પ્રાણીશાસ્ત્ર / એન્ટોમોલોજી / બાગાયતી / ફૂડ સાયન્સ અને ટેકનોલોજી / માઇક્રોબાયોલોજી / બાયોટેકનોલોજી / પર્યાવરણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન/ વિષયોમાં માન્ય યુનિવર્સિટીમાંથી પીએચડી.

    જુનિયર રિસર્ચ ફેલો -1 - ટેક્સટાઇલ એન્જિનિયરિંગમાં એમ.ઈ. / એમટેક અથવા અથવા એમ ફાર્મ સાથે બાયોટેકનોલોજીમાં એમ.એસ.સી. NET પાસ હોવું જરૂરી છે.

    જુનિયર રિસર્ચ ફેલો-2 બૉટની, માઇક્રોબાયોલૉજી, બાયોટેકનૉલૉજી, એનાવયરમેન્ટલ, લાઇફ સાયન્સમાં એમસએસસી સાથે નેટ પાસ આવશ્યક છે.

    આ પણ વાંચો : રાજ્યમાં 77 IASની બદલી : 16 જિલ્લા કલેક્ટર, મહાનગરોનાં મનપા કમિશનર, DDOની મોટી ફેરબદલ

    અન્ય આવશ્યક માહિતી

    - વય અને શૈક્ષણિક લાયકાતની ગણતરી 31 જુલાઈ 2021 થી કરવામાં આવશે. ઉચ્ચ વયમર્યાદામાં એસસી / એસટી માટે પાંચ વર્ષ અને ઓબીસી માટે ત્રણ વર્ષની છૂટ રહેશે.
    જેઆરએફનો કાર્યકાળ બે વર્ષનો રહેશે.
    - ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુ દ્વારા થશે. ઇન્ટરવ્યૂ ઓફલાઇન હશે. ઇન્ટરવ્યૂનું સ્થળ અને સમય ઇમેઇલ દ્વારા જાણ કરવામાં આવશે.
    Published by:Jay Mishra
    First published: