Home /News /career /Sarkari Naukri : Bank of Barodaમાં ભરતી, 76,000 રૂપિયા સુધી મળશે પગાર, ફટાફટ કરો અરજી
Sarkari Naukri : Bank of Barodaમાં ભરતી, 76,000 રૂપિયા સુધી મળશે પગાર, ફટાફટ કરો અરજી
Bank of Baroada Recruitment 2021 : બેંક ઓફ બરોડામાં ભરતી, ફટાફટ કરો અરજી
Sarkari Naukri BOB IT SO Recruitment : જો તમે બેન્કમાં નોકરીની તૈયારી કરી રહ્યાં છો તો તમારી માટે એક શાનદાર તક છે. બેન્ક ઓફ બરોડા દ્વારા B.Tech, B.E. અને M Tech ડિગ્રી ધરાવતા યુવાનો માટે વેકેન્સીની જાહેરાત કરવામાં આવી છે.
BOB IT SO Recruitment 2021: જો તમે બેન્કમાં નોકરીની તૈયારી કરી રહ્યાં છો તો તમારી માટે એક શાનદાર તક છે. બેન્ક ઓફ બરોડા દ્વારા B.Tech, B.E. અને M Tech ડિગ્રી ધરાવતા યુવાનો માટે વેકેન્સીની જાહેરાત કરવામાં આવી છે. બેન્ક ઓફ બરોડા (Bank of Baroda, BOB)એ આઈટી સ્પેશ્યાલિસ્ટ ઓફિસર ( IT Specialist Officer), ડેટા સાઈન્ટિસ્ટ એન્ડ ડેટા એન્જીનિયર (Data Scientist and Data Engineer)માટે ભરતીની જાહેરાત કરી છે. BOBએ જાહેર કરેલી આ ભરતીમાં કુલ 15 પદો પર ભરતી કરવામાં આવશે.
આ પદો પર લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો અરજી કરી શકે છે. આ તમામ પદો પર ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, અરજી કરવાની અતિંમ તારીખ 6 ડિસેમ્બર છે. એવામાં અરજીકર્તાએ નિશ્ચિત સમયમર્યાદામાં અરજી કરવી હિતાવહ છે, કેમ કે કેટલીક વખત અંતિમ તારીખ પર ફોર્મ ભરવામાં મુશ્કેલીઓ આવતી હોય છે. આ નોકરીમાં 48000થી 76,000 રૂપિયા સુધી પગાર મળી રહ્યો છે.
એજ્યુકેશનલ ક્વોલિફિકેશન
ડેટા સાઈન્ટિસ્ટના પદ પર અરજી કરવા માટે ઉમેદવારે માન્ય ઈન્સ્ટીટ્યૂટથી લધુત્તમ 60 ટકા સાથે B. Tech/ B.E./ M Tech/ M.E કરેલ હોવું જોઈએ. આ ઉપરાંત ડેટા એન્જીનિયરના પદ માટે ઉમેદવાર કોમ્પ્યૂટર સાયન્સ અથવા ઈન્ફઓર્મેશન ટેક્નોલોજીમાં બેચલર ડિગ્રી ધરાવતો હોવો જોઈએ. Cloudera Certified Administrator ક્રેડેન્શિયલ મુકનારા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.
ઈચ્છુક ઉમેદવારો ધ્યાનમાં રાખે કે 6 ડિસેમ્બર 2021 અથવા તે પહેલા આવેદન કરી શકાશે. ઓનલાઈન આવેદન કર્યા પછી ભવિષ્ય માટે તેની એક પ્રિન્ટ પણ લઈ શકાય છે. Gen/OBC/EWS માટે અરજી કરવાનો ચાર્જ રૂ. 600 અને SC/ST/PWD માટે રૂ. 100 છે. આ ભરતી પ્રક્રિયા સાથે જોડાયેલ વધુ માહિતી માટે @bankofbaroda.in વિઝિટ કરી શકાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર