Sarkari Naukri Result 2021: રેલવે રિક્રુટમેન્ટ સેલ, પૂર્વ મધ્ય રેલવે દ્વારા એપ્રેન્ટિસની જગ્યા માટે મોટી ભરતી બહાર પાડવામાં આવી છે (RRC ECR Recruitment 2021) આ પદો માટે આગામી 2જી નવેમ્બરથી એપ્લિકેશનની શરૂઆત થશે. દેશમાં કોરોનાની બીજી લહેર શાંત પડવાની સાથે જ રોજગારની તકો ખુલી રહી છે ત્યારે કુલ 1664 જગ્યા માટે ઉત્તર મધ્ય રેલવે પ્રયાગરાજ દ્વારા ભરતી બહાર ( Eastern Central Railway Sarkari Naukri by RRC ) પાડવામાં આવી છે. આ ભરતી માટે ગુજરાતના ઇચ્છુક ઉમેદવારો જો પસંદ થાય તો તેમને તાલિમ આપવામાં આવશે. કુલ 2206 જગ્યા પર બહાર પાડવામાં આવેલી આ ભરતમાં 05મી નવેમ્બર સુધી એપ્લિકેશન ભરી શકાશે.
RRC ECR Recruitment 2021: શૈક્ષણિક લાયકાત : આ નોકરી માટે ઉમેદવારનું ઓછામાં ઓછું ધોરણ 10 પાસ હોવનું અનિવાર્ય છે. આ સાથે સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ (ITI)નું સર્ટિફિકેટ હોવું જરૂરી છે. દાખલા તરીકે કે વાયરમેનની જગ્યા હોય તો તેની આઈટીઆઈનું સર્ટિફિકેટ આવશ્યક છે.
RRC ECR Recruitment 2021: ઉંમર મર્યાદા
જુદા જુદા પદ માટે થનારી નોકરી માટે ઉંમરની મર્યાદા 15 વર્ષથી ઓછી ન હોવી જોઈએ જ્યારે 24 વર્ષથી વધારે ન હોવી જોઈએ. ઓબીસી વર્ગના ઉમેદવારનો 3 વર્ષ અને એસસી તેમજ એસટી વર્દના ઉમેદવારોને ઉંમરમાં પાંચ વર્ષની છૂટ આપવામાં આવી છે. ઉમેદવારોની ઉંમરની ગણતરી 1-12-2021થી કરવામાં આવશે.
આ પદો પર શૈક્ષણિક લાયકાતના આધારે મેરિટ તૈયાર થશે. ઉમેદવારોની પસંદગીમાં લેખિત પરીક્ષા કે ઈન્ટરવ્યૂ નહીં હોય. વધુ માહિતી માટે નોટિફિકેશન ચોક્કસથી અને બારીકાઈ પૂર્વક વાંચવાનું રહેશે.