Mazagon Dock Ship Builders Limited jobs 2021: મઝગાંવ ડૉક શિપ બિલ્ડર્સ (Mazagon Dock Ship Builders Limited)એ અપરેન્ટિસના વિવિધ પદો પર ભરતી (MDL Recruitment 2021) પ્રક્રિયા હાથ ધરી છે. આ પદો માટે 22 જુલાઈ 2021થી અરજીની પ્રક્રિયા ચાલી રહી છે. અરજી કરવાની છેલ્લી તારીખમાં ત્રણ દિવસ જ બાકી બચ્યા છે. એવામાં જે અભ્યર્થીઓએ પદો માટે હજુ સુધી અરજી નથી કરી, તેઓ ઓફશિયલ વેબસાઇટ mazagondock.inના માધ્યમથી 10 ઓગસ્ટ 2021 સુધી અરજી કરી શકે છે. જાહેર નોટિફિકેશન મુજબ, કુલ 425 ખાલી પદો પર ભરતી કરવામાં આવશે.
Mazagon Dock Ship Builders Limited jobs 2021: શૈક્ષણિક લાયકાત
કેટલાક પદો પર શૈક્ષણિક યોગ્યતા ધોરણ-8 પાસ, કેટલાક પદો માટે ધોરણ-10 પાસ નિર્ધારિત કરવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક પદો માટે અભ્યર્જીની પાસે સંબંધિત સ્ટ્રીમમાં આઇઆઇટીની ડિગ્રી હોવી જોઈએ. વધુ શૈક્ષણિક યોગ્યતા સંબંધી જાણકારી માટે અભ્યર્થી જાહેર ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકે છે.
Mazagon Dock Ship Builders Limited jobs 2021: ઉંમર મર્યાદા
આ વિવિધ પદો માટે અરજી કરનારા અભ્યર્થીઓની ઉંમર 14 વર્ષથી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ. મહત્તમ ઉંમરની મર્યાદામાં ઓબીસી વર્ગના અભ્યર્થીઓને ત્રણ વર્ષ અને એસસી તથા એસટી વર્ગના ઉમેદવારોને પાંચ વર્ષની છૂટ આપવામાં આવી છે.
Mazagon Dock Ship Builders Limited jobs 2021: પસંદગી પ્રક્રિયા
જાહેર ઓફિશિયલ નોટિફિકેશન મુજબ, આ પદો પર અભ્યર્થીઓની પસંદગી સીબીટી પરીક્ષાના આધાર પર કરવામાં આવશે. પરીક્ષાનો સમય બે કલાક હશે અને અભ્યર્થીઓને 100 પ્રશ્નના જવાબ આપવાના રહેશે. પરીક્ષા બહુવિકલ્પીય પ્રશ્નો (MCQ) પર આધારિત હશે.