BSF Recruitment 2021: સીમા સુરક્ષા બળમાં નોકરી મેળવતા ઉમેદવારો માટે એક ખૂબ જ સારી તક છે. સીમા સુરક્ષા બળ (BSF Group C Vaccancy) એ ગ્રુપ સી પદ માટે ભરતી બહાર પાડી છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવારો આ પદ માટે અરજી (BSF Group C Vaccancy Online applicaton) કરી શકે છે. સીમા સુરક્ષા બળમાં જાહેર થયેલ ભરતી માટે તમામ ઉમેદવાર આ rectt.bsf.gov.in વેબસાઈટ પરથી અરજી કરી શકે છે. રોજગાર સમાચારમાં જાહેરાત થયા બાદના 45 દિવસમાં ઓનલાઈન અરજી કરી શકાય છે. (BSF Group C Vaccancy last Date of Online Application)આજે 29મી ડિસેમ્બરના રોજ આ નોકરી માટે અરજી કરવાની અંતિમ તારીખ છે
જગ્યા : આ પ્રક્રિયાની મદદથી કુલ 72 પદ પર ભરતી કરવામાં આવશે. કોન્સ્ટેબલ (સીવરમેન)ની 2 પોસ્ટ માટે, કોન્સ્ટેબલ (જનરેટર ઓપરેટર)ની 24 પોસ્ટ માટે, કોન્સ્ટેબલ (જનરેટર મિકેનિક)ની 28 પોસ્ટ માટે, કોન્સ્ટેબલ (લાઈનમેન)ની 11 પોસ્ટ માટે, ASIની 1 પોસ્ટ માટે અને HCની 6 પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.
કોન્સ્ટેબલ પોસ્ટ માટે પસંદગી પામેલ ઉમેદવારોને રૂ. 21,700 થી 69,100 સુધીનો પગાર આપવામાં આવશે. ASIની પોસ્ટ માટે પસંદગી પામેલ ઉમેદવારોને રૂ. 29,200થી 92,300 સુધીનો પગાર આપવામાં આવશે. જયારે HCની પોસ્ટ માટે પસંદગી પામેલ ઉમેદવારોને રૂ. 25,500 થી 81,100 સુધીનો પગાર આપવામાં આવશે.
ઓફિશિયલ નોટિફિકેશન અનુસાર કોન્સ્ટેબલ પદ પર ભરતી માટે ઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્ત થયેલ બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. ઉમેદવાર પાસે પોસ્ટ સંબંધિત ITI સર્ટીફિકેટ હોવું પણ જરૂરી છે.
આ પદ માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18થી 25 વર્ષ સુધીની હોવી જોઈએ. સરકારી નિયમો અનુસાર અનામત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. વિસ્તૃત જાણકારી માટે ઉમેદવાર અધિકૃત નોટિફિકેશન ચેક કરી શકે છે.
બીએસએફની આ નોકરી શારિરીક ક્ષમતા અને લેખિત પરીક્ષાના આધારે થશે. શારિરીક ક્ષમતા માટે પુરૂષ અને મહિલા ઉમેદાવારો માટે ઉંચાઈ સહિતના માપદંડ આપવામાં આવ્યા છે. ઉમેદવારોએ એકવાર ભરતીની જાહેરાત ચોક્કસપણે જોવાની રહેશે ત્યારબાદ અરજી કરવી
ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવાર BSF Group C Recruitment 2021 માટે અધિકૃત વેબસાઈટ rectt.bsf.gov.in પરથી ઓનલાઈન અરજી કરી શકે છે. તમામ ઉમેદવારે અરજી કરતા પહેલા નોટિફિકેશનની મદદથી પાત્રતા ધરાવે છે કે નહીં તે તપાસ કરી લેવી. આ પોસ્ટ સંબંધિત જાણકારી માટે અધિકૃત વેબસાઈટની મુલાકાત લેવી.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર