Home /News /career /શું તમે ITI કે 10 પાસ છો? તો કોસ્ટ ગાર્ડમાં નોકરી મેળવવાની છે સુવર્ણ તક, અરજીઓ શરૂ
શું તમે ITI કે 10 પાસ છો? તો કોસ્ટ ગાર્ડમાં નોકરી મેળવવાની છે સુવર્ણ તક, અરજીઓ શરૂ
Indian Coast Guard Recruitment 2022 Sarkari Naukri 2022
Indian Coast Guard Recruitment 2022 Sarkari Naukri 2022: અરજી કરતા પહેલા, ઉમેદવારે આપેલી આ બધી મહત્વપૂર્ણ બાબતો ધ્યાનથી વાંચવી જોઈએ. ઉપરાંત, કોઈપણ ઉમેદવાર જે ભારતીય કોસ્ટ ગાર્ડમાં નોકરી કરવા માંગે છે તેઓ આ ભરતી પ્રક્રિયા હેઠળ અરજી કરી શકે છે.
Indian Coast Guard Recruitment 2022: ભારતીય કોસ્ટ ગાર્ડે સિવિલિયન એમટી ડ્રાઈવર અને અન્ય જગ્યાઓ (ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી 2022) ભરવા માટે અરજીઓ આમંત્રિત કરી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો કે જેઓ આ જગ્યાઓ માટે અરજી કરવા માંગે છે તેઓ ભારતીય કોસ્ટ ગાર્ડની ઓફિશિયલ વેબસાઇટ, indiancoastguard.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
આ ઉપરાંત, ઉમેદવારો આ પોસ્ટ્સ (ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી 2022) માટે આ લિંક https://indiancoastguard.gov.in/ પર ક્લિક કરીને સીધી અરજી પણ કરી શકે છે. ઉપરાંત, આ લિંક દ્વારા Indian Coast Guard Recruitment 2022 Notification PDF, તમે સત્તાવાર સૂચના પણ ચકાસી શકો છો. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 9 જગ્યાઓ ભરવામાં આવશે.
ઉમેદવારો પાસે સત્તાવાર સૂચનામાં આપવામાં આવેલી સંબંધિત લાયકાત હોવી જોઈએ.
ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી 2022 માટે વય મર્યાદા
ઉમેદવારોની વય મર્યાદા 18 વર્ષથી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
પાર્ટ ટાઈમ જોબ શોધતા લોકો માટે અન્ય એક જાહેરાત...
Part Time Job: ઈન્ડિયન સ્ટાફિંગ ફેડરેશનના વાઈસ પ્રેસેડેન્ટ ફરહાન આઝમીએ આ અંગે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, લગભગ ત્રણ લાખ લોકો માટે ટેમ્પરરી નોકરીની તક ઊભી થઈ શકે છે. રિક્રૂટટર્સે આ મહિનાથી બ્લૂ કોલર જોબ્સ માટે 43 ટકા લોકોને નોકરી પર રાખવાની આશા વ્યક્ત કરી છે.
આગામી તહેવારોની સીઝનમાં દિવાળીથી લઈને ક્રિસમસ સુધી લોજિસ્ટીક, ફૂડ ડિલીવરી, મેન્યુફેક્ચરિંગ, ઈ-કોમર્સ અને ઓટોમોબાઈલ ક્ષેત્રે નોકરીમાં ઉછાળો જોવા મળ્યો છે અને આ દરમિયાન હાયરિંગમાં 30 થી 35 ટકાની વૃદ્ધિ થઈ શકે છે, તેવું ટીમલીઝના લેટેસ્ટ એમ્પ્લોયમેન્ટ આઉટલુક રિપોર્ટ (Teamlease’s latest Employment Outlook Report)જણાવાયું છે. આ સમચારને વધુ વિગતવાર વાંચવા માટે અહી ક્લિક કરો
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર