TNPSC Recruitment 2022: પબ્લિક સર્વિસ કમિશનમાં (Public Service Commission)નોકરી (Sarkari Naukri)મેળવવા માંગતા યુવાઓ માટે ગુડ ન્યૂઝ છે. આ માટે TNPSC એ સંયુક્ત સિવિલ સેવા પરીક્ષા-1 (ગ્રુપ-1 સેવાઓ) માં સામેલ જગ્યા (TNPSC Recruitment 2022) પર ભરતી માટે અરજી મંગાવી છે. ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર જે આ પદો માટે અરજી કરવા માંગે છે તે TNPSC ની આધિકારિક વેબસાઇટ tnpsc.gov.in પર જઇને એપ્લાય કરી શકે છે. આ પદો પર અરજી કરવાની અંતિમ તારીખ 22 ઓગસ્ટ છે.
ઉમેદવારો સીધા આ લિંક apply.tnpscexams.in/apply-now?app ના માધ્યમથી આ જગ્યા પર અરજી કરી શકે છે. સાથે આ લિંક TNPSC CCSE Recruitment 2022 Notification PDF પર ક્લિક કરીને આધિકારિક નોટિફિકેશન ચેક કરી શકે છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કુલ 92 જગ્યા ભરવામાં આવશે. તેમાં ડિપ્ટી કલેક્ટર માટે 18, પોલીસ ઉપાધીક્ષક (શ્રેણી-1) માટે 26, સહાયક આયુક્ત (વાણિજ્ય કર) માટે 25, સહકારી સમિતિઓના ડિપ્ટી રજિસ્ટ્રાર માટે 13, સહાયક નિર્દેશક, ગ્રામીણ વિકાસ માટે 7 અને તમિલનાડુ સામાન્ય સેવામાં જિલ્લા રોજગાર અધિકારી માટે 3 જગ્યા સામેલ છે.
TNPSC Recruitment 2022 માટે મહત્વપૂર્ણ તારીખો
ઓનલાઇન અરજી કરવાની તારીખ - 21 જુલાઇ ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ - 22 ઓગસ્ટ
ઉમેદવારોને સેલેરી તરીકે લેવલ-22 અંતર્ગત 56100 થી 205700 રૂપિયા આપવામાં આવશે.
ONGC માં એસોસિયેટ અને જુનિયર કન્સલ્ટન્ટ માટે ભરતી
ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC) એ 8 જેટલી ખાલી જગ્યાઓની ભરતી બહાર પાડી છે. (career at ONGC) રસધરાવતા લાયક ઉમેદવારો,જુનિયર કન્સલ્ટન્ટ્સ અને એસોસિયેટ કન્સલ્ટન્ટની જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરી શકે છે. (ONGC Job Opportunity) પસંદ કરાયેલા ઉમરદવારોને બે વર્ષના સમયગાળા માટે કરાર આધારિત નિયુક્ત કરવામાં આવશે. ONGCની સત્તાવાર વેબસાઈટ પર જઈ કંપની વિશે જાણી શકો છો.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર