(The Agriculture Insurance Company of India AIC Recruitment 2021 : નેશનલ એગ્રીકલ્ચરલ ઈનશ્યૂરન્સ કંપનીમાં ભરતી, ફટાફટ કરો અરજી
Agriculture Insurance Company of India recruitment : એગ્રીકલ્ચર ઈન્શ્યોરન્સ કંપની ઓફ ઈન્ડિયા દ્વારા મેનેજમેન્ટ ટ્રેઈની અને હિન્દી ઓફિસરના પદો માટે અરજી મંગાવવામાં આવી રહી છે.
Agriculture Insurance Company of India recruitment : એગ્રીકલ્ચર ઈન્શ્યોરન્સ કંપની ઓફ ઈન્ડિયા (The Agriculture Insurance Company of India (AIC Recruitment 2021 ) દ્વારા મેનેજમેન્ટ ટ્રેઈની અને હિન્દી ઓફિસરના પદો માટે અરજી મંગાવવામાં આવી રહી છે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો AICની ઓફિશિયલ વેબસાઈટ aicofindia.com પર અરજી કરી શકે છે. અરજી કરવાનો સમયગાળો 23 નવેમ્બરથી 13 ડિસેમ્બર સુધીનો રહેશે. 13 ડિસેમ્બરે અંતિમ તારીખ પછી કરવામાં આવેલી અરજીઓ સ્વીકરવામાં આવશે નહીં.
જણાવી દઈએ કે મેનેજમેન્ટ ટ્રેઈની માટે 30 પદો અને હિન્દી ઓફિસર માટે 1 પદ પર ભરતી કરવામાં આવી રહી છે. એગ્રીકલ્ચર ઈન્શ્યોરન્સ કંપની ઓફ ઈન્ડિયામાં ખાલી પડેલા પદો પર અરજી કરવાની લાયકાત, પ્રક્રિયા અને અન્ય વિગતો માટે આર્ટિકલ અંત સુધી વાંચો.
AIC RECRUITMENT 2021: લાયકાત-શૈક્ષણિક લાયકાત:
મેનેજમેન્ટ ટ્રેઈની માટે: સંબંધિત વિષયમાં માન્ય ઈન્સ્ટીટ્યૂટ અથવા યૂનિવર્સિટીથી સ્નાતક અથવા અનુસ્નાતક લધુત્તમ 60 ટકા માર્ક સાથે પાસ કર્યું હોય. SC/ST વર્ગના ઉમેદવારો લધુત્તમ 55 ટકા માર્ક સાથે યોગ્ય લાયકાત ધરાવતા હોય.
હિન્દી ઓફિસર: હિન્દી ઓફિસર માટે ઉમેદવાર હિન્દી અથવા અંગ્રેજી સાથે હિન્દી ટ્રેન્સલેશનમાં અનુસ્નાતક અને કોઈ એક વિષય સાથે લધુત્તમ 60 ટકા ગુણ સાથે સ્નાતક હોવો જોઈએ. જે ઉમેદવારો દિન્દી અને અંગ્રેજી સાથે સંસ્કૃતમાં પણ સ્નાતક અને અનુસ્નાતકની ડિગ્રી ધરાવે છે, તે ઉમેદવારો પણ અરજી કરી શકે છે.
વય મર્યાદા: અરજી કરનાર ઉમેદવારનો જન્મ 1 નવેમ્બર 1991 અથવા તે પછી અને 31 ઓક્ટોબર, 2000 પહેલાનો હોવો જોઈએ. આ પદો પર અરજી કરવા માટેની ઓછામાં ઓછી વયમર્યાદા 21 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ છે.
ભરતીની માહિતી
જગ્યા
31
શૈક્ષણિ લાયકાત
સંબંધિત વિષયમાં માન્ય ઈન્સ્ટીટ્યૂટ અથવા યૂનિવર્સિટીથી સ્નાતક અથવા અનુસ્નાતક લધુત્તમ 60 ટકા માર્ક સાથે પાસ
સ્ટેપ 1: AICની ઓફિશિયલ વેબસાઈટ ઓપન કરો.
સ્ટેપ 2: હોમપેજ ઓપન થયા પછી લેટેસ્ટ સિલેક્શન પર ક્લિક કરો અને ભરતી જાહેરાતની લિંક ઓપન કરો.
સ્ટેપ 3: આ પછી ઓપન થતા પેજમાં એપ્લિકેશન લિંક પર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરો.
સ્ટેપ 4: લોગીન કરવા માટેની વિગતો સેવ કરો અને એપ્લિકેશન ફોર્મ ભરો.
સ્ટેપ 5: એપ્લિકેશન કરવાની ફી (રૂ. 1000) ભરો અને એપ્લિકેશન ફોર્મ સબમીટ કરો.
સ્ટેપ 6: ભવિષ્યમાં રેફરન્સ માટે ફોર્મની પ્રિંન્ટ લઈ લો.
AIC RECRUITMENT 2021: પસંદગી પ્રક્રિયા
અરજી કરનાર ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ઓનલાઈન પરિક્ષા અને ઈન્ટરવ્યૂના આધારે તૈયાર કરવામાં આવેલી શોર્ટલિસ્ટના આધારે કરવામાં આવશે. 150 માર્કની ઓનલાઈન પરીક્ષા માટે ઉમેદવારોને 150 મિનીટનો સમય આપવામાં આવશે. જેમાં દરેક ખોટા જવાબ પર 0.25 માર્ક માઈનસ કરવામાં આવશે. આ પરીક્ષામાં સામાન્ય, OBC, EWS ઉમેદવારોએ ઓછામાં ઓછા 60 ટકા માર્ક મેળવવા ફરજીયાત છે. જ્યારે SC અને ST ઉમેદવારોએ ઓછામાં ઓછા 55 ટકા માર્ક મેળવવા ફરજીયાત છે. ઓનલાઈન પરીક્ષા જાન્યુઆરી 2022માં યોજવામાં આવશે.