Sarkari Naukri 2021: લેક્ચરરની 1300થી વધુ જગ્યા માટે સરકારી નોકરીની તક, આજે ફોર્મ ભરવાની અંતિમ તારીખ, ફટાફટ કરો એપ્લાય

ઉત્તર પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેક્ચરરના વિવિધ પદો પર 1300થી વધુ જગ્યા પર નોકરીની તક

Sarkari Naukri Result 2021: આ નોકરી માટે ગુજરાતના વિદ્યાર્થીઓએ રાજ્ય બહાર જવું પડશે પરંતુ ભરતીની છે મોટી તક, જાણો શૈક્ષણિક લાયકાક, ઉમેદવારી કરવાની રીત અને વિભાગ મુજબ જગ્યા

  • Share this:
    Sarkari Naukri Result 2021: જો તમે ટેકનિકલ એજ્યુકેશન ક્ષેત્રમાં (Technical Education Degree Holders) ડિગ્રી ધરાવો છે અને આ જ ક્ષેત્રમાં શિક્ષક બનવાની ઇચ્છા છે તો તમારા માટે સરકારી નોકરીના મોટા સમાચાર (Government Jobs For Technical Education - Lecturer) આવી ગયા છે. જોકે, આ નોકરી કરવા માટે રાજ્ય બહાર જવું પડશે પરંતુ સરકારી નોકરીની તક મળશે. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશની ઉત્તર પ્રદેશ લોક સેવા આયોગ (UPPSC) દ્વારા લેક્ચરર માટેની સૌથી મોટી ભરતી બહાર પાડવામાં આવી છે (UPPSC Lecturer Recruitment 2021 ) આપણે ત્યાં કહેવત છે કે 'કઈક મેળવવા માટે કઈક ગુમાવવું પડે' આમ જો તમે આ ઉમેદવારી માટે લાયક હોવ તો સરકારી નોકરી મેળવવા માટે ઉત્તર પ્રદેશ સરકારની (Uttar pradesh public Service Commision Jobs) આ ભરતીમાં ટ્રાય કરી શકો છો. 15 સપ્ટેમ્બરથી આ ભરતી પ્રક્રિયા માટે ફોર્મ ભરાવવાની શરૂઆત થઈ હતી જેનો આજે અંતિમ દિવસ છે એટલે કે આજે આ નોકરીઓ માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે.

    કુલ 1370 સરકારી ખાલી જગ્યા માટે આ ભરતી કરવામાં આવશે. આ ભરતીમાં ઉમેદવારોએ નોટિફિકેશન સારી રીતે વાંચી અને ભરતી કરવાની રહેશે. ડો તમે આ ઉમેદવારીને લાયક હોવ તો તમારા માટે આ સોનેરી તક છે.

    UPPSC Recruitment 2021 શૈક્ષિણક યોગ્યતા

    લેક્ચરરના આ પદ માટે સરકારી નોકરી મેળવવા માટે કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાં જે-તે વિભાગની નોકરીને અનુલક્ષીને એન્જિનિયરીંગ અથવા તો તેને સંલગ્ન ડિગ્રી હોવાની અનિવાર્ય છે. શૈક્ષણિક યોગ્યતા સમજવા માટે નોટિફિકેશન્સ ખાસ વાંચવું જોઈએ.

    UPPSC Recruitment 2021 ઉંમર મર્યાદા

    આ 1300 કરતાં વધુ પદની સરકારી નોકરી માટે ઉમેદવારોની ઉંમર 35 વર્ષથી લઈને 50 વર્ષની વચ્ચે હોવી અનિવાર્ય છે. જોકે, ઉંમર મર્યાદાની વધુમાં વધુ મર્યાદાઓ સરકારી નિયમો મુજબ છે.

    આ પણ વાંચો : Job: Infosysએ ખોલી નોકરીની પોટલી! 45 હજાર ફ્રેશર્સને નોકરી આપવાની કરી જાહેરાત

    UPPSC Recruitment 2021 પસંદગી પ્રક્રિયા

    આ નોકરી માટેની પસંદગી પ્રક્રિયા લેખિત પરીક્ષા, ઈન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. જેવી રીતે અન્ય સરકારી નોકરીમાં પરીક્ષા બાદ પસંદ થયેલા ઉમેદવારોને ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે તેવી રીતે આ નોકરીમાં પણ બોલાવવામાં આવશે.

    Sarkari Naukri Result 2021 UPPSC Lecturer Jobs
    ઉત્તર પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશને લેક્ચરરની નોકરી માટે ખોલ્યું પોટલું 1300 કરતાં વધુ પદ પર સરકારી નોકરીની જગ્યા


    UPPSC Recruitment 2021 ખાસ નોંધવા જેવી તારીખ

    આ નોકરીઓ માટે ભરતીના ફોર્મ શરૂ થયા હતા સપ્ટેમ્બર મહિનાની 15મી તારીખથી આજે ઑક્ટોબર મહિનાની 15મી તારીખે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. આ ફોર્મ ભરીને તમે આજે અંતિમ દિવસે પણ આવેદન કરી શકો છો.

    આવેદન કરવા માટે

    જે ઉમેદવારોને શૈક્ષણિક લાયકાતથી આવેદન કરવા સુધીની અન્ય વિગતોની માહિતી જોઈતી હોય તેઓ ઉત્તર પ્રદેશ સરકારની વેબસાઇટ uppsc.up.nic.in પરથી નોટિફિકેશન વાંચી અને યોગ્યતા ચકાસી અને આવેદન કરી શકે છે.
    Published by:Jay Mishra
    First published: