Home /News /career /

BOB Financial Recruitment 2021: ગ્રેજ્યુએટ માટે સિનિયર ઓફિસરથી મેનેજર સુધીની ભરતી, ફટાફટ કરો અરજી

BOB Financial Recruitment 2021: ગ્રેજ્યુએટ માટે સિનિયર ઓફિસરથી મેનેજર સુધીની ભરતી, ફટાફટ કરો અરજી

BOB Recruitment 2021 : બેંક ઓફ બરોડામાં ગ્રેજ્યુએટ માટે નોકરી

BOB Financial Recruitment 2021 : બેન્ક ઓફ બરોડા ફાઈનાન્શિયલ (Bank of Baroda Financial Recruitment 2021) દ્વારા ભરતી અંગેની જાહેરાત બહાર પાડવામાં આવી છે.

    BOB Recruitment 2021 :  બેન્ક ઓફ બરોડા ફાઈનાન્શિયલ (Bank of Baroda Financial Recruitment 2021) દ્વારા ભરતી અંગેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી સિનિયર ઓફિસર/ ઓફિસર (પ્રોડક્શન સેન્ટર, મર્ચન્ટ કાર્ડ ઓપરેશન્સ, કસ્ટમર સર્વિસ, કલેક્શન, આઈટી, ક્રેડિટ અંડરરાઈટર, કોર્પોરેટ કાર્ડ), મેનેજર/ આસિસ્ટન્ટ મેનેજર (પ્રોડક્શન, ફ્રોડ ઓપરેશન્સ) અને રીજનલ રિલેશનશીપ ઓફિસર/ ડેપ્યુટી રીઝનલ રિલેશનશીપ ઓફિસર વગેરે પદો માટે કરવામાં આવી રહી છે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો જે BOB Financial Jobs 2021 માં અરજી કરવા માંગે છે, તેમણે ઓફિશિયલ વેબસાઈટ પરથી નોટિફિકેશન ડાઉનલોડ કરી એકવાર અવશ્ય વાંચી લેવી.

    BOB Financial Recruitment 2021: અરજી કરવાની અંતિમ તારીખ : જાહેર કરવામાં આવેલા પદો પર ભરતી માટે ઉમેદવારોની અરજી તારીખ 27/12/2021 સુધી જ સ્વિકારવામાં આવશે. 27 ડિસેમ્બર 2021 પછી કરવામાં આવેલી કોઈપણ અરજી માન્ય ગણવામાં આવશે નહીં.

    BOB Financial Recruitment 2021: નોટિફિકેશન

    સંસ્થાનું નામ- બેન્ક ઓફ બરોડા

    પદ- સિનિયર ઓફિસર/ ઓફિસર, મેનેજર/ આસિસ્ટન્ટ મેનેજર, રીજનલ રિલેશનશીપ ઓફિસર/ ડેપ્યુટી રીઝનલ રિલેશનશીપ ઓફિસર

    અંતિમ તારીખ- 27/12/2021

    BOB Financial Recruitment 2021 – ખાલી પદો અને સ્થાન

    સિનિયર ઓફિસર/ ઓફિસર (પ્રોડક્શન સેન્ટર): મુંબઈ/ગુરુગ્રામ
    સિનિયર ઓફિસર/ ઓફિસર (મર્ચન્ટ કાર્ડ ઓપરેશન્સ): મુંબઈ
    સિનિયર ઓફિસર/ ઓફિસર (કસ્ટમર સર્વિસ): મુંબઈ
    સિનિયર ઓફિસર/ ઓફિસર (કલેક્શન): મુંબઈ
    સિનિયર ઓફિસર/ ઓફિસર (IT): મુંબઈ/ગુરુગ્રામ
    સિનિયર ઓફિસર/ ઓફિસર (ક્રેડિટ અંડરરાઈટર): મુંબઈ
    સિનિયર ઓફિસર/ ઓફિસર (કોર્પોરેટ કાર્ડ): મુંબઈ
    મેનેજર/ આસિસ્ટન્ટ મેનેજર (પ્રોડક્ટ): મુંબઈ
    મેનેજર/ આસિસ્ટન્ટ મેનેજર (ફ્રોડ ઓપરેશન્સ): મુંબઈ/ગુરુગ્રામ
    રીજનલ રિલેશનશીપ ઓફિસર/ ડેપ્યુટી રીઝનલ રિલેશનશીપ ઓફિસર: કોઈપણ સ્થળે

    BOB Financial Recruitment 2021 – લાયકાત

    વય મર્યાદા

    સિનિયર ઓફિસર/ ઓફિસર- 45 વર્ષ

    મેનેજર/ આસિસ્ટન્ટ મેનેજર – 50 વર્ષ

    રીજનલ રિલેશનશીપ ઓફિસર/ ડેપ્યુટી રીઝનલ રિલેશનશીપ ઓફિસર – 50 વર્ષ

    શૈક્ષણિક લાયકાત

    સિનિયર ઓફિસર/ ઓફિસર

    ઉમેદવાર ગ્રેજ્યુએટ/ પોસ્ટ ગ્રેજ્યુએટ/ પ્રોફેશનલ ડિગ્રી ધરાવતો હોવો જોઈએ.

    ઉમેદવારને એપ્લિકેશન સપોર્ટ અને ડેવલપમેન્ટમાં, ક્રેડિટ કાર્ડ મેનેજમેન્ટમાં, મર્ચન્ટ (POS/ECOM)માં પ્લેટફોર્મ અક્વાયર, ડિજિટલ પેમેન્ટ વગેરેમાં 1+ વર્ષનો અનુભવ હોવો જોઈએ.

    આ સાથે જ ઈન્સિડેન્ટ મેનેજમેન્ટ, ચેન્જ મેનેજમેન્ટ, પ્રોબ્લેમ મેનેજમેન્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ, રિલિઝ મેનેજમેન્ટ વગેરેનો અનુભવ હોવો જોઈએ.

    Unix, Oracle, MS Officeનું જ્ઞાન હોવુ જોઈએ.

    આ પણ વાંચો : Sarkari Naukri UKPSC દ્વારા 455 આસિસ્ટન્ટ પ્રોફેસરના પદ માટે ભરતી, 57,700 સુધી મળશે પગાર

    મેનેજર/ આસિસ્ટન્ટ મેનેજર

    અરજી કરનાર ઉમેદવાર ગ્રેજ્યુએટ/ પોસ્ટ ગ્રેજ્યુએટ/ પ્રોફેશનલ ડિગ્રી ધરાવતો હોવો જોઈએ.

    ઉમેદવારને 3+ વર્ષનો અનુભવ હોવો જોઈએ.

    રીજનલ રિલેશનશીપ ઓફિસર/ ડેપ્યુટી રીઝનલ રિલેશનશીપ ઓફિસર

    રિજનલ રિલેશનશીપમાં અરજી કરાતા ઉમેદવાર ગ્રેજ્યુએટ/ પોસ્ટ ગ્રેજ્યુએટ હોવો જોઈએ, સાથે જ તેને ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ. રિટેલ અસેટ્સ અને ક્રેડિટ કાર્ડમાં 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

    ડેપ્યુટી રિજનલ રિલેશનશીપમાં અરજી કરતા ઉમેદવાર રિટેલ અસેટ અને ક્રેડિટ કાર્ડમાં 1 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.

    BOB Financial Recruitment 2021 – જોબ ડિસ્ક્રિપ્શન

    સિનિયર ઓફિસર/ ઓફિસર

    કંપનીના ડેઈલી ટાસ્ક મેનેજ કરવા અને ક્લેરિકલ સપોર્ટ પૂરો પાડવા. સિનિયર ઓફિસરે નીચે જણાવેલા કામ કરવાના રહેશે.
    વિઝિટર્સને માર્ગદર્શન આપવું, ફોન ઈન્ક્વાયરીના જવાબ આપવા, ફરિયાદો મેનેજ કરવી.
    ઓફિસ સપ્લાયનું ધ્યાન રાખવું. દરેક સમયે સપ્લાય જાળવવા વેન્ડર્સ સાથે સંપર્કમાં રહેવું.
    અન્ય ડિપાર્ટમેન્ટને ફાઈલ પહોંચાડવા માટે ઓફસાઈટ ટ્રાવેલિંગ.
    ફાઈલો અને ફાઈલિંગ સિસ્ટમની સુરક્ષાની ખાતરી કરવી.

    નોકરીની ટૂંકી વિગતો































    શૈક્ષણિક લાયકાત :

    ઉમેદવાર ગ્રેજ્યુએટ/ પોસ્ટ ગ્રેજ્યુએટ/ પ્રોફેશનલ ડિગ્રી ધરાવતો હોવો જોઈએ.

    પસંદગી પ્રક્રિયા ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.
    અરજી કરવાનું માધ્યમ ઓનલાઇન
    અરજી કરવાની પ્રક્રિયા ઇમેલ દ્વારા
    અરજી કરવાની અંતિમ તારીખ 27-12-2021
    ભરતીની જાહેરાતો જોવા માટે અહીંયા ક્લિક કરો
    અરજી કરવા માટે careers@bobfinancial.com    પર ઈમેલ કરો



    મેનેજર/ આસિસ્ટન્ટ મેનેજર

    એડમિનિસ્ટ્રેટિવ કાર્યો, કંપનીનું ટાઈમટેબલ ગોઠવવું, કર્મચારીઓનું ટાઈમટેબલ ગોઠવવું, કર્મચારીઓનું પરફોર્મન્સ ઈવેલ્યુએશન કરવું.
    પ્લાનમાં ઈમ્પ્રુવમેન્ટ માટે કોલાબ્રેશન કરવું, પ્રોગ્રેસ વિશે માહિતી માળવવી, કર્મચારીને કામની સોંપણી કરવી.
    અસાઈમેન્ટ પૂર્ણ કરવા માટે નાની ટીમ મેનેજ કરવી.
    ટીમને કામ સેંપવું અને દરેકની પરફોર્મન્સ ઈવેલ્યુએટ કરવી.
    ઓપરેશનલ ટાસ્કની માહિતી ઉપલા મેનેજમેન્ટ સુધી પહોંચાડવી.
    કર્મચારીઓની સમીક્ષઆ અને મૂલ્યાંકન કરવું.
    નવા કર્મચારીઓને માર્ગદર્શન આપવું અને તેમની ટ્રેઈનિંગ કરાવવી.

    રીજનલ રિલેશનશીપ ઓફિસર/ ડેપ્યુટી રીઝનલ રિલેશનશીપ ઓફિસર

    રિલેશનશીપ મેનેજર સેલ્સ ટીમનો ભાગ રહેશે જે ક્લાયન્ટ સાથે રિલેશન જાળવી રાખે છે. કેટલાક મેનેજર માત્ર ક્લાયન્ટને પડતી ટેકનીકલ અને બિઝનેસ પ્રોબ્લેમ્સને લઈને કાર્ય કરશે. કોમ્પિટિશનને ધ્યાનમાં લઈ તેમની સ્ટ્રેટેજી તૈયાર કરશે અને તેના અનુરૂપ કામ કરશે. કેટલાક રિલેશનશીપ મેનેજર કસ્ટમર સર્વિસ અને ગ્રાહકોની જરૂરિયાતને આધારે સેલ્સ પ્લાન તૈયાર કરવાનું કામ કરશે.

    ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી રણનીતિ તૈયાર કરવી અને તેને અમલમાં મૂકવી.
    ક્લાયન્ટને ગ્રાહકો સાથે લાંબાગાળાના સંબંધો સ્થાપિત કરવા.
    ગ્રાહકોની ફરિયાદો દૂર કરવા તાત્કાલિક ધોરણે પગલા લેવા.
    નવા વેચાણ અને ક્રોસ સેલિંગ અપોર્ત્યુનિટી અંગે ટીમને જાણ કરવી.
    વધુ વેચાણ અને ગ્રાહકોને સારી સર્વિસ આપવા પર ભાર મૂકવો.

    BOB Financial Recruitment 2021 – પસંદગી પ્રક્રિયા

    ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારોને જ સિલેક્શન પ્રોસેસ માટે બોલાવવામાં આવશે.

    આ પણ વાંચો : SarKari Naukri : ITI પાસ માટે NHPCમાં 9,000 રૂ સ્ટાઇપેન્ડની નોકરી, આજે અરજી કરવાની છેલ્લી તક

    BOB Financial Recruitment 2021 – આ રીતે કરો અરજી

    ઉમેદવારોએ ફક્ત ઈમેઈલના માધ્મથી જ અરજી કરવાની રહેશે. ઉમેદવારોએ careers@bobfinancial.com પર પદના નામ સાથે મેઈલ કરવાનો રહેશે. આ સિવાય અન્ય કોઈપણ રીતે અરજી કરી શકાશે નહીં.
    First published:

    Tags: Bank of baroda, Jobs, કેરિયર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन