Sarkari Naukri 2021: સેન્ટ્રલ યુનિવર્સિટીની વેબસાઇટ પરથી ઓનલાઇન એપ્લાય કરી શકાશે. ટીચીંગ સ્ટાફી 68 અને નોન-ટીચીંગ સ્ટાફી 46 જગ્યા માટે આવેદન કરવા માટે આજે સાંજે 5.00 વાગ્યા સુધી કરી શકાશે અરજી
Sarkari Naukri 2021: ઉચ્ચ શૈક્ષણિક સંસ્થામાં સરકારી નોકરીનું (Jobs in Higher Teaching Institutes) સપનું જોનારા યુવાનો માટે મોટી તક છે. કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં (Jobs in Central Universities) અને અન્ય ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓએ આસિસ્ટન્ટ પ્રોફેસર અને નોન-ટીચિંગ સ્ટાફની (Sarkari Naukri of Teaching and Non Teaching Staff in Universities) ભરતી બહાર પડી છે. આ નોકરીની ભરતીમાં સેન્ટ્ર યુનિવર્સિટી ગાંધીનગરમાં (Teaching-Non teaching Jobs in Central University Gandhinagar) પણ 114 જગ્યા પર ભરતી બહાર પડી છે. આ તમામ જગ્યાઓ પર ભરતી કરવા માટે ઓનલાઇન જાહેરાત અને અજીઓ મંગાવવામાં આવી છે. ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ આજે 29મી ઑક્ટોબર છે. આજે સાંજે 5.30 વાગ્યા સુધીમાં અહીંયા ઓનલાઇન અરજી કરી શકાશે.
ટીચીંગ સ્ટાફની ભરતી
ટીચીંગ સ્ટાફમાં પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી કરવામાં આવશે. આ પૈકીની પ્રોફેસરની કુલ 14, એસોસિએટ પ્રોફેસરની 29 અને આસિસ્ટન્ટ પ્રોફેસરની 21 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
નોન ટીચીંગ સ્ટાફ માટે ભરતી
નોન ટીચીંગ સ્ટાફની જગ્યા
આ ભરતીમાં નોન ટીચીંગ સ્ટાફમાં ફાઇનાન્સ ઓફિસરની 1, કંટ્રોલર ઓફ એક્ઝામિનેશનની 1, લાઇબ્રેરિયન, 1, ડે.લાઇબ્રેરિયનની 1, આસિસ્ટન્ટ રજિસ્ટ્રારની 2, આસિસ્ટન્ટ લાઇબ્રેરિયનની 1, સેકસન ઓફિસર 1, હિંદી ઓફિસરની 1, આસિસ્ટન્ટની 4, પ્રાઇવેટ સેક્રેટરીની 4, પર્સનલ આસિસ્ટન્ટની 3, પ્રોફેશનલ આસિસ્ટન્ટ (લાઇબ્રેરી)ની 1, હિંદી ટ્રાન્સલેટરની 1, સિક્યોરિટી ઇન્સપેક્ટરની 1, અપર ડિવિઝન ક્લાર્કની 5, લોવર ડિવિઝન ક્લાર્કની 17 અને હિંદી ટાઇપીસ્ટની 1 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે.
114 જગ્યાઓ માટે જુદી જુદી પોસ્ટ માટે જુદી જુદી શૈક્ષણિક લાયકાત છે. આ તમામ જગ્યાઓને અનુરૂપ શૈક્ષણિ અને બિન શૈક્ષણિક સ્ટાફ માટેની લાયકાતની ચકાસણી કરી અને અરજી કરવાની રહેશે. પગાર સરકારના નિયમો મુજબ જુદી જુદી પોસ્ટ માટે જાહેરાતમાં દર્શાવવામાં આવ્યા છે.
આ નોકરીઓ માટે ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે.ઓનલાઇન એપ્લિકેશન સાથે જનરલ કેટેગરીના ઉમદેવારો માટે 1,000 રૂપિયા ફીસ રાખવામા આવી છે જ્યારે ઓબીસી અને ઇડબલ્યૂએસ કેટેગરીના ઉમેદવારો માટે 5,00 રૂપિયા ફી રાખવામાં આવી છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર