Home /News /career /Sarkari Nuakri: Airforceમાં પરીક્ષા દ્વારા ભરતી, 1,77,500 રૂ.સુધી મળી રહ્યો છે પગાર
Sarkari Nuakri: Airforceમાં પરીક્ષા દ્વારા ભરતી, 1,77,500 રૂ.સુધી મળી રહ્યો છે પગાર
AFCAT 2022 : 1 ડિસેમ્બરથી એરફોર્સની વેબસાઇટ પરથી કોમન એડમિશન ટેસ્ટ માટે અરજી કરી શકાશે.
AFCAT Notification : ભારતીય વાયુ સેના (Indian Air Force Recruitment)એ હાલમાં જ એર ફોર્મસ કોમન એડમિશન ટેસ્ટ (AFCAT Notification ) માટે એક નોટીફીકેશન (Job Notification) જાહેર કર્યુ છે
AFCAT : ભારતીય વાયુ સેના (Indian Air Force Recruitment)એ હાલમાં જ એર ફોર્મસ કોમન એડમિશન ટેસ્ટ (AFCAT Notification ) માટે એક નોટીફીકેશન (Job Notification) જાહેર કરી છે. આ કોર્સ જાન્યુઆરી, 2023થી શરૂ થનાર છે. જે માટેના અરજી ફોર્મ 1 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર, 2021 સુધી ભરી શકાશે. આ ભરતી દ્વારા 317 જેટલી ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જો તમે પણ ભારતીય વાયુ સેના (Job in IAF)માં કામ કરવાની ઇચ્છા ધરાવતા હોય તો ઓફિશ્યલ વેબસાઇટ afcat.cdac.in પર જઇને અરજી ફોર્મ ભરી શકો છો.
IAF એ ફ્લાઈંગ બ્રાન્ચ અને પર્મેનન્ટ કમિશન (PC) અને ગ્રાઉન્ડ ડ્યુટી (ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ) માં શોર્ટ સર્વિસ કમિશન (એસએસસી)ના માટે ઑનલાઇન અરજીઓ મંગાવી છે.
શૈક્ષણિક લાયકાત
અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો માટે અમુક શૈક્ષણિક લાયકતો નક્કી કરવામાં આવી છે. જેમાં ગણિત અને ફિઝીક્સ સાથે ધોરણ-12 પાસ કરેલું હોવું જરૂરી છે. આ ઉપરાંત આ બંને વિષયોમાં તેમણે ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ મેળવ્યા હોવા જોઇએ. ઉમેદવારે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી 60 ટકા માર્ક્સ સાથે BE અથવા BTech ડિગ્રી સાથે ગ્રેજ્યુએશ પણ પૂર્ણ કરેલું હોવું જોઈએ.
વય મર્યાદા
ફ્લાય બ્રાન્ચમાં અરજી કરવા ઇચ્છુકોની ઉંમર 1 જાન્યુઆરી, 2023 સુધીમાં 20થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ જ્યારે ગ્રાઉન્ડ ડ્યુટી (ટેક્નિકલ અને નોન ટેક્નિકલ) માટે અરજી કરનારાઓની ઉંમર 20થી 26 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
પસંદગી AFCATની 100 પ્રશ્નોની લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે. ઉમેદવારોને પરીક્ષા લખવા માટે બે કલાકનો સમયગાળો આપવામાં આવશે. જેઓ લેખિત પરીક્ષા પાસ કરે છે તેઓને ઓફિસરની ઇન્ટેલિજન્સ રેટિંગ ટેસ્ટ, પિક્ચર પર્સેપ્શન અને ડિસ્કશન ટેસ્ટ અને સાયકોલોજિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. ત્યાર પછી ગૃપ ડિસ્કશન અથવા ઇન્ટરવ્યુ રાઉન્ડ દ્વારા પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
પગારધોરણ
ઉપરોક્ત પદો માટે પસંદગી પામનાર ઉમેદવારોને રૂ. 56,100થી રૂ.1,77,500 સુધીનો પગાર આપવામાં આવશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર