Sarkari naukri : એઇમ્સમાં 12 પાસ માટે ઑપરેશન થિએટર આસિસ્ટન્ટની ભરતી, 20 હજાર પગાર મળશે

એઇમ્ઝસ ઝ્ઝરમાં સરકારી નોકરી માટે કરાર આધારિત ઑપરેશન થિયેટરની પોસ્ટ ફટાફટ કરો એપ્લાય

Sarkari naukri : બીઈસીઆઈએલ દ્વારા એઈમ્સ ઝ્ઝર માટે ઑપેરશન થિયેટર આસિસ્ટન્ટની નોકરી બહાર પાડવાાં આવી છે. જાણો કેવી રીતે કરશો એપ્લિકેશન , કોના માટે છે રોજગારીની તક

  • Share this:
    Sarkari naukri: દેશમાં ધીરે ધીરે કોરોનાની વાયરસની બીજી લહેરમાંથી અર્થતંત્ર બહાર આવી રહ્યુ છે (Indian Economy after Second wave of Coronavirus). આ સાથે જ દેશમાં ખાનગી અને સરકારી નોકરીઓ માટે વિવિધ તકો ખુલી રહી છે (Employment in Private and government Sector) દરમિયાનમાં તાજેતરમાં જ બ્રૉડકાસ્ટ એન્જિનિયરીંગ કન્સલ્ટન્સ ઇન્ડિયા લિમિટેડ (BECIL) દ્વારા એઇમ્સમાં સરકારી નોકરીની ભરતી માટે આવેદન બહાર પાડવામાં આવી છે. એઇમ્સ ઝઝરમાં ઑપરેશન થિયેટર આસિસ્ટન્ટ માટે નોકરીની તક છે અને તેના માટે આવેદનો મંગાવવામાં આવ્યા છે (AIIMS Jhajar Jobs for Operation Theatre Assistant). આ નોકરી માટે આવેદન કરી શકાય છે. જોકે, આ નોકરીની તક સંપૂર્ણ પણે કરાર આધારિત છે.

    નોટિફિકેશન બેસીલની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યું છે જેના મુજબ કરાર આધારિત આ સરકારી નોકરીમાં 12મી પાસ અથવા તો બીએસસી સાથે અન્ય કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાં ઑપરેશન થિએટર ટેકનિકનો કોર્સ કરેલો હશે તેમને નોકરી માટે તક મળી શકે છે. જોકે, ઉમેદવારની ઉંમર મર્યાદા 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ

    વેકેસન્સીની સંખ્યા અને પગાર

    નોટિફિકેશન મુજબ એઇમ્સ ઝઝરમાં કુલ 04 પદ માટે વેકેન્સી બહાર પાડવામાં આવી છે. આના માટે ઑપરેશન થિએટરનો 5 વર્ષનો અનુભવ હોય તેવા ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે. નોકરી માટે પગારની માત્રા 20,202 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જોકે, નોકરી કરાર આધારિત રહેશે.

    નોકરી માટે શૈક્ષણિક લાયકાત

    ઑપરેશન થિયેટર આસિસ્ટન્ટની આ નોકરી માટે ધોરણ 12 પાસ અથવા તો બીએસસી ગ્રેજ્યુએટ્સને તક મળી શકે છે.ઑપરેશન થિયેટરનો પાંચ વર્ષનો અનુવ ધોરણ 12 પાસ માટે માંગવામાં આવ્યો છે જ્યારે બીએસસઈ કરેલા ઉમેદવારો માટે એક વર્ષનો અનુભવ માંગવામાં આવ્યો છે. નોટિફિકેશન મુજબ ઑપરેશન થિયેટરનો સર્ટિફિકેટ અથવા ડિપ્લોમા ક્રોસ કરનાર ઉમેદવારને આમાં પણ પ્રાથમિકતા આપવામાં આવશે.

    આ પણ વાંચો :  IT JOBS: ફ્રેશર્સના આવશે 'અચ્છેદિન,' ટોચની IT કંપનીઓમાં 1 લાખ ગ્રેજ્યુએટ્સની ભરતી થશે

    એપ્લિકેશન ફી

    ઑપરેશન થિયેટર આસ્સિટન્ટની નોકરી માટે આ કેટેગરીમાં જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 750 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે જ્યારે ઑબીસી કેટેગરીના ઉમેદવારો માટે 750 રૂપિયા, એસસી, એસટી માટે 450 રૂપિયા, એક્સ સર્વિસમેન માટે 750 રૂપિયા, મહિલાઓ માટે 750 રૂપિયા અને ડબલ્યૂઈસ અને દિવ્યાંગજનો માટે 450 રૂપિયા ફીસ નક્કી કરવામાં આવી છે.


    આ પણ વાંચો :   Sarkari Naukri 2021: લેક્ચરરની 1300થી વધુ જગ્યા માટે સરકારી નોકરીની તક, આજે ફોર્મ ભરવાની અંતિમ તારીખ, ફટાફટ કરો એપ્લાય


    કેવી રીતે કરશો એપ્લાય

    આ નોકરી માટે બીઈસીઆઈએલની વેબસાઇટ પરથી આવેદન કરવાનું રહેશે. નોકરી મેળવવા માટે આ વેબસાઇટ પર જઈને becil.com પર ક્લિક કરીન ફોર્મ ભરી શકાશે. અહીંયા આપવામાં આવેલા આવેદનમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.
    Published by:Jay Mishra
    First published: