નવી દિલ્હી. કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)એ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ (Assistant Commandant) માટે ભરતી પ્રક્રિયા (CRPF Recruitments 2021) હાથ ધરી છે. તેના માટે બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન અનુસાર અરજી 30 જૂનથી શરૂ થશે અને છેલ્લી તારીખ 29 જુલાઈ છે. આસિસ્ટન્ટ કમાન્ડન્ટની વેકન્સી સિવિલ/એન્જિનિયરની છે. તેમાં કુલ 25 વેકન્સી છે. તેમાં 10 ટકા વેકન્સી એક સર્વિસમેન માટે અનામત છે. નોટિફિકેશન અનુસાર યોગ્ય ઉમેદવારોની પસંદગી ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ, ફિઝિકલ એફિસિયન્સી ટેસ્ટ, લેખિત પરીક્ષા, ડોક્યૂમેન્ટ્સ વેરીફિકેશન અને ડિટેલ મેડિકલ ટેસ્ટ તથા ઇન્ટરવ્યૂ બાદ થશે.