Sarkari Naukri 2021: એર ઈન્ડિયા લિમિટેડમાં વિવિધ પદો પર નોકરીની તક, 17 ઓગસ્ટ પહેલા કરો અરજી

AIL Recruitment 2021: એર ઈન્ડિયા લિમિટેડે સ્ટેશન મેનેજર સહિત વિભિન્ન પદો પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે, જાણો કેવી રીતે કરશો અરજી

AIL Recruitment 2021: એર ઈન્ડિયા લિમિટેડે સ્ટેશન મેનેજર સહિત વિભિન્ન પદો પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે, જાણો કેવી રીતે કરશો અરજી

  • Share this:
    AIL Recruitment 2021. એર ઈન્ડિયા લિમિટેડ (Air India Limited)એ સ્ટેશન મેનેજર સહિત વિભિન્ન પદો પર ભરતી માટે (AIL Recruitment 2021) નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પદો માટે અભ્યર્થી AILની ઓફિશિયલ વેબસાઇટ airindia.in પર અરજી કરી શકે છે. જાહેર નોટિફિકેશન મુજબ 30 ખાલી પદો પર ભરતી કરવામાં આવશે.

    જાહેર નોટિફિકેશન મુજબ, પસંદગી પામેલા ઉમેદવારોની નિયુક્તિ દિલ્હી, હૈદરાબાદ, ચેન્નઈ અને લખનઉ સહિત અનેક શહેરોમાં કરવામાં આવશે.

    AIL Recruitment 2021: આ પદો પર ભરતી થશે

    બીપીઓ ટીમ લીડર- 1 પદ
    મેનેજર (ટ્રેડ સેલ્સ)- 1 પદ
    ઓફિસર/એએમ સેલ્સ (સેલ્સ સપોર્ટ એન્ડ માર્કેટ એનાલિસ્ટ- 1 પદ
    ઓફિસર/એએમ (કસ્ટમર ગ્રીવન્સ)- 1 પદ
    આસિસ્ટન્ટ મેનેજર/ડેપ્યુટી મેનેજર/મેનેજર- 5 પદ
    સ્ટેશન મેનેજર (રેસ્ટ ઓફ ઈન્ડિયા) 14 પદ
    એજીએમ (આઇઓસીસી)- 1 પદ
    આઇટી હેડ- 1 પદ
    એજીએમ (મેડિકલ સર્વિસ)- 1 પદ
    સીનિયર સુપરવાઇઝર (મેડિકલ)- 1 પદ
    ગ્રાઉન્ડ ઇન્ટ્રદઓકટર (ટેકનીકલ/પ્રદર્શન)- 3 પદ

    આ પણ વાંચો, Navy Recruitment 2021: નેવીમાં ધોરણ-10 પાસ માટે વેકન્સી, 6 ઓગસ્ટ સુધીમાં કરો અરજી

    શૈક્ષણિક યોગ્યતા

    બીપીઓ ટીમ લીડરના પદ પર અરજી કરનારા અભ્યર્થીની પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીથી કોઈ પણ સ્ટ્રીમમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. સાથોસાથ અભ્યર્થીને બે વર્ષ કોલ સેન્ટરમાં કામ કરવાનો અનુભવ પણ હોવો જોઈએ. બીજી તરફ, આઇટી હેડના પદો પર અરજી કરનારની પાસે કોમ્યૂણ ટર સાયન્સથી બીટેક કે એમસીએની ડિગ્રી હોવી જોઈએ. એજીએમ (મેડિકલ સર્વિસ) પદ માટે અભ્યર્થીની પાસે એમબીબીએસની ડિગ્રી હોવી જોઈએ.

    ઉંમર મર્યાદા

    આ પદો પર અરજી કરનારા અભ્યર્થીની ઉંમર 35 વર્ષથી 55 વર્ષની વચ્ચે હોવી જોઈએ. બીજી તરફ, અભ્યર્થીઓને સરકારના નિયમ મુજબ, અનામતની છૂટ આપવામાં આવી છે.

    આ પણ વાંચો, Telegram યૂઝર્સ માટે ખુશખબરી, હવે Group Video Callમાં જોડી શકાશે 1000 લોકો!

    AIL Recruitment 2021: પસંદગી પ્રક્રિયા

    આ પદો પર અભ્યર્થીઓની પસંદગી ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હેઠળ કરવામાં આવશે. અભ્યર્થી આ શરતોથી સંબંધિત વધુ જાણકારી માટે જાહેર ઓફિશિયલ નોટિફિકેશનને જોઈ શકો છો.

    AIL Recruitment 2021: અગત્યની તારીખો

    નોટિફિકેશન જાહેર થવાની તારીખ- 28 જુલાઈ 2021
    અરજી કરવાની છેલ્લી તારીખ- 17 ઓગસ્ટ 2021
    ઓફિશિયલ વેબસાઇટ- airindia.in

    અહીં જુઓ નોટિફિકેશન
    Published by:Mrunal Bhojak
    First published: