Home /News /career /

Bank of Baroda Recruitment 2021: BOBની ભરતીમાં અરજી કરવાની છેલ્લી તક, 76,000 રૂ. સુધી મળશે પગાર

Bank of Baroda Recruitment 2021: BOBની ભરતીમાં અરજી કરવાની છેલ્લી તક, 76,000 રૂ. સુધી મળશે પગાર

BOB IT SO Recruitment 2021 : બેંક ઓફ બરોડામાં નોકરી કરવાની અંતિમ તક, ફટાફટ કરો અરજી

BOB IT SO Recruitment 2021: જો તમે બેન્કમાં નોકરીની તૈયારી કરી રહ્યાં છો તો તમારી માટે એક શાનદાર તક છે. ફટાફટ આજે જ કરો અરજી

    BOB IT SO Recruitment 2021: જો તમે બેન્કમાં નોકરીની તૈયારી કરી રહ્યાં છો તો તમારી માટે એક શાનદાર તક છે. બેન્ક ઓફ બરોડા દ્વારા B.Tech, B.E. અને M Tech ડિગ્રી ધરાવતા યુવાનો માટે વેકેન્સીની જાહેરાત કરવામાં આવી છે. બેન્ક ઓફ બરોડા (Bank of Baroda, BOB)એ આઈટી સ્પેશ્યાલિસ્ટ ઓફિસર ( IT Specialist Officer), ડેટા સાઈન્ટિસ્ટ એન્ડ ડેટા એન્જીનિયર (Data Scientist and Data Engineer)માટે ભરતીની જાહેરાત કરી છે. BOBએ જાહેર કરેલી આ ભરતીમાં કુલ 15 પદો પર ભરતી કરવામાં આવશે.

    આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની આજે અંતિમ તારીખ છે (BOB IT SO Recruitment Last Date of Online application) આમ બેન્ક ઓફ બરોડા સાથે નોકરી કરવા માંગતા યુવાનો આજે ઓનલાઇન અરજી કરી શકે છે.

    આ પદો પર લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો અરજી કરી શકે છે. આ તમામ પદો પર ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, અરજી કરવાની અતિંમ તારીખ 6 ડિસેમ્બર છે. એવામાં અરજીકર્તાએ નિશ્ચિત સમયમર્યાદામાં અરજી કરવી હિતાવહ છે, કેમ કે કેટલીક વખત અંતિમ તારીખ પર ફોર્મ ભરવામાં મુશ્કેલીઓ આવતી હોય છે. આ નોકરીમાં 48000થી 76,000 રૂપિયા સુધી પગાર મળી રહ્યો છે.

    BOB IT SO Recruitment શૈક્ષણિક લાયકાત

    ડેટા સાઈન્ટિસ્ટના પદ પર અરજી કરવા માટે ઉમેદવારે માન્ય ઈન્સ્ટીટ્યૂટથી લધુત્તમ 60 ટકા સાથે B. Tech/ B.E./ M Tech/ M.E કરેલ હોવું જોઈએ. આ ઉપરાંત ડેટા એન્જીનિયરના પદ માટે ઉમેદવાર કોમ્પ્યૂટર સાયન્સ અથવા ઈન્ફઓર્મેશન ટેક્નોલોજીમાં બેચલર ડિગ્રી ધરાવતો હોવો જોઈએ. Cloudera Certified Administrator ક્રેડેન્શિયલ મુકનારા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.

    આ પણ વાંચો :  Railway Recruitment 2021: રેલવેમાં 10-12 પાસ માટે નોકરી, અહીંથી સીધા કરો સરકારી નોકરી માટે આવેદન

    નોકરીની ટૂંકી વિગતો



































    જગ્યા : 15
    લાયકાત : B. Tech/ B.E./ M Tech/ M.E
    પસંદગી પ્રક્રિયા : પરીક્ષા અને જીડી+પીઆઈ
    આવેદન કરવાનું માધ્યમ : ઓનલાઇન
    આવેદન કરવાની ફી : 600 રૂ. અને 100 રૂ.
    આવેદન કરવાની અંતિમ તારીખ : 6-12-2021
    ભરતીની જાહેરાત જોવા માટે : અહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટે : અહીંયા ક્લિક કરો



    BOB IT SO Recruitment પસંદગી પ્રક્રિયા : આ નોકરી માટે પસંદ થનારા ઉમેદવારોએ એક ઓનલાઇન ટેસ્ટ આપવાની રહેશે. આ ટેસ્ટમાં 150 પ્રશ્નો પૂછાશે અને કુલ 225 માર્ક્સની પરીક્ષા પરહેશે. 25 માર્ક્સનું રિઝનીંગ, 25 માર્ક્સની અંગ્રેજી ભાષા, 25 માર્ક્સનું ક્વોન્ટિટિવ એપ્ટીટ્યૂડ, 150 માર્ક્સનું પ્રોફેશનલ નોલેજ પરીક્ષામાં પૂછાશ. આ પરીક્ષામાં સફળ થનારા ઉમેદવારોને ગ્રુપ ડિસ્કશન અને પર્સનલ ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. આ ગ્રુપ ડિસ્કશન અને પર્સનલ ઈન્ટરવ્યૂના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

    આ પણ વાંચો :  Sarkari Naukri: HPCLની ભરતી માટે અરજી કરવાની છેલ્લી તક, 25,000 રૂ. સ્ટાઈપેન્ડથી થશે શરૂઆત

    BOB IT SO Recruitment અરજી ફી

    ઈચ્છુક ઉમેદવારો ધ્યાનમાં રાખે કે 6 ડિસેમ્બર 2021 અથવા તે પહેલા આવેદન કરી શકાશે. ઓનલાઈન આવેદન કર્યા પછી ભવિષ્ય માટે તેની એક પ્રિન્ટ પણ લઈ શકાય છે. Gen/OBC/EWS માટે અરજી કરવાનો ચાર્જ રૂ. 600 અને SC/ST/PWD માટે રૂ. 100 છે. આ ભરતી પ્રક્રિયા સાથે જોડાયેલ વધુ માહિતી માટે @bankofbaroda.in વિઝિટ કરી શકાય છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Banking, BOB, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन