Deendayal Port Trust Recruitment 2021 : દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ (Deendayal Port Trust) કંડલા દ્વારા એપ્રેન્ટિસ ટ્રેઈનીના પદો માટે લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી રહી છે. અહીંથી સીધા કરો અરજી
Deendayal Port Trust Recruitment 2021: દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ (Deendayal Port Trust) કંડલા દ્વારા એપ્રેન્ટિસ ટ્રેઈનીના પદો માટે લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી રહી છે. કંડલા પોર્ટ ટ્રસ્ટ ભરતી 2021 નોટિફિકેશન (નં. ML/ PS/ 1503-A (21) અંતર્ગત વિવિધ ટ્રેડ, ડિપ્લોમા અને એન્જિનિયરિંગ શાખાઓ માટે કુલ 116 (Deendayal Port Trust Recruitment 2021 vacancy of Apprentice) ખાલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની નોકરી (Central Governemt Jobs) માટે અરજી કરવા માંગતા ઉમેદવારો આ પદો માટે અરજી કરી શકે છે. દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ ભરતીમાં ઉમેદવારોને ઓનલાઈન અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. અરજી કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર, 2021 છે.
કંડલા પોર્ટ ટ્રસ્ટ એપ્રેન્ટિસ માટે અરજી કરતા પહેલા ઉમેદવારોએ NATS Portal/ NAPS Portal પર પોતાના નામની નોંધણી કરવાની રહેશે. ઉમેદવારોની પસંદગી મેરિટ લિસ્ટના આધારે કરવામાં આવશે. કંડલા પોર્ટ ટ્રસ્ટમોં પ્રેન્ટિસ ટ્રેઈનીના પદ પર અરજી કરવા માટે @ www.deendayalport.gov.in પર વિઝિટ કરી શકાય છે. ડિપ્લોમા, આઈટીઆઈ, એન્જીનિયરિંગ વગેરેના ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. પાર્ટ ટાઈમ, ફુલ ટાઈમ, ડિસ્ટન્સ લર્નિંગ વગેરે રીતે પાસ ઉમેદવારો અરજી કરી શકશે નહીં. પસંદગી પ્રક્રિયા, મેરિટ લિસ્ટ, રિજલ્ટ વગેરે વિશેની માહિતી ઓફિશિયલ નોટિફિકેશનમાં અને વેબસાઈટ જોઈ શકાશે.
ઉમેદવારોએ ઓનલાઈન કરવાની રહેશે. deendayalport.gov.in પર અરજી કરી શકાશે.
Deendayal Port Trust Vacancy 2021- આ રીતે કરો અરજી
ઓફિશિયલ વેબસાઈટ deendayalport.gov.in પર જાઓ. ભરતી પર ક્લિક કરી ટ્રેડ, ડિપ્લોમા અને એન્જીનિયરિંગમાં એપ્રેન્ટિસ ટ્રેઈનીની ભરતી પર ક્લિક કરી અરજી કરો. નોટિફિકેશનમાં તમામ લાયકાતો જોઈ લો. ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરો. સબમીટ કરી એક કોપી લઈ લો.
વધુ વિગતો માટે કંડલા પોર્ટ ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઈટ વિઝિટ કરી શકો છો. તમે ઓફિશિયલ વેબસાઈટના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર