નવી દિલ્હી. પૃથ્વી મંત્રાલય (Ministry of Earth Sciences) અંતર્ગત આવનારી ઓટોનોમસ સંસ્થાન નેશનલ સેન્ટર ફોર પોલર એન્ડ ઓસન રિસર્ચ (National Centre for Polar and Ocean Research)એ વ્હીકલ મિકેનિક, ક્રેન ઓપરેટર, પુરૂષ નર્સ અને કુક જેવા પદો માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. નોટિફિકેશન મુજબ, એનસીપીઓઆરને એન્ટાર્કટિકા (Antarctic Expeditions) પર સ્થિત પોતાના બેઝ માટે ટ્રેન્ડ મેનપાવર જોઈએ છે. આ ભરતી સેશન 2021-2023 માટે હશે.
આ નિયુક્તિ 4 મહિના કે 14 મહિનાના કોન્ટ્રાક્ટ આધારિત હશે. ઉમેદવારોની પસંદગી સસ્ટેનબિલિટીના મૂલ્યાંકન બાદ થશે. તેની શરૂઆત નવેમ્બર/ડિસેમ્બર 2021માં થશે. જોકે, આવશ્યક્તા અનુસાર કોન્ટ્રાક્ટ લંબાવામાં પણ આવી શકે છે. એન્ટાર્કટિકા જનારા પસંદગી પામેલા ઉમેદવારોને જહાજ પર ફ્રી બોર્ડિંગ અને લોજિંગ મળશે. સાથે સ્પેશલ પોલર ક્લોધિંગની પણ સુવિધા મળશે. તેના માટે અરજી 15 જુલાઈ સુધી કરવામાં આવી શકે છે.