Sarkari Naukri 2021: ધોરણ-8થી ધોરણ-10 પાસ માટે બમ્પર સરકારી નોકરીઓ, જાણો તમામ ડિટેલ

પ્રતીકાત્મક તસવીર

Government Jobs: મઝગાંવ ડૉક બિલ્ડર્સ લિમિટેડમાં 425 ખાલી પદો માટે ભરતી પ્રક્રિયા શરુ, 10 ઓગસ્ટ પહેલા કરો અરજી

  • Share this:
    Sarkari Naukri 2021. મઝગાંવ ડૉક બિલ્ડર્સ લિમિટેડ (Mazagon Dock Ship Builders Limited)એ અપરેન્ટિસના વિવિધ પદ પર ભરતી (MDL Recruitment 2021) માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પદો માટે ઉમેદવાર ઓફિશિયલ વેબસાઇટ mazagondock.inના માધ્યમથી અરજી કરી શકે છે. જાહેર નોટિફિકેશન મુજબ, કુલ 425 ખાલી પદો પર ભરતી કરવામાં આવશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઓફિશિયલ નોટિફિકેશન સારી રીતે વાંચ્યા બાદ આ પદો માટે અરજી કરે.

    Sarkari Naukri 2021: આ પદો પર ભરતી થશે

    >> ફિટર સ્ટ્રક્તરલ (પૂર્વ આઇટીઆઇ ફિટર)- 20 પદ
    >> કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ સહાયક- 15 પદ
    >>વેલ્ડર (ગેસ અને ઇલેક્ટ્રિક)- 26 પદ
    >> ડ્રાફ્ટ્સમેન- 20 પદ
    >> ઇલેક્ટ્રીશિયન- 49 પદ
    >> ફિટર- 62 પદ
    >> પાઇપ ફિટર- 87 પદ
    >> સ્ટ્રક્ચરલ ફિટર- 63 પદ
    >> કાર્પેન્ટર- 21 પદ
    >> રિગર- 21 પદ
    >> વેલ્ડર- 15 પદ

    આ પણ વાંચો, ખુશખબર! હવે સસ્તામાં ભરાવો પેટ્રોલ-ડીઝલ, મળશે 150 રૂપિયાનું કેશબેક, આ રીતે કરો પેમેન્ટ

    શૈક્ષણિક લાયકાત- કેટલાક પદો પર શૈક્ષણિક લાયકાત ધોરણ-8 પાસ, કેટલાક પદો માટે ધોરણ-10 પાસ નિર્ધારિત કરવામાં આવી છે. કેટલાક પદો માટે ઉમેદવારોની પાસે સંબંધિત સ્ટ્રીમમાં આઇટીઆઇની ડિગ્રી હોવી જોઈએ.

    MDL Recruitment 2021: ઉંમર મર્યાદા

    આ વિવિધ પદો માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 14 વર્ષથી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ. બીજી તરફ મહત્તમ ઉંમરની મર્યાદામાં ઓબીસી વર્ગના ઉમેદવારોને ત્રણ વર્ષ અને એસસી- એસટી વર્ગના ઉમેદવારોને પાંચ વર્ષની છૂટ આપવામાં આવી છે.

    પસંદગી પ્રક્રિયા- આ પદો પર ઉમેદવારોની પસંદથી સીબીટી પરીક્ષાના આધાર પર કરવામાં આવશે. પરીક્ષાનો સમય બે કલાકનો હશે અને ઉમેદવારોને 100 પ્રશ્ન ઉકેલવાના રહેશે. પરીક્ષા બહુવિકલ્પીય પ્રશ્નો પર આધારિત હશે.

    આ પણ વાંચો, LICએ લૉન્ચ કર્યો આરોગ્ય રક્ષક હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન, મળશે અનેક ફાયદા

    MDL Recruitment 2021: અગત્યની તારીખો

    અરજી શરૂ કરવાની તારીખ- 22 જુલાઈ 2021
    અરજી કરવાની છેલ્લી તારીખ- 10 ઓગસ્ટ 2021
    પ્રવેશ પત્ર જાહેર થવાની તારીખ- 23 ઓગસ્ટ 2021
    સીબીટી પરીક્ષાની સંભવિત તારીખ- ઓગસ્ટ 2021ના ચોથા સપ્તાહમાં
    ઓફિશિયલ વેબસાઇટ- mazagondock.in

    અહીં ક્લિક કરીને વાંચો નોટિફિકેશન
    Published by:Mrunal Bhojak
    First published: