BSF Recruitment 2021: BSFમાં બમ્પર ભરતી, 10 પાસ પણ કરી શકશે અરજી, 92,000 રૂ. સુધી મળશે પગાર

બીએસએફમાં 10 પાસ માટે ભહતી, 92,000 રૂપિયા સુધી મળશે પગાર

Sarkari Naukri BSF Recruitment 2021 : . સીમા સુરક્ષા બળમાં જાહેર થયેલ ભરતી માટે તમામ ઉમેદવાર આ rectt.bsf.gov.in વેબસાઈટ પરથી અરજી કરી શકે છે.

  • Share this:
    BSF Recruitment 2021: સીમા સુરક્ષા બળમાં નોકરી મેળવતા ઉમેદવારો માટે એક ખૂબ જ સારી તક છે. સીમા સુરક્ષા બળ (BSF Group C Vaccancy) એ ગ્રુપ સી પદ માટે ભરતી બહાર પાડી છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવારો આ પદ માટે અરજી કરી શકે છે. સીમા સુરક્ષા બળમાં જાહેર થયેલ ભરતી માટે તમામ ઉમેદવાર આ rectt.bsf.gov.in વેબસાઈટ પરથી અરજી કરી શકે છે. રોજગાર સમાચારમાં જાહેરાત થયા બાદના 45 દિવસમાં ઓનલાઈન અરજી કરી શકાય છે.

    જગ્યા :  આ પ્રક્રિયાની મદદથી કુલ 72 પદ પર ભરતી કરવામાં આવશે. કોન્સ્ટેબલ (સીવરમેન)ની 2 પોસ્ટ માટે, કોન્સ્ટેબલ (જનરેટર ઓપરેટર)ની 24 પોસ્ટ માટે, કોન્સ્ટેબલ (જનરેટર મિકેનિક)ની 28 પોસ્ટ માટે, કોન્સ્ટેબલ (લાઈનમેન)ની 11 પોસ્ટ માટે, ASIની 1 પોસ્ટ માટે અને HCની 6 પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. કોન્સ્ટેબલ પોસ્ટ માટે પસંદગી પામેલ ઉમેદવારોને રૂ. 21,700 થી 69,100 સુધીનો પગાર આપવામાં આવશે. ASIની પોસ્ટ માટે પસંદગી પામેલ ઉમેદવારોને રૂ. 29,200થી 92,300 સુધીનો પગાર આપવામાં આવશે. જયારે HCની પોસ્ટ માટે પસંદગી પામેલ ઉમેદવારોને રૂ. 25,500 થી 81,100 સુધીનો પગાર આપવામાં આવશે.

    આ પણ વાંચો : Sarkari Naukri: ગ્રેજ્યુએટ માટે સ્ટેનોગ્રાફર સહિતની સરકારી નોકરી, 28,700 રૂ સુધી મળશે શરૂઆતનો પગાર

    શૈક્ષણિક લાયકાત :

    ઓફિશિયલ નોટિફિકેશન અનુસાર કોન્સ્ટેબલ પદ પર ભરતી માટે ઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્ત થયેલ બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. ઉમેદવાર પાસે પોસ્ટ સંબંધિત ITI સર્ટીફિકેટ હોવું પણ જરૂરી છે. આ પદ માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18થી 25 વર્ષ સુધીની હોવી જોઈએ. સરકારી નિયમો અનુસાર અનામત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. વિસ્તૃત જાણકારી માટે ઉમેદવાર અધિકૃત નોટિફિકેશન ચેક કરી શકે છે.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા : 72
    લાયકાત : 10 પાસ, આઈટીઆઈ વગેરે
    પસંદગી પ્રક્રિયા : શારિરીક અને લેખિત કસોટી
    આવેદન કરવાની ફી : 100 રૂ.
    અરજી કરવાની અંતિમ તારીખ : 29-12-2021
    ભરતીની જાહેરાત વાંચવા માટે : અહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટે : અહીંયા ક્લિક કરો



    પસંદગી પ્રક્રિયા :

    બીએસએફની આ નોકરી શારિરીક ક્ષમતા અને લેખિત પરીક્ષાના આધારે થશે. શારિરીક ક્ષમતા માટે પુરૂષ અને મહિલા ઉમેદાવારો માટે ઉંચાઈ સહિતના માપદંડ આપવામાં આવ્યા છે. ઉમેદવારોએ એકવાર ભરતીની જાહેરાત ચોક્કસપણે જોવાની રહેશે ત્યારબાદ અરજી કરવી

    આ પણ વાંચો : sarkari Naukri: આસિસ્ટન્ટ પ્રોફેસરની 251 જગ્યા માટે ભરતી, સાતમા પગાર પંચ મુજબ મળશે પગાર

    અરજી માટે 

    ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવાર BSF Group C Recruitment 2021 માટે અધિકૃત વેબસાઈટ rectt.bsf.gov.in પરથી ઓનલાઈન અરજી કરી શકે છે. તમામ ઉમેદવારે અરજી કરતા પહેલા નોટિફિકેશનની મદદથી પાત્રતા ધરાવે છે કે નહીં તે તપાસ કરી લેવી. આ પોસ્ટ સંબંધિત જાણકારી માટે અધિકૃત વેબસાઈટની મુલાકાત લેવી.
    Published by:Jay Mishra
    First published: