Home /News /career /

Sarkari Naukri : CISFમાં UPSC દ્વારા ભરતી, જાણો લાયકાત અને અહીંથી સીધા કરો અરજી

Sarkari Naukri : CISFમાં UPSC દ્વારા ભરતી, જાણો લાયકાત અને અહીંથી સીધા કરો અરજી

CISF Assistant commandant Recruitment 2021 : સીઆઈએસએફ દ્વારા આસિસ્ટન્ટ કમાન્ડન્ટની ભરતી

CISF Assistant commandant Recruitment 2021 : સીઆઈએસએફ દ્વારા આસિસ્ટન્ટ કમાન્ડન્ટની નોકરી, ફટાફટ કરો અરજી (CISF Recruitment Online application), સરકારી નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે ભરતી

    UPSC CISF Recruitment 2021 :  યૂનિયન પબ્લિક સર્વિસ કમિશન (Union Public Service Commission, UPSC) એ બુધવારના રોજ સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીલ સિક્યોરિટી ફોર્સ (CISF) માં ભરતી માટે નોટિફિકેશન બહાર પાડી છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવતા ઉમેદવાર 21 ડિસેમ્બર 2021 સુધીમાં અધિકૃત વેબસાઈટ upsc.gov.in પરથી અરજી કરી શકે છે.

    Union Public Service Commission તરફથી આસિસ્ટન્ટ કમાન્ડન્ટની પોસ્ટ માટે કુલ 19 જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જેમાં જનરલ કેટેગરીના ઉમેદવાર માટે 14, SC ના ઉમેદવાર માટે 3, ST ના ઉમેદવાર માટે 2 જગ્યા ખાલી છે. નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, SC અને ST ઉમેદવારોને આ ભરતી માટે નક્કી કરેલ રિઝર્વેશન આપવામાં આવશે.

    પસંદગી પ્રક્રિયા : 

    આ નોકરી માટેની પસંદગી પ્રક્રિયામાં શારીરિક કસોટીનો સમાવેશ થાય છે. પસંદગી પમાટે કસોટી પહેલાં શારીરિક કસોટી લેવાશે. જેમાં દોડ, કૂદનો સમાવેશ થાય છે. ઉમેદવારોએ બે પ્રકારની દોડમાં શામેલ થવું પડશે. આ ઉપરાંત શારીરિક માપદંડો પર ખરા ઉતરવાનું રહેશે. ઉમેદવારોએ આ અંગે જાહેરનામું વાંચવાનું રહેશે.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા 19
    લાયકાત ઉમેદવારોએ 1 જાન્યુઆરી 2022 સુધી ઓછામાં ઓછા 4 વર્ષ સુધી સબ રેન્કમાં સર્વિસ કરેલી હોવી જોઈએ.
    પસંદગી પ્રક્રિયા શારીરિક કસોટી અને લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂ દ્વારા
    અરજી કરવાની ફી 25 રૂપિયા
    અરજી કરવાની અંતિમ તારીખ 21-12-2021
    ભરતીની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટે  અહીંયા ક્લિક કરો



    કેવી રીતે અરજી કરવાની રહેશે

    - સૌથી પહેલા ઉમેદવારોએ UPSCની અધિકૃત વેબસાઈટ gov.in ની મુલાકાત લેવાની રહેશે.
    - વેબસાઈટ પર જઈને નોટિફિકેશન લિંક ‘CISF AC Recruitment Notification 2021’ પર ક્લિક કરો.
    - આ લિંક પર ક્લિક કર્યા બાદ ભરતી સંબંધિત પેજ ઓપન થશે.
    - ભરતી સંબંધિત પેજ ઓપન થયા બાદ UPSC પોર્ટલ પર રજિસ્ટર કરો અને ભરતી માટેનું ફોર્મ ભરો.
    - ફોર્મ ભરાઈ ગયા બાદ સબમિટ કરીને અરજી ફોર્મ ડાઉનલોડ કરી લો. આ ભરતી માટેના રેફરન્સ માટે અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢીને તમારી પાસે રાખો. નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, ભરતી માટેની તારીખ અને સ્થળ વિશેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

    આ પણ વાંચો : JEE Mains 2022: જેઈઈ મેન 2022 અંગે મહત્ત્વના સમાચાર, આ તારીખોથી શરૂ થઈ શકે છે રજિસ્ટ્રેશન પ્રક્રિયા

    ભરતી માટેની શૈક્ષણિક લાયકાત

    નોટિફિકેશન અનુસાર ઉમેદવારોએ 1 જાન્યુઆરી 2022 સુધી ઓછામાં ઓછા 4 વર્ષ સુધી સબ રેન્કમાં સર્વિસ કરેલી હોવી જોઈએ. જેમાં ઈન્સ્પેક્ટર (GD)માં તાલીમનો સમયગાળો પણ શામેલ કરવામાં આવ્યો છે. ઉમેદવારનો સર્વિસ રેકોર્ડ ક્લિઅર હોવો જરૂરી છે.

    આ પણ વાંચો : Sarkari Naukri: સરકારી નોકરીમાં બમ્પર ભરતી, 7000થી વધુ જગ્યાઓ પર થશે નિમણૂંક, આવી રીતે કરો અરજી

    અરજી કરનાર ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધુ હોવી ન જોઈએ. જે ઉમેદવારનો જન્મ 2 ઓગસ્ટ 1987 બાદ થયો હોય તે ઉમેદવાર આ પોસ્ટ માટે અરજી કરી શકશે. SC, STના ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે.
    First published:

    Tags: CISF, Sarkari Naukri, UPSC

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन