નવી દિલ્હી. કોલ ઈન્ડિયા લિમિટેડની (Coal India Limited) એક સબ્સિડરી કંપનીમાં ધોરણ-10 બાદ આઇટીઆઇ (ITI) કરનારા માટે ભરતી પ્રક્રિયા (Recruitment) હાથ ધરવામાં આવી રહી છે. વેસ્ટર્ન કોલફીલ્ડ્સ લિમિટેડે (Western Coalfields Limited) એક વર્ષની અપ્રેન્ટિસ ટ્રેનિંગનું (Apprentice Training) નોટિફિકેશન બહાર પાડ્યું છે. વેસ્ટર્ન કોલફીલ્ડ્સ લિમિટેડ અપ્રેન્ટિસ ભરતી 2021 (Western Coalfields Limited Apprentice Recruitment 2021) હેઠળ કુલ 965 વેકન્સી છે. ભરતીનું નોટિફિકેશન વેસ્ટર્ન કોલફીલ્ડ્સ લિમિટેડની વેબસાઇટ westerncoal.in પર જઈને પ્રાપ્ત કરી શકાય છે. તેના માટે અરજી પ્રક્રિયા 6 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 21 સપ્ટેમ્બર સુધી ચાલશે.
ગુજરાત હાઈકોર્ટમાં 21 પદ માટે સિસ્ટમ ઓફિસર અને સિસ્ટમ આસિસ્ટની ભરતી
ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) સિસ્ટમ ઓફિસર અને સિસ્ટમ આસિસ્ટન્ટના પદ માટે નોટિફિકેશન (Job Notification) જાહેર કરી છે. આ નોટિફિકેશન કુલ 21 પદો માટે જાહેર કરવામાં આવ્યું છે. આ પદો પર 24 ઓગસ્ટથી અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ઈચ્છુક ઉમેદવાર 16 સપ્ટેમ્બર 2021 સુધી આ પદો માટે ઓનલાઈન (Online Application) અરજી કરી શકે છે.
ભારતીય રેલવેમાં નોકરી કરવાની સુવર્ણ તક છે. આ માટે (Indian Railway Recruitment 2021) ભારતીય રેલવેમાં ઉત્તર મધ્ય રેલવે (NCR), પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ હેઠળ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ આવતીકાલે એટલે પહેલી સપ્ટેમ્બર છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો જેમણે આ પોસ્ટ્સ માટે હજુ સુધી અરજી કરી નથી તેઓ rrcpryj.org પર ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી કરી શકે છે. આ પોસ્ટ્સ માટે અરજી પ્રક્રિયા 2 ઓગસ્ટથી શરૂ થઇને 1 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર