Home /News /career /BPCL Recruitment 2021: ITI અને ડિપ્લોમાં પાસ માટે સરકારી નોકરી, 23,000 રૂ. સુધી મળશે શરૂઆતનો પગાર
BPCL Recruitment 2021: ITI અને ડિપ્લોમાં પાસ માટે સરકારી નોકરી, 23,000 રૂ. સુધી મળશે શરૂઆતનો પગાર
BPLCમાં ટ્રેઇની, ફોરમેન, એકાઉન્ટ આસિસ્ટન્ટ સહિતના પદો પર ભરતી,
BPCL Recruitment 20121 : બ્રહ્મપુત્ર ક્રેકર એન્ડ પોલિમર લિમીટેડ (Brahmaputra Cracker and Polymer Limited ) દ્વારા વિવિધ નોન-એક્ઝિક્યુટિવ (Non-Executive Post) પોસ્ટ માટે ભરતી બહાર પાડી અરજીઓ મંગાવવામાં આવી છે.
Brahmaputra Cracker and Polymer Limited (BPCL)માં કામ કરવા રસ ધરાવતા અને નોકરી(Jobs)ની શોધમાં હોય તેવા લોકો માટે નોકરી(Jobs in BPCL)ની સુવર્ણ તક આવી છે. બ્રહ્મપુત્ર ક્રેકર એન્ડ પોલિમર લિમીટેડ (Brahmaputra Cracker and Polymer Limited ) દ્વારા વિવિધ નોન-એક્ઝિક્યુટિવ (Non-Executive Post) પોસ્ટ માટે ભરતી બહાર પાડી અરજીઓ મંગાવવામાં આવી છે. આપને જણાવી દઇએ કે ઓપરેટર, ટેકનિશિયન, ફોરમેન, એકાઉન્ટ્સ આસિસ્ટન્ટ અને વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો BPCLની ઓફિશ્યલ વેબસાઇટ bcplonline.co.inપર જઈને અરજી કરી શકે છે. જાહેર કરાયેલ ભરતી નોટિફીકેશન અનુસાર, અરજી કરવાની છેલ્લી તારીખ 11 ડિસેમ્બર, 2021 છે.
વય મર્યાદા : આ પદો માટે ઉમેદવારોની વય મર્યાદા 30 વર્ષથી ઓછી હોવી જોઈએ. સરકારી નિયમો અનુસાર કેટલીક છૂટછાટ આપવામાં આવી શકે છે.
આ રીતે કરવામાં આવશે પસંદગી
પસંદગી પ્રક્રિયા સિંગલ સ્ટેજ અથવા તેથી વધુ તબક્કાની પસંદગી પ્રક્રિયા પર આધારિત રહી શકે છે. ઉલ્લેખનીય છે કે, આ પદો માટે અરજીઓની સંખ્યા વધુ હોવાના કિસ્સામાં ભારત પેટ્રોલિય કોર્પોરેશન લિમીટેડ (BCPL) શોર્ટલિસ્ટિંગ પદ્ધતિ અપનાવશે.
પસંદગી પામનાર ઉમેદવારોને અપાશે આટલું સ્ટાઇપેન્ડ
આ પદોમાં માટે પસંદ કરાયેલા ઉમેદવારોને રૂ. 21,000થી 23,000 સુધીનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે.
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડમાં અન્ય ભરતીઓ
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL), કોચી રિફાઇનરી પણ કોચી રિફાઇનરી, અંબાલામુગલ, કોચી (Kochi) ખાતે કોન્ટ્રાક્ટના આધારે મેડિકલ ઓફિસર્સ (Contract Based Medical Officers) માટે યોગ્યતા ધરાવતા ઉમેદવારો પાસેથી પણ અરજીઓ માંગી છે.
- જે ઉમેદવારો મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી MBBS ડિગ્રી ધરાવે છે, તેઓ આ પદ માટે અરજી કરી શકે છે. (MBBS ડિગ્રી પ્રમાણપત્રની સેલ્ફ-અટેસ્ટેડ નકલ સબમિટ કરવી)
- જે ઉમેદવારે હાઉસ સર્જન્સી પૂર્ણ કરી હોય અને ત્રાવણકોર કોચીન મેડિકલ કાઉન્સિલ, ત્રિવેન્દ્રમમાં નોંધણી કરાવી હોય તેઓ પણ અરજી કરી શકે છે. (સેલ્ફ-અટેસ્ટેડ નકલ સબમિટ કરવી)
- 1 જાન્યુઆરી, 2022 સુધીમાં 58 વર્ષ પૂર્ણ ન થતા હોઇ તેવા ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવવું.
- તમારી પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ અને સેવિંગ્સ બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર