Sarkari Naukri : ધો.10-12 પાસ માટે , 27,000 રૂપિયા સુધીના પગારની નોકરી, અરજી કરવાની છેલ્લી તક

ધો.10+12 પાસ માટે સરકારી નોકરીની તક

Central Silk Board Recruitment 2021 : અહીંયાથી જાણો શૈક્ષણિક લાયકાત, ભરતીની જાહેરાત અને અરજી કરવાની તમામ માહિતી, આજે જ કરો અરજી

  • Share this:
    સેન્ટ્રલ સિલ્ક બોર્ડ(CSB) બેંગલોરે કોન્ટ્રાક્ટ આધારિત 60 ટ્રેનર અને ટ્રેનિંગ આસિસ્ટન્ટ પોસ્ટ(Jobs for Trainer & Training Assistant Post) માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ પદો પર નોકરી કરવા ઇચ્છુક ઉમેદવારો 17 નવેમ્બર, 2021 પહેલા આ પદો માટે અરજી કરી શકે છે. આપને જણાવી દઇએ કે સેન્ટ્રલ સિલ્ક બોર્ડ ભરતી 2021 નોટિફિકેશન(CSB Job Notification 2021) માટે પસંદગી નવેમ્બર 2021 ના ​​છેલ્લા સપ્તાહમાં વારાણસી(Varanasi) ખાતે આયોજિત ઇન્ટરવ્યુ(Interview)માં ઉમેદવારોના પ્રદર્શનના આધારે કરવામાં આવશે.  આજે આ નોકરી માટે ઉમેદવારી કરવાનો અંતિમ દિવસ છે. ઉમેદવારો આજે ઓનલાઇન અરજી કરી શકશે.

    શૈક્ષણિક લાયકાત :  સેન્ટ્રલ સિલ્ક બોર્ડની ભરતી 2021 નોટિફિકેશન માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ ધ્યાનમાં રાખવું કે તેમણે નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ વધારાની લાયકાત સાથે 10 પાસ/12 પાસ/આઈટીઆઈ સહિતની અમુક શૈક્ષણિક લાયકાત પૂર્ણ કરેલી હોવી જોઈએ.

    ટ્રેનર – NSQF લેવલ 1 અને લેવલ 2 કોર્સ

    ધો-10 પાસ અને 8 વર્ષનો અનુભવ અથવા
    ધો-12 પાસ અને 7 વર્ષનો અનુભવ અથવા
    આઇટીઆઇ અને 5 વર્ષનો અનુભવ અથવા
    ડિપ્લોમાં ઇન એન્જીનિયરીંગ / સાયન્સમાં ગ્રેજ્યુએશન અને 3 વર્ષો અનુભવ અથવા એન્જીનિયરીંગમાં ગ્રેજ્યુએટ અને 1 વર્ષનો અનુભવ

    આ પણ વાંચો : BPCL Recruitment 2021: ITI અને ડિપ્લોમાં પાસ માટે સરકારી નોકરી, 23,000 રૂ. સુધી મળશે શરૂઆતનો પગાર

    NSQF લેવલ 3 અને લેવલ 4

    આઇટીઆઇ અને 10 વર્ષનો અનુભવ અથવા
    ડિપ્લોમાં ઇન એન્જીનિયરીંગ / સાયન્સમાં ગ્રેજ્યુએશન અને 5 વર્ષનો અનુભવ અથવા
    એન્જીનિયરીંગમાં ગ્રેજ્યુએટ અને 2 વર્ષનો અનુભવ



























    જગ્યા : 60
    શૈક્ષણિક લાયકાત : ધો10 12 પાસ ITI સાથે
    પસંદગી પ્રક્રિયા : વોક ઈન ઈન્ટરવ્યૂના આધારે
    આવેદન કરવાની અંતિમ તારીખ : 17-11-2021
    ભરતીની જાહેરાત જોવા માટે : અહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટે :  training.csb@nic.in  અથવા rond.csb@nic.in. પર ઈમેલ કરો



    ટ્રેનિંગ આસિસ્ટન્ટ

    ધો-10 પાસ અને 5 વર્ષનો અનુભવ અથવા
    ધો-12 પાસ અને 3 વર્ષનો અનુભવ અથવા
    આઇટીઆઇ અન 1 વર્ષનો અનુભવ

    કેટલા પદો પર છે ભરતી?

    ટ્રેનર – 30 જગ્યાઓ

    ટ્રેનિંગ આસિસ્ટન્ટ – 30 જગ્યાઓ

    કુલ – 60 જગ્યાઓ

    આ પદો પર અરજી 8 નવેમ્બર, 2021થી લેવાનું શરૂ થઇ ચૂક્યુ છે. અને તેના માટે છેલ્લી તારીખ 17 નવેમ્બર, 2021 છે. ઇચ્છુક ઉમેદવારો વધુ જાણકારી માટે ઓફિશ્યલ વેબસાઇટ(@csb.gov.in) પર જઇને નોટીફિકેશન તપાસી શકે છે.

    આ પણ વાંચો : BSF Recruitment 2021: BSFમાં બમ્પર ભરતી, 10 પાસ પણ કરી શકશે અરજી, 92,000 રૂ. સુધી મળશે પગાર

    કઇ રીતે કરશો અરજી?

    આ પદો માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો ઓફિશ્યલ વેબસાઇટ @csb.gov.in પર જઇને નોટીફિકેશન તપાસી શકે છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો તેમની ભરેલા અરજી ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો ઈમેલ training.csb@nic.in / rond.csb@nic.in દ્વારા 17 નવેમ્બર, 2021ના સાંજે 6 વાગ્યા પહેલા મોકલી શકે છે. ત્યાર બાદ કરવામાં આવેલ અરજી સ્વીકારવામાં આવશે.
    Published by:Jay Mishra
    First published: