BRO Recruitment 2021 : બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા ભરતીની જાહેરાત
BRO Recruitment 2021 : બોર્ડર રોડ્સ ઓગ્રેનાઈઝેશન (Border Roads Organisation) દ્વારા ત મલ્ટી સ્કિલ્ડ વર્કર સહિત વિવિધ પદો પર ભરતી માટે એક શોર્ટ નોટિસ બહાર પાડવામાં આવી છે.
BRO Recruitment 2021: બોર્ડર રોડ્સ ઓગ્રેનાઈઝેશન (Border Roads Organisation) દ્વારા જાહેરાત ક્રમાંક 02/2021 અંતર્ગત મલ્ટી સ્કિલ્ડ વર્કર સહિત વિવિધ પદો પર ભરતી માટે એક શોર્ટ નોટિસ બહાર પાડવામાં આવી છે. આ અંતર્ગત લાયકાત ધરાવતા તમામ ઈચ્છુક ઉમેદવારો Border Roads Organisation Recruitment 2021 માટે ઓફિશિયલ વેબસાઈટ bro.gov.inના માધ્યમથી નિશ્ચિત સમયમાં અરજી કરી શકે છે.
આ ભરતી પ્રક્રિયાના માધ્યમથી મલ્ટી સ્કિલ્ડ વર્કર (પેઈન્ટર)ના 33 પદ, માધ્યમથી મલ્ટી સ્કિલ્ડ વર્કર (મેસ વેઈટર)ના 12 પદ, વ્હિકલ મિકેનિકના 293 પદ અને ડ્રાઈવર મિકેનિક ટ્રાન્સપોર્ટના 16 સહિત 354 ખાલી પડેલા પદો પર ભરતી કરવામાં આવશે.
આ ખાલી પડેલા પદોમાં 136 પદ જનરલ કેટેગરી માટે, 61 પદ અનુસુચિત જાતિ માટે, 37 પદ અનુસુચિત જનજાતિ માટે, 86 પદ ઓબીસી માટે અને 34 પદ આર્થિક નબળા વર્ગના ઉમેદવારો માટે છે.
જનરલ રિઝર્વ એન્જીનિયર ફેર્સ, બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશનમાં આ પદો પર ભરતી માટે માત્ર પુરુષ ઉમેદવારો જ અરજી કરી શકશે, મહિલા ઉમેદવારો આ પદો પર અરજી કરી શકશે નહીં. આ ઉમેદવારોને મલ્ટી સ્કિલ્ડ વર્કર સહિત અન્ય પદો પર ભરતી બાદ ભારત સરકારના નિયમો અનુસાર પગાર સહિત અન્ય સુનિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા જેવી અન્ય મહત્વની જાણકારી માટે ઉમેદવારોએ ઓફિશિયલ નોટિસની રાહ જોવાની રહેશે.
નોકરીની ટૂંકી માહિતી
જગ્યા
354
લાયકાત
અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ
પસંદગી પ્રક્રિયા
અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ હશે નોટિફિકેશનની રાહ જોવી
આ સિવાય ડાયરેક્ટર જનરલ ડિફેન્સ એસ્ટેટ (DGDE) અથવા ડિફેન્સ એસ્ટેટ ઓગ્રેનાઈઝેશન, રક્ષા મંત્રાલય દ્વારા જૂનિયર હિન્દી ટ્રાન્સલેટર, સબ ડિવિઝનલ ઓફિસર અને હિન્દી ટાઈપિસ્ટ વગેરે પદો પર ભરતી માટે પણ નોટિફિકેશન બહાર પાડી છે. તમામ લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો DGDE Recruitment 2021 માટે ઓફિશિયલ નોટિફિકેશનના માધ્યમથી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી શકશે. આ પદો પર અરજી કરવાની અંતિમ તારીખ 15 જાન્યુઆરી 2022 સાંજે 5 વાગ્યા સુધી છે. આ અરજી નોટફિકેશનમાં જણાવવામાં આવેલા સરનામા પર મોકલવાની રહેશે.