Home /News /career /Sarkari Naukri 2022: હાઇકોર્ટમાં વિવિધ પદો પર ભરતી, 40 હજાર સુધી મળશે પગાર

Sarkari Naukri 2022: હાઇકોર્ટમાં વિવિધ પદો પર ભરતી, 40 હજાર સુધી મળશે પગાર

સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે

Sarkari Naukri 2022: સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. સાથે જ સરકારી નોકરી સાથે માયાનગરી મુંબઇમાં સેટલ થવાનો પણ આ એક ઉત્તમ ચાન્સ માની શકાય.

    મુંબઇ: સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. સાથે જ સરકારી નોકરી સાથે માયાનગરી મુંબઇમાં સેટલ થવાનો પણ આ એક ઉત્તમ ચાન્સ માની શકાય. બોમ્બે હાઇકોર્ટે સોફ્ટવેર પ્રોગ્રામર અને ડેટા એન્ટ્રી ઓપરેટરના પદો માટે ભરતી બહાર પાડી છે. જે ઉમેદવારો સોફ્ટવેર પ્રોગ્રામર અને ડેટા એન્ટ્રી ઓપરેટરની જગ્યા માટે ઇચ્છુક છે તેઓ બોમ્બે હાઇકોર્ટની વેબસાઇટ bombayhighcourt.nic.in પર જઇને ઓનલાઇન અરજી કરી શકે છે. બોમ્બે હાઇકોર્ટ હાઇકોર્ટ ભરતી 2022 માટે ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ 12 ઓક્ટોબર, 2022 છે.

    સોફ્ટેવેર પ્રોગ્રામર અને ડેટા એન્ટ્રી ઓપરેટરની ભરતી બોમ્બે હાઇકોર્ટની નાગપુર અને ઔરંગાબાદ બેન્ચ માટે થઇ રહી છે. આ નિયમિત ભરતી નથી. ઉમેદવારોની ભરતી કોન્ટ્રાક્ટ આધારિત હશે. આ માટે ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે.

    બોમ્બે હાઇકોર્ટ ભરતી 2022 વેકેન્સી ડિટેલ

    કુલ વેકેન્સી - 76
    ડેટા એન્ટ્રી ઓપરેટર - 50
    સોફ્ટવેર પ્રોગ્રામર - 26

    આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત

    સોફ્ટવેર પ્રોગ્રામર/ડેવલોપર/કોડર- કોમ્પ્યુટર સાયન્સ/ એપ્લીકેશન/ કોમ્પ્યુટર મેનેજમેન્ટ અથવા તેની સમકક્ષ ડિગ્રી. એક વર્ષનો પ્રોગ્રામિંગ અનુભવ.

    ડેટા એન્ટ્રી ઓપરેટર- આ પદ માટે અરજી કરનાર ઉમેદવાર ગ્રેજ્યુએટ હોવા જોઇએ. કોમ્પ્યુટર સાયન્સમાં ડિગ્રી ધરાવનાર ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. ગવર્નમેન્ટ કોમર્શિયલ સર્ટિફિકેટ પરીક્ષા પાસ હોવા જોઇએ. કોમ્પ્યુટર પર ઇંગ્લિશ ટાઇપિંગ સ્પીડ ઓછામાં ઓછી 40 શબ્દો પ્રતિ મિનિટ હોવી જોઇએ. કોમ્પ્યુટર પ્રોફિસિએન્સી સર્ટિફિકેટ પણ જોઇએ.

    કેટલી મળશે સેલરી?

    સોફ્ટવેર પ્રોગ્રામર/ડેવલોપર/કોડર - 40,894 રૂપિયા પ્રતિ માસ
    ડેટા એન્ટ્રી ઓપરેટર - 31,064 રૂપિયા પ્રતિ માસ

    બોમ્બે હાઇકોર્ટ ભરતી નોટિફિકેશન 2022
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Career and Jobs, Government job, Nokari

    विज्ञापन
    विज्ञापन