BSF Recruitment 2022 છ જે ભારતીય યુવાનો દેશની સેવા કરવા માટે તત્પર છે, તે લોકો માટે અહીં ઉજ્જવળ તક છે. સીમા સુરક્ષા દળ (Border Security Force, BSF) એ કોન્સ્ટેબલ ( BSF Constable Tradesman)ની ભરતી (BSF recruitment 2022 Notification ) બહાર પાડી છે. BSFએ કુલ 2,788 પદ પર ભરતી કરવા માટે જાહેરાત બહાર પાડી છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવાર BSFની અધિકૃત વેબસાઈટ rectt.bsf.gov.in પરથી અરજી કરી શકે છે. રિપોર્ટ્સ અનુસાર અને પુરુષ અને મહિલાઓ બંને આ પદ માટે અરજી કરી શકે છે. આ ભરતી માટે અરજી ફોર્મ (BSF Constable Tradesman Online Application) 15 જાન્યુઆરી 2022થી 28 ફેબ્રુઆરી 2022 સુધી ભરી શકાશે.
શૈક્ષણિક લાયકાત (Educational Qualification)
ઉમેદવારોએ 10 પાસ કરેલું હોવું જોઈએ અને 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
ઉમેદવારે ITIનો 1 વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ અને 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ અથવા જે તે ટ્રેડમાં ITIમાં 2 વર્ષ ડિપ્લોમા કરેલું હોય તે ઉમેદવાર પણ આ ભરતી માટે અરજી કરી શકે છે.
ઉમેદવારે ITIનો 1 વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ અને 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ અથવા જે તે ટ્રેડમાં ITIમાં 2 વર્ષ ડિપ્લોમા કરેલું હોય તે ઉમેદવાર પણ આ ભરતી માટે અરજી કરી શકે છે.
આ પદ માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18થી 23 વર્ષ સુધીની હોવી જોઈએ. ઉમેદવારની પસંદગી PST, PET, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ટ્રેડ ટેસ્ટ, લેખિત પરીક્ષા અને મેડિકલ એક્ઝામિનેશનના માધ્યમથી કરવામાં આવશે. અરજી કરતા પહેલા ઉમેદવારોએ સૂચના યોગ્ય રીતે વાંચી લેવી.
સીમા સુરક્ષા બળના માધ્યમથી BSF ટ્રેડમેન મહિલા અને પુરુષની ભરતી 2022 અંતર્ગત જે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. તે ઉમેદવારને સાતમા પગારપંચ અનુસાર વેતન આપવામાં આવશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર