Home /News /career /

BSF Recruitment 2022 : BSFમાં ધો.10 પાસ માટે બમ્પર ભરતી, સાતમા પગાર પંચ મુજબ મળશે વેતન

BSF Recruitment 2022 : BSFમાં ધો.10 પાસ માટે બમ્પર ભરતી, સાતમા પગાર પંચ મુજબ મળશે વેતન

BSF Recruitment 2022 : બીએસએફમાં ભરતી, અહીંથી સીધા કરો અરજી, ટ્રેડ્સમેનની 2700થી વધુ જગ્યા ભરાશે

BSF Recruitment : સીમા સુરક્ષા દળ (Border Security Force, BSF) એ કોન્સ્ટેબલ ( BSF Constable Tradesman)ની ભરતી (BSF recruitment 2022 Notification ) બહાર પાડી છે, ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવાર BSFની અધિકૃત વેબસાઈટ rectt.bsf.gov.in પરથી અરજી કરી શકે છે.

વધુ જુઓ ...
    BSF Recruitment 2022  જે ભારતીય યુવાનો દેશની સેવા કરવા માટે તત્પર છે, તે લોકો માટે અહીં ઉજ્જવળ તક છે. સીમા સુરક્ષા દળ (Border Security Force, BSF) એ કોન્સ્ટેબલ ( BSF Constable Tradesman)ની ભરતી (BSF recruitment 2022 Notification ) બહાર પાડી છે. BSFએ કુલ 2,788 પદ પર ભરતી કરવા માટે જાહેરાત બહાર પાડી છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવાર BSFની અધિકૃત વેબસાઈટ rectt.bsf.gov.in પરથી અરજી કરી શકે છે. રિપોર્ટ્સ અનુસાર અને પુરુષ અને મહિલાઓ બંને આ પદ માટે અરજી કરી શકે છે. આ ભરતી માટે અરજી ફોર્મ (BSF Constable Tradesman Online Application) 15 જાન્યુઆરી 2022થી 28 ફેબ્રુઆરી 2022 સુધી ભરી શકાશે. આમ આજથી આ ભરતી માટે ઓનલાઇન અરજી શરૂ થવાની શક્યતા છે પરંતુ હજુ સુધી બીએસએફની સાઇટ પર આ નોટિફિકેશન અપલોડ થયું નથી.

    BSF Recruitment 2022   શૈક્ષણિક લાયકાત (Educational Qualification)

    ઉમેદવારોએ 10 પાસ કરેલું હોવું જોઈએ અને 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
    ઉમેદવારે ITIનો 1 વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ અને 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ અથવા જે તે ટ્રેડમાં ITIમાં 2 વર્ષ ડિપ્લોમા કરેલું હોય તે ઉમેદવાર પણ આ ભરતી માટે અરજી કરી શકે છે.

    BSF Recruitment 2022   શારીરિક લાયકાત:

    ઉંચાઈ: પુરુષ- 167.5 સેમી અને મહિલા- 157 સેમી

    છાતી (પુરુષ માટે)- 78-83 સેમી

    BSF Recruitment 2022   SC, ST આદિવાસી

    ઉંચાઈ: પુરુષ- 162.5 સેમી અને મહિલા- 155 સેમી

    છાતી (પુરુષ માટે) - 76-81 સેમી

    BSF Recruitment 2022   પહાડી ક્ષેત્રના ઉમેદવાર

    ઉંચાઈ: પુરુષ- 165 સેમી અને મહિલા- 150 સેમી

    છાતી (પુરુષ માટે)- 78-83 સેમી

    આ પણ વાંચો - Army Public School: આર્મી પબ્લિક સ્કુલમાં 8000 શિક્ષકોની ભરતી, આ રીતે કરો અરજી

    BSF Recruitment 2022   નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા2788
    શૈક્ષણિક લાયકાત

    ઉમેદવારોએ 10 પાસ કરેલું હોવું જોઈએ અને 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

    ઉમેદવારે ITIનો 1 વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ અને 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ અથવા જે તે ટ્રેડમાં ITIમાં 2 વર્ષ ડિપ્લોમા કરેલું હોય તે ઉમેદવાર પણ આ ભરતી માટે અરજી કરી શકે છે.
    પસંદગી પ્રક્રિયાશારિરીક કસોટી દ્વારા અને ટ્રેડ ટેસ્ટ દ્વારા
    અરજી શરૂ થવાની તારીખ15-1-2022
    અરજી કરવાની અંતિમ તારીખ28-2-2022
    અરજી કરવાનું માધ્યમઓનલાઇન
    ભરતી માટે ક્યાંથી અરજી કરશો15મી જાન્યુઆરીથી અહીંયા ક્લિક કરો



    BSF Recruitment 2022   પસંદગી પ્રક્રિયા

    આ પદ માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18થી 23 વર્ષ સુધીની હોવી જોઈએ. ઉમેદવારની પસંદગી PST, PET, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ટ્રેડ ટેસ્ટ, લેખિત પરીક્ષા અને મેડિકલ એક્ઝામિનેશનના માધ્યમથી કરવામાં આવશે. અરજી કરતા પહેલા ઉમેદવારોએ સૂચના યોગ્ય રીતે વાંચી લેવી.

    BSF Recruitment 2022   પગાર ધોરણ (Salary)

    સીમા સુરક્ષા બળના માધ્યમથી BSF ટ્રેડમેન મહિલા અને પુરુષની ભરતી 2022 અંતર્ગત જે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. તે ઉમેદવારને સાતમા પગારપંચ અનુસાર વેતન આપવામાં આવશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: BSF, Jobs and Career, કેરિયર, નોકરી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन