Home /News /career /BOB Financial Recruitment 2021: BOBમાં ગ્રેજ્યુએટ માટે ભરતી, અરજી કરવાની છેલ્લી તક
BOB Financial Recruitment 2021: BOBમાં ગ્રેજ્યુએટ માટે ભરતી, અરજી કરવાની છેલ્લી તક
BOB Recruitment 2022 : બેંક ઓફ બરોડામાં 105 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકે્શન બહાર પાડવામાં આવ્યું છે.
BOB Financial Recruitment 2021 : બેન્ક ઓફ બરોડા ફાઈનાન્શિયલ (Bank of Baroda Financial Recruitment 2021) દ્વારા ભરતી અંગેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આડજે આ નોકરી માટે અરજી કરવાની અંતિમ તક છે
BOB Recruitment 2021 Last Date of Application : બેન્ક ઓફ બરોડા ફાઈનાન્શિયલ (Bank of Baroda Financial Recruitment 2021) દ્વારા ભરતી અંગેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી સિનિયર ઓફિસર/ ઓફિસર (પ્રોડક્શન સેન્ટર, મર્ચન્ટ કાર્ડ ઓપરેશન્સ, કસ્ટમર સર્વિસ, કલેક્શન, આઈટી, ક્રેડિટ અંડરરાઈટર, કોર્પોરેટ કાર્ડ), મેનેજર/ આસિસ્ટન્ટ મેનેજર (પ્રોડક્શન, ફ્રોડ ઓપરેશન્સ) અને રીજનલ રિલેશનશીપ ઓફિસર/ ડેપ્યુટી રીઝનલ રિલેશનશીપ ઓફિસર વગેરે પદો માટે કરવામાં આવી રહી છે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો જે BOB Financial Jobs 2021 માં અરજી કરવા માંગે છે, તેમણે ઓફિશિયલ વેબસાઈટ પરથી નોટિફિકેશન ડાઉનલોડ કરી એકવાર અવશ્ય વાંચી લેવી. જાહેર કરવામાં આવેલા પદો પર ભરતી માટે ઉમેદવારોની અરજી તારીખ 27/12/2021 સુધી જ સ્વિકારવામાં આવશે. 27 ડિસેમ્બર 2021 પછી કરવામાં આવેલી કોઈપણ અરજી માન્ય ગણવામાં આવશે નહીં. આમ આ ભરતી માટે આજે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ છે.
કંપનીના ડેઈલી ટાસ્ક મેનેજ કરવા અને ક્લેરિકલ સપોર્ટ પૂરો પાડવા. સિનિયર ઓફિસરે નીચે જણાવેલા કામ કરવાના રહેશે. વિઝિટર્સને માર્ગદર્શન આપવું, ફોન ઈન્ક્વાયરીના જવાબ આપવા, ફરિયાદો મેનેજ કરવી. ઓફિસ સપ્લાયનું ધ્યાન રાખવું. દરેક સમયે સપ્લાય જાળવવા વેન્ડર્સ સાથે સંપર્કમાં રહેવું. અન્ય ડિપાર્ટમેન્ટને ફાઈલ પહોંચાડવા માટે ઓફસાઈટ ટ્રાવેલિંગ. ફાઈલો અને ફાઈલિંગ સિસ્ટમની સુરક્ષાની ખાતરી કરવી.
મેનેજર/ આસિસ્ટન્ટ મેનેજર
એડમિનિસ્ટ્રેટિવ કાર્યો, કંપનીનું ટાઈમટેબલ ગોઠવવું, કર્મચારીઓનું ટાઈમટેબલ ગોઠવવું, કર્મચારીઓનું પરફોર્મન્સ ઈવેલ્યુએશન કરવું. પ્લાનમાં ઈમ્પ્રુવમેન્ટ માટે કોલાબ્રેશન કરવું, પ્રોગ્રેસ વિશે માહિતી માળવવી, કર્મચારીને કામની સોંપણી કરવી. અસાઈમેન્ટ પૂર્ણ કરવા માટે નાની ટીમ મેનેજ કરવી. ટીમને કામ સેંપવું અને દરેકની પરફોર્મન્સ ઈવેલ્યુએટ કરવી. ઓપરેશનલ ટાસ્કની માહિતી ઉપલા મેનેજમેન્ટ સુધી પહોંચાડવી. કર્મચારીઓની સમીક્ષઆ અને મૂલ્યાંકન કરવું. નવા કર્મચારીઓને માર્ગદર્શન આપવું અને તેમની ટ્રેઈનિંગ કરાવવી.
રિલેશનશીપ મેનેજર સેલ્સ ટીમનો ભાગ રહેશે જે ક્લાયન્ટ સાથે રિલેશન જાળવી રાખે છે. કેટલાક મેનેજર માત્ર ક્લાયન્ટને પડતી ટેકનીકલ અને બિઝનેસ પ્રોબ્લેમ્સને લઈને કાર્ય કરશે. કોમ્પિટિશનને ધ્યાનમાં લઈ તેમની સ્ટ્રેટેજી તૈયાર કરશે અને તેના અનુરૂપ કામ કરશે. કેટલાક રિલેશનશીપ મેનેજર કસ્ટમર સર્વિસ અને ગ્રાહકોની જરૂરિયાતને આધારે સેલ્સ પ્લાન તૈયાર કરવાનું કામ કરશે.
ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી રણનીતિ તૈયાર કરવી અને તેને અમલમાં મૂકવી. ક્લાયન્ટને ગ્રાહકો સાથે લાંબાગાળાના સંબંધો સ્થાપિત કરવા. ગ્રાહકોની ફરિયાદો દૂર કરવા તાત્કાલિક ધોરણે પગલા લેવા. નવા વેચાણ અને ક્રોસ સેલિંગ અપોર્ત્યુનિટી અંગે ટીમને જાણ કરવી. વધુ વેચાણ અને ગ્રાહકોને સારી સર્વિસ આપવા પર ભાર મૂકવો.
BOB Financial Recruitment 2021 – પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારોને જ સિલેક્શન પ્રોસેસ માટે બોલાવવામાં આવશે.
BOB Financial Recruitment 2021 – આ રીતે કરો અરજી
ઉમેદવારોએ ફક્ત ઈમેઈલના માધ્મથી જ અરજી કરવાની રહેશે. ઉમેદવારોએ careers@bobfinancial.com પર પદના નામ સાથે મેઈલ કરવાનો રહેશે. આ સિવાય અન્ય કોઈપણ રીતે અરજી કરી શકાશે નહીં.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર