Home /News /career /Sarkari Naukri: BOBમાં મેનેજરની 376 જગ્યાની ભરતી માટે છેલ્લી તક, અહીંથી કરો અરજી

Sarkari Naukri: BOBમાં મેનેજરની 376 જગ્યાની ભરતી માટે છેલ્લી તક, અહીંથી કરો અરજી

BOB Recruitment 2022 : બેંક ઓફ બરોડામાં 105 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકે્શન બહાર પાડવામાં આવ્યું છે.

Bank of Baroda Recruitment 2021 : સિનિયર રિલેશનશીપ મેનેજરની 326 જગ્યા માટે અને ઈ-વેલ્થ રિલેશનશીપ મેનેજરની 50 જગ્યા માટે ભરતી, ફટાફટ જાણો ભરતીની વિગતો

Bank of Baroda Recruitment 2021 : હાલમાં સરકારી નોકરી (Sarkari Naukri) કરવા માંગતા યુવક-યુવતીઓ માટે અપાર તક આવી રહી છે. બેંન્કિંગથી લઈને આઈટી સેક્ટરમાં નોકરીઓની બોલબાલા છે. દરમિયાન દેશની મોટી બેન્ક બેન્ક ઓફ બરોડા દ્વારા 376 જગ્યા માટે બમ્પર ભરતી બહાર પાડવામાં (BoB Recruitment on 376 Posts) આવી છે. કરારા આધારિત આ નોકરીમાં ઉંચો પગાર મળશે તેમજ કેટલીક જગ્યાઓ માટે ગુજરાતમાં કામ કરવાની તક પણ મળશે. આ નોકરી માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 9-12-2021 છે (Bank of Baroda Recruitment 2021 Last  date of Online application). આજે ઉમેદવારો આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરી અને આવેદન કરી શકશે.

જગ્યા : આ ભરતી માટે સિનિયર રિલેશનશીપ મેનેજરની 326 જગ્યા બહાર પાડવામાં આવી છે. જ્યારે ઈ-વેલ્થ રિલેશનશીપ મેનેજરની 50 જગ્યા બહાર પાડવામાં આવી છે. બંને નોકરી માટે 23થી લઈને 35 વર્ષની ઉંમર મર્યાદા રાખવામાં આવી છે.

લાયકાત અને અનુભવ

સિનિયર રિલેશનશીપની 326 જગ્યા માટે ગ્રેજ્યુએટ ઉમેદવારની બે વર્ષની મેનેજમેન્ટમાં માસ્ટર્સ ડિગ્રી હોવી અનિવાર્ય છે. આ ઉપરાંત રિલેશનશીપ મેનેજર તરીકેનો 2 વર્ષનો અનુભવ હોવો અનિવાર્ય છે. લોકલ ભાષાની માહિતી અનિવાર્ય છે. આ અનુભવ અને શિક્ષણ 1-11-2021 મુજબ ગણાશે.

આ પણ વાંચો : Indian Army Technical Graduate Recruitment 2021: આર્મીમાં ભરતી, 56,100 રૂ. સ્ટાઇપેન્ડથી કરો શરૂઆત

ઈ-વેલ્થ રિલેશનશીપ મેનેજરની નોકરી માટે માટે માસ્ટર્સ અથવા ડિપ્લોમાં મેનેજમેન્ટ અને 1.5 વર્ષનો ઈ-વેલ્થ રિલેશનશીપ મેનેજરનો અનુભવ જરૂરી છે. અથવા ડિજિટલ માધ્યમથી હાઇ વેલ્યુ ફાઇનાન્સિયલ પ્રોડક્ટ પર કામ કરવાનો અનુભવ જરૂરી છે.

આ સ્થળો માટે છે ભરતી

આ નોકરી માટે સિનિયરલ રિલેશનશીપ મેનેજરની 25 જગ્યા અમદાવાદ, 5 જગ્યા અલાહબાદમાં, 23 જગ્યા બેંગ્લોરમાં, 13 જગ્યા ચેન્નાઈમાં, 4 કોઇમ્બતુર, 4 ફરિદાબાદ, 8 ગાઝિયાબાદ, ગુરગાવમાં 4 વગેરે છે જ્યારે રાજ્યમાં વડોદરામાં 18, સુરતમાં 11, રાજકોટમાં 7 જગ્યા છે. જ્યારે ઈ-વેલ્થ રિલેશનશીપ મેનેજરની તમામ જગ્યા મુંબઈ સ્થિત છે.

ક્રેડિટ હિસ્ટ્રી : આ નોકરીઓ માટે આવેદન કરનારા ઉમેદવારોનો CIBIL સ્કોર ઓછઆમાં ઓછો 650 કે તેથી વધુ હોવો અનિવાર્ય છે. આ નોકરીઓ તો જ મળી શકે તેમ છે તે અત્રે ટાંકવુ ખાસ જરૂરી છે.

નોકરીની ટૂંકી વિગતો
જગ્યા :376
લાયકાત :ગ્રેજયુએશન+ પોસ્ટ ગ્રેજ્યુએશન
પસંદગી પ્રક્રિયા :જીડી+પીઆઈ
આવેદન કરવાનું માધ્યમ :ઓનલાઇન
આવેદન કરવાની ફી :600 રૂ. અને 100 રૂ.
આવેદન કરવાની અંતિમ તારીખ :9-12-2021
ભરતીની જાહેરાત જોવા માટે :અહીંયા ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે :અહીંયા ક્લિક કરો



કેવી રીતે પસંદ થશે ઉમેદવારો : આ નોકરી માટે અરજી કરવામાં આવેલા ઉમેદવારોને પર્સનલ ઈન્ટરવ્યૂ અને ગ્રુપ ડિસ્કશન માટે બોલાવવામાં આવશે અને ત્યારબાદજ તેની મેરિટના આધારે પસંદગી કરવામાં આવશે. જોકે, અંતિમ નિર્ણય બેંકનો હશે.

આ પણ વાંચો : AICTE Scholarship: ઉચ્ચ અભ્યાસ માટે AICTEની સ્કોલરશીપ, 50,000 રૂપિયા સુધી મળી રહી છે સહાય

ઓનલાઇન અરજી અને ફી

ઓનલાઇન અરજી કરવા માટે ઉપર આપેલી લિંક પર ક્લિક કરી અન લોગી આઈડી કરવાનું રહેશે. ત્યારબાદ તેમાં જઈન રજિસ્ટ્રપેશન કરી અને ફી ભરવાની રહેશે. નોકરી માટે જનરલ, ઓબીસી ઉમેદવારોની ફી 600 રૂપિયા અને એસસી, એસટી, પીડબલ્યુડી, મહિલા ઉમેદવારોની ફી 100 રૂપિયાી છે
First published:

Tags: Bank of baroda, Sarkari Naukri, Sarkari Naukri 2021

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો