Home /News /career /

Sarkari Naukri : CGPSC દ્વારા 386 જગ્યાઓ પર ભરતી, રૂ. 2 લાખથી વધુ પગાર મળશે

Sarkari Naukri : CGPSC દ્વારા 386 જગ્યાઓ પર ભરતી, રૂ. 2 લાખથી વધુ પગાર મળશે

CGPSC Senior Residents Recruitment 2021 : છત્તીસગઢ પબ્લિક સર્વિસ કમિશન દ્વારા સરકારી નોકરી

CGPSC Recruitment 2021 : છત્તીસગઢ જાહેર સેવા આયોગે (Chhattisgarh Public Service Commission Recruitment 2021) સિનિયર રેસિડેન્ટ પદ (Senior Resident posts) માટે બમ્પર ભરતીની જાહેરાત કરી છે. જાણો નોકરીની શૈક્ષણિક લાયકાત અને અરજી કરવાની તારીખ

વધુ જુઓ ...
    છત્તીસગઢ જાહેર સેવા આયોગે (Chhattisgarh Public Service Commission Recruitment 2021) સિનિયર રેસિડેન્ટ પદ (Senior Resident posts) માટે બમ્પર ભરતીની જાહેરાત કરી છે. આ પોસ્ટ નિમણૂંક કરવા ઓનલાઇન અરજી (Online application)ઓ મંગાવી છે. આ પદ પર અરજી પ્રક્રિયા 16 ડિસેમ્બરથી શરૂ થશે અને 14 જાન્યુઆરી, 2022 સુધી ચાલુ રહેશે.

    જાહેરનામા મુજબ છત્તીસગઢ પબ્લિક સર્વિસ કમિશન 386 સિનિયર રેસિડેન્ટની ભરતી કરશે. આ ભરતી સિનિયર રેસિડેન્ટ મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં થશે. સિનિયર રેસિડેન્ટની જગ્યાઓ પર ભરતી બાદ ઉમેદવારોને લેવલ-13ના પગાર હેઠળ દર મહિને 67,300 - 2,13,100 રૂપિયાનું પગાર ધોરણ મળશે. આ માટે છત્તીસગઢ જાહેર સેવા આયોગની વેબસાઈટ http://www.psc.cg.gov.in/ પર જઈને અરજી કરવાની રહેશે.

    કમિશનની જાહેરાત મુજબ અરજી ફોર્મમાં એરર કરેક્શન 15 જાન્યુઆરી, 2022થી 19 જાન્યુઆરી, 2022 સુધી કરી શકાય છે. ઉમેદવારો એકવાર તેમના અરજી ફોર્મમાં ભૂલ સુધારી શકશે. અરજી ફોર્મમાં ભૂલ સુધારણા મફતમાં કરી શકાય છે. જોકે, 20 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધી ફી ચૂકવીને પણ કરી શકાય છે. આ માટે ઉમેદવારોએ 100 રૂપિયાની ફી ચૂકવવી પડશે.

    આ પણ વાંચો : PSI-LRD ભરતીના મેદાનની યાદી, ગોંડલમાં રહેવાની વ્યવસ્થા થઈ, અન્ય સ્થળો માટે સંસ્થાઓને અપીલ

    સિનિયર રેસિડેન્ટ રિક્રૂટમેન્ટ માટે લાયકાત

    છત્તીસગઢ પબ્લિક સર્વિસ કમિશનના જણાવ્યા અનુસાર સિનિયર રેસિડેન્ટના પદ માટેઉમેદવારો પાસે એમડી / એમએસ / ડીએનબી / ડિપ્લોમાનું સર્ટિફિકેટ અથવા ડિગ્રી હોવી જોઈએ. તેમજ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અથવા મેડિકલ કાઉન્સિલ ઓફ સ્ટેટમાં ઉમેદવારની નોંધણી પણ જરૂરી છે. પસંદ કરાયેલા ઉમેદવારોની નિમણૂંક ત્રણ વર્ષના પ્રોબેશન પર કરવામાં આવશે.































    જગ્યા 386
    લાયકાત એમડી / એમએસ / ડીએનબી / ડિપ્લોમાનું સર્ટિફિકેટ અથવા ડિગ્રી
    પસંદગી પ્રક્રિયા પરીક્ષા અને ઈન્ટરવ્યૂ દ્વારા
    અરજી ફી 300 રૂપિયા અને 400 રૂ
    અરજી કરવાની અતિંમ તારીખ 14-1-2022
    ભરતીની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટે અહીંયા ક્લિક કરો



    સિનિયર રેસિડેન્ટ રિક્રૂટમેન્ટ માટે વય મર્યાદા

    સિનિયર રેસિડેન્ટના પદ માટેના ઉમેદવારો 1 જાન્યુઆરી, 2021ના રોજ 25 વર્ષથી નીચે અને 35 વર્ષથી વધુ ન હોવા જોઈએ. જોકે, છત્તીસગઢ રાજ્યના સ્થાનિક રહેવાસીઓને ઉપરની વય મર્યાદામાં 5 વર્ષ સુધીની છૂટછાટ મળશે. અનામતનો લાભ છત્તીસગઢ રાજ્યના સ્થાનિક રહેવાસીઓને જ મળશે.

    આ પણ વાંચો :  PSI-LRD ભરતીના કોલલેટર અપલોડ થયા, OJAS પરથી આવી રીતે કરી શકાશે ડાઉનલોડ

    સિનિયર રેસિડેન્ટ રિક્રૂટમેન્ટ માટે અરજી ફી

    જનરલ કેટેગરી અને અન્ય રાજ્યોએ સિનિયર રેસિડેન્ટની પોસ્ટ માટે અરજી ફી તરીકે 400 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે છત્તીસગઢ, એસસી, એસટી અને ઓબીસીના સ્થાનિક રહેવાસીઓ માટે અરજી ફી 300 રૂપિયા છે
    Published by:Jay Mishra
    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन