Sarkari Naukri NHAI Recruitment : નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI Recruitment 2021 ) દ્વારા 73 ડેપ્યુટી મેનેજર (Deputy Manager (Technical) ના ખાલી પડેલા પદો પર ભરતી માટે ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી રહી છે.
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI Recruitment 2021 ) દ્વારા 73 ડેપ્યુટી મેનેજર (Deputy Manager (Technical) ના ખાલી પડેલા પદો પર ભરતી માટે ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી રહી છે. જે ઉમેદવારો ઈન્ડિયન એન્જીનિયરિંગ સર્વિસ (I.E.S) એક્ઝામિનેશન (Civil) 2020માં ઈન્ટરવ્યૂમાં હાજર રહી ચુક્યા હોય તેવા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી રહી છે. અરજી કરવાની અંતિમ તારીખ પર આ ઉમેદવારો જે UPSCA આપી ચુક્યા છે, તેમની પાસે ફરજીયાત પણે માન્ય યૂનિવર્સિટી અથવા ઈન્સ્ટીટ્યૂટની સિવિલ એન્જીનિયરિંગની ડિગ્રી હોવી જોઈએ.
તમામ અરજીકર્તાઓ માટે જાહેરાતમાં જણાવવામાં આવેલ નિર્ધારિત શરતોને પૂર્ણ કરવી અને પદ માટે જણાવેલ તમામ લાયકાત હોવી જરૂરી છે. કોઈપણ ઉમેદવારે અરજી કરતા પહેલા પદ માટે માગવામાં આવેલ લાયકાત પોતે ધરાવે છે કે કેમ તે અંગેની ચકાસણી કરી લેવી યોગ્ય છે.
જાહેરાતમાં પદ માટે ન્યૂનતમ લાયકાતો અને ક્વોલિફિકેશન જણાવવામાં આવી છે, જો કોઈ ઉમેદવાર પાસે તે લાયકાત ન હોય તો તે આ પદનો દાવેદાર નહીં ગણાય.
NHAI DM Recruitment 2021: વય મર્યાદા
આ પદ માટે અરજી કરનાર વ્યક્તિની ઉંમર અરજી કરવાની અંતિમ તારીખ સુધી વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ. સીધી ભરતી માટે જાહેરાત કરવામાં આવેલા પદ પર વધુ વય પર સરકારી નિયમો અનુસાર છૂટછાટ આપવામાં આવશે. જેમાં વિવિધ ગ્રુપ અને કેટેગરી માટે આ છૂટછાટો લાગૂ રહેશે.
આ પદો પર ઉમેદવારોની પસંદગી UPSC દ્વારા લેવામાં આવેલી ઈન્ડિયન એન્જીનિયરિંગ સર્વિસ પરીક્ષા 2020ના મેરિટ (લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂ) ના આધાર પર કરવામાં આવશે.
જણાવી દઈએ કે અરજીકર્તાઓ માત્ર ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી ફોર્મ ભરવા માટે આ નીચે જણાવેલી પ્રોસેસ કરી શકો છો.
- અરજીકર્તાઓ NHAIની ઓફિશિયલ વેબસાઈટ http://www.nhai.gov.in પર જઈ ઓનલાઈન અરજી કરી શકે છે. આ વેબસાઈટ ગૂગલ ક્રોમ અને મોજીલા ફાયરફોક્સ દ્વારા ઓપન કરી શકાશે.
- About Us> Recruitment> Vacancies> Current> Click on the advertisement of Deputy Manager (Technical)> Online Application આ સ્ટેપ્સ ફોલો કરો.
- અહીં જણાવવામાં આવેલા દસ્તાવેજ તમારે અપલોડ કરવાના રહેશે. – ફોટોગ્રાફ, સિગ્નેચર, ધોરણ 10 માર્કશીટ (જન્મના પ્રમાણ તરીકે), E.S પરીક્ષામાં હાજર રહ્યાં હોય તેનો કોલ લેટર, સિવિલ એન્જીનિયરિંગની પરીક્ષામાં પાસ થયા હોય તેની ડિગ્રી, જાતિનુ પ્રમાણપત્ર, I.E.S પરીક્ષા 2020ની લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂની UPSC દ્વારા આપવામાં આવેલી ફાઈનલ માર્કશીટ.
- હવે 'Next' બટન પર ક્લિક કરો, તમને એપ્લિકેશન પ્રીવ્યૂ જોવા મળશે.
- ત્યાં જ તમને એડિટ (Edit)અને સબમીશન (Submit) બટન પણ જોવા મળશે.
- એપ્લિકેશન ફોર્મ સબમીટ કર્યા બાદ ભરવામાં આવેલી તમામ વિગતોના સંદર્ભે તમને એપ્લીકેશન અકનોલેજમેન્ટ (Application Acknowledgement) અને યૂનિક રેફરન્સ નંબર (Unique Reference Number) મળી જશે જે જાતે જનરેટ થશે.
- અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો અંતિમ તારીખની રાહ જોવા કરતા તાત્કાલિક ધોરણે અરજી કરે તે વધુ યોગ્ય રહેશે.
NHAI DM Recruitment 2021: અગત્યની તારીખ
અરજી કરવાની શરૂઆતી તારીખ
1 નવેમ્બર, 2021
અરજી કરવાની અંતિમ તારીખ
30 નવેમ્બર, 2021
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર