Home /News /career /Sarkari Naukri: સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયામાં 115 જગ્યા માટે ભરતી, 89,890 રૂ. સુધી મળશે પગાર

Sarkari Naukri: સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયામાં 115 જગ્યા માટે ભરતી, 89,890 રૂ. સુધી મળશે પગાર

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાાં ભરતી, અરજી કરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી

central Bank of India Recruitment : બેરોજગારોને સરકારી નોકરી મેળવવા માટે વધુ એક અવસર આવ્યો છે. બેન્ક ઓફ બરોડા બાદ સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાએ (Central Bank Of India) ઈન્કમટેક્સ ઓફિસર સહિત અનેક પોસ્ટ કુલ 115 ખાલી જગ્યા માટે ભરતી બહાર પાડી છે.

વધુ જુઓ ...
central Bank of India Recruitment2021 :  બેરોજગારોને સરકારી નોકરી મેળવવા માટે વધુ એક અવસર આવ્યો છે. બેન્ક ઓફ બરોડા બાદ સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાએ (Central Bank Of India) ઈન્કમટેક્સ ઓફિસર સહિત અનેક પોસ્ટ કુલ 115 ખાલી જગ્યા માટે ભરતી બહાર પાડી છે. જેના માટે ઇચ્છુક ઉમેદવારો અધિકૃત વેબસાઈટ centralbank.net.in પર ભરતી અંગેની તમામ જાણકારી મેળવી શકે છે.

આ જગ્યા માટે છે ભરતી : આ ભરતીમાં ઈકોનોમિસ્ટ, ઈન્કમટેક્સ ઓફિસર, ડેટા સાયન્ટિસ્ટ, ડેટા એન્જિનિયર, રિસ્ક મેનેજર, ફાઈનાન્શિયલ એનેલિસ્ટ, લૉ ઓફિસર, IT સિક્યોરિટી એનેલિસ્ટ, ટેકનિકલ ઓફિસર ક્રેડિટ તથા અન્ય પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા :

અન્ય ભરતી પ્રક્રિયાની જેમ આ ભરતી માટે પણ ઉમેદવારો પોસ્ટ અનુસાર શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા ધરાવતા હોવા જોઈએ. જેમાં ઈન્કમટેક્સ ઓફિસરની પોસ્ટ માટે 30 સપ્ટેમ્બર 2021 સુધીમાં ઉમેદવાર ઓછામાં ઓછી 35 વર્ષ અને વધુમાં 45 વર્ષની ઉંમર ધરાવતા હોવા જોઈએ.

આ પણ વાંચો :  Sarkari Naukri: Postમાં 10-12 પાસ માટે વધુ એક ભરતી, 81,100 રૂપિયા સુધી મળશે પગાર

તો ડેટા સાયન્ટિસ્ટની પોસ્ટ માટે ઉમેદવારની 30 સપ્ટેમ્બર, 2021 સુધીમાં ઓછામાં ઓછી 28 વર્ષ અને વધુમાં 35 વર્ષની ઉંમર ધરાવતા હોવા જોઈએ. ઉમેદવારોએ અધિકૃત વેબસાઈટ પરથી શૈક્ષણિક લાયકાતની જાણકારી મેળવવાની રહેશે. શૈક્ષણિક લાયકાત ઉપરાંત ઉમેદવાર પાસે પોસ્ટ સંબંધિત અનુભવ હોવો પણ જરૂરી છે.

સેન્ટ્રલ બેન્ક ભરતી અંગેની મહત્વની તારીખો
જગ્યા :115
શૈક્ષણિક લાયકાત :અલગ અલગ
પસંદગી પ્રક્રિયા : પરીક્ષા અને ઈન્ટરવ્યૂ દ્વારા
અરજી ફોર્મ ભરવાની  શરૂઆત થવાની  તારીખ23 નવેમ્બર 2021
અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ17 ડિસેમ્બર 2021
અરજી ફી175/850 રૂ. કેટેગરી મુજબ
ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
ઓનલાઇ અરજી કરવા માટેઅહીંયા ક્લિકકરો



કમ્યુટર નોલેજ અને અન્ય યોગ્યતા

એટલું જ નહીં તમામ પોસ્ટ માટે ઉમેદવાર પાસે કમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવતા ઉમેદવારોએ અધિકૃત વેબસાઈટ centralbank.net.in પરથી અરજી ફોર્મ ભરવાનું રહેશે. ઉમેદવારોએ અરજી ફોર્મ માટેની રૂ. 850 ફી ભરવાની રહેશે.

પસંદગી પ્રક્રિયા

તમામ પોસ્ટ માટે પહેલા લેખિત પરીક્ષા લેવામાં આવશે, ત્યારબાદ ઈન્ટરવ્યૂ લેવામાં આવશે. લેખિત પરીક્ષણો સમયગાળો 60 મિનિટ હશે, જેમાં 100 માર્ક્સના પેપરમાં 100 પ્રશ્નો પૂછવામાં આવશે.

આ પણ વાંચો : Sarkari Naukri : Bank of Barodaમાં ભરતી, 76,000 રૂપિયા સુધી મળશે પગાર, ફટાફટ કરો અરજી

આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ પણ રાખવામાં આવ્યું છે. એક ખોટા જવાબ માટે ઉમેદવાર 0.25 માર્ક્સ ગુમાવશે. પરીક્ષામાં કરન્ટ બેન્કિંગ આધારિત પ્રશ્નો તથા જે પોસ્ટ માટે અરજી કરવામાં આવી હશે, તે સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવશે.
First published: