Home /News /career /Sarkari Naukri: BECIL દ્વારા ભરતીની જાહેરાત, 35,000 રૂપિયા સુધી મળશે પગાર
Sarkari Naukri: BECIL દ્વારા ભરતીની જાહેરાત, 35,000 રૂપિયા સુધી મળશે પગાર
BECIL Recruitment 2021 : બ્રોડકાસ્ટ એન્જિયનિયરીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી
BECIL Recruitment 2021 : બ્રોડકાસ્ટ એન્જીનીયરીંગ કન્સલ્ટન્ટ્સ ઈન્ડિયા (BECIL Recruitment 2021) એ જુનિયર ટેકનિકલ ઓફિસર(Junior Technical Officer) અને લીગલ ઓફિસર (Legal Officer)ની જગ્યાઓ પર ભરતી માટે એક નોટીફીકેશન (Job Notification) જાહેર કરી છે.
બ્રોડકાસ્ટ એન્જીનીયરીંગ કન્સલ્ટન્ટ્સ ઈન્ડિયા (BECIL Recruitment 2021) એ જુનિયર ટેકનિકલ ઓફિસર(Junior Technical Officer) અને લીગલ ઓફિસર (Legal Officer)ની જગ્યાઓ પર ભરતી માટે એક નોટીફીકેશન (Job Notification) જાહેર કરી છે. રસ ધરાવતા ઉમેદવારો 10 ડિસેમ્બર 2021ના રોજ અથવા તે પહેલા ઑનલાઇન અરજી (Apply Online) સબમિટ કરી શકે છે. ઉમેદવારોએ વેબસાઈટ www.becil.com અથવા https://becilregistration.com દ્વારા જ ઓનલાઈન અરજી કરવાની રહેશે. અન્ય કોઈ માધ્યમ દ્વારા કરવામાં આવેલ અરજી સ્વીકાર્ય ગણાશે નહીં.
આ પદો પર થશે ભરતી
*જૂનિયર ટેક્નિકલ ઓફિસર (આયુર્વેદ) – 8 પોસ્ટ
* જૂનિયર ટેક્નિકલ ઓફિસર(યુનાની) – 2 પોસ્ટ
* જૂનિયર ટેક્નિકલ ઓફિસર (સિદ્ધા) – 1 પોસ્ટ
*લીગલ ઓફિસર – 2 પોસ્ટ
લાયકાત
* જૂનિયર ટેક્નિકલ ઓફિસર(આયુર્વેદ) – માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ આયુર્વેદ મેડીસીન એન્ડ સર્જરી કરેલું હોવું જરૂરી છે.
* જૂનિયર ટેક્નિકલ ઓફિસર (યુનાની) – માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ યુનાની મેડીસીન એન્ડ સર્જરી કરેલનું હોવું જરૂરી છે.
*જૂનિયર ટેક્નિકલ ઓફિસર (સિદ્ધા) – માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ સિદ્ધ એન્ડ સર્જરી કરેલું હોવું જરૂરી છે.
*લીગલ ઓફિસર - 2 વર્ષના અનુભવ સાથે માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી LLB કરેલું હોવું જરૂરી છે.
*જનરલ, ઓબીસી, મહિલાઓ, ભૂતપૂર્વ સૈનિક કેટેગરીમાં આવતા ઉમેદવારોએ રૂ.750 અરજી ફી તરીકે ચૂકવવાના રહેશે.(એકથી વધુ પોસ્ટ પર અરજી કરવા પર દરેક પોસ્ટમાં રૂ.500 ફી ચૂકવવાની રહેશે).
*જ્યારે SC/ST કેટેગરીમાં આવતા ઉમેદવારોએ રૂ.450 અરજી ફી તરીકે ચૂકવવાના રહેશે. (એકથી વધુ પોસ્ટ પર અરજી કરવા પર દરેક પોસ્ટમાં રૂ.300 ફી ચૂકવવાની રહેશે).
*EWS/PH કેટેગરીના ઉમેદવારોએ રૂ.450 અરજી ફી ચૂકવવાની રહેશે.( એકથી વધુ પોસ્ટ પર અરજી કરવા પર દરેક પોસ્ટમાં રૂ.300 ફી ચૂકવવાની રહેશે).
આપને જણાવી દઇએ કે અરજી કરવાની છેલ્લી તારીખ 10 ડિસેમ્બર, 2021 છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર