Baroda Dairy Recruitment: સરકારી નોકરી વાંચ્છુક યુવાનો માટે બરોડા ડેરીમાં (Baroda Dairy Recruitment Notification) ભરતી બહાર પડી છે. શૈક્ષણિક લાયકતા અને યોગ્યતા ધરાવતા ઉમેદવારો અરજી કરી અને આ નોકરી મેળવી છે. બરોડા ડેરીની ભરતીમા મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, સુપ્રિટેન્ડન્ટ (એન્જિનિયરીંગ) વિભાગમાં ભરતી બહાર પાડવામાં આવી છે. ત્યારબાદ સુપ્રિટેન્ડન્ટ, સિનિયર ઓફિસર-ઓફિસર ક્વોલિટી કંટ્રોલની ભરતી પણ બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની રહેશે. આ ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ 30-11-2021 છે (Last Date for application Baroda Dairy Recruitment)
જગ્યા : બરોડા ડેરીમાં એન્જિનિયરીંગ વિભાગમાં મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, સુપ્રિટેન્ડન્ટની જગ્યા બહાર પાડવામાં આવી છે. આ ઉપરાંત સુપ્રિટેન્ડન્ટ, સિનિયિર ઓફિસર અને ઓફિસરની ક્વોલિટી કંટ્રોલી વિભાગમાં ભરતી બહાર પાડવામાં આવી છે.
શૈક્ષણિક લાયકાત : એન્જિનિયરીંગ વિભાગની ભરતી માટે મિકેનિકલ, ઇલેક્ટ્રિલક-ઇન્સ્ટ્રુમેન્ટલ એન્ડ કંટ્રોલ, એનવાયર્નેમેન્ટ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરીંગ સાથે 12 વર્ષનો અનુભવ મેનેજર માટે, 10 વર્ષનો અનુભવ આસિસ્ટન્ટ મેનેજર માટે અને 07 વર્ષનો અનુભવ સુપ્રિટેન્ડન્ટ માટે જરૂરી છે. આ નોકરી માટે ઉંમરની મર્યાદા 45 વર્ષની છે.
સુપરિટેન્ડન્ટ, સિનિયિુર ઓફિસર, ઓફિસર ક્વોલિટી કંટ્રોલ વિભાગની ભરતી માટે 07 વર્ષના અનુભવથી લઈને 03 વર્ષનો અનુભવ જરૂરી છે. આ નોકરી માટે ઉંમર મર્યાદા 40 વર્ષની હોવી જરૂરી છે. આ નોકરી માટે શિક્ષણ બીએસસી કેમેસ્ટ્રી, માઇક્રો, ડેરી ટેકનોલોજી, ફૂડ ટેકનોલોજીનો અભ્યાસ કર્યો હોવો આવશ્યક છે. 7.36 લાખ
પસંદગી પ્રક્રિયા : આ નોકરી માટે ઉમેદવારોના બાયોડેટા અને અનુભવના આધારે ઈન્ટવ્યૂના આધારે પસંદગી કરવામાં આવશે. યોગ્યતા ધરાવતા ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત અને જગ્યાની વિગતો વાંચવાની રહેશે.
અરજી કરવાની પ્રક્રિયા : નોકરી માટે અરજી કરવા માંગતા ઉમેદવારોએ મેનેજિંગ ડાયરેક્ટર બરોડા ડેરી, મરકરપુરા રોડ, વડોદરા 390 009 સરનામે 200 રૂપિયાના નોન રિફન્ડેબલ ડિમાન્ડડ્રાફ્ટ સાથે 30-11-2021 સુધીમાં અથવા પહેલાં અરજી કરવાની રહેશે.