Sarkari Naukri 2021: રાષ્ટ્રીય મિલિટ્રી સ્કૂલમાં ધોરણ-10 પાસ માટે નોકરીની સુવર્ણ તક, 2 ઓગસ્ટ સુધીમાં કરો અરજી

Government Jobs 2021: કાયમી નોકરી મેળવવા માટે ઓનલાઇન તાત્કાલિક અરજી કરી દો, એક દિવસનો છે સમય

Government Jobs 2021: કાયમી નોકરી મેળવવા માટે ઓનલાઇન તાત્કાલિક અરજી કરી દો, એક દિવસનો છે સમય

  • Share this:
    Sarkari Naukri 2021: રાષ્ટ્રીય મિલિટ્રી સ્કૂલ (Rashtriya Military School)એ ધોરણ-10 પાસ માટે વિવિધ પદો પર ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. આ પદો માટે 24 જૂનથી અરજીની પ્રક્રિયા ચાલુ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 2 ઓગસ્ટ છે. એવામાં જે અભ્યર્થીઓને આ પદો માટે હજુ સુધી અરજી નથી કરી, તેઓ ઓફિશિયલ વેબસાઇટ rashtriyamilitaryschoolajmer.in પર જઈને 2 ઓગસ્ટ 2021 સુધીમાં અરજી કરી શકે છે. જાહેર નોટિફિકેશનમાં કુલ ખાલી 12 પદો માટે ભરતી કરવામાં આવી રહી છે. અભ્યર્થી ઓફિશિયલ નોટિફિકેશનને વ્યવસ્થિત રીતે વાંચ્યા બાદ આ વિવિધ પદો માટે અરજી કરી શકે છે.

    Sarkari Naukri 2021: આ પદો પર થશે ભરતી

    >> હોસ્ટેલ અધીક્ષક- 1 પદ
    >> માળી (MTS)- 1 પદ
    >> સફાઈકર્મી (MTS)- 1 પદ
    >> ધોબી- 2 પદ
    >> મસાલચી- 3 પદ
    >> ટેબલ વેટર- 3 પદ

    Sarkari Naukri 2021: શૈક્ષણિક લાયકાત- હોસ્ટેલ અધીક્ષકના પદ પર અરજી કરનાર અભ્યર્થીની પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીની ડિગ્રી હોવી જોઈએ. અન્ય પદો માટે મહત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ-10 પાસ નિર્ધારિત કરવામાં આવી છે.

    ઉંમર મર્યાદા- આ વિવિધ પદો માટે અરજી કરનારા અભ્યર્થીની ઉંમર 18 વર્ષથી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. બીજી તરફ, મહત્તમ ઉંમર મર્યાદામાં ઓબીસી વર્ગના અભ્યર્થીઓને ત્રણ વર્ષ અને એસસી તથા એસટી વર્ગના ઉમેદવારોને પાંચ વર્ષની છૂટ આપવામાં આવી છે.

    આ પણ વાંચો, Sarkari Naukri 2021: કોલ ઈન્ડિયા, બેંક સહિત અનેક વિભાગોમાં નોકરીની તક, જાણો અરજી કરવાની પ્રક્રિયા

    પસંદગી પ્રક્રિયા- આ પદો પર અભ્યર્થીઓની પસંદગી લેખિત પરીક્ષાના આધાર પર કરવામાં આવશે. અભ્યર્થી આ ભરતીથી સંબંધિત વધુ જાણકારી માટે જાહેર ઓફિશિયલ નોટિફિકેશનને જોઈ શકે છે.

    અરજી માટેની ફી- સામાન્ય વર્ગના ઉમેદવારોને 100 રૂપિયા અરજી ફી આપવી પડશે. બીજી તરફ, એસસી અને એસટી વર્ગના ઉમેદવારોને અરજી ચાર્જમાં છૂટ આપવામાં આવી છે.

    આ પણ વાંચો, Earn Money: 4 રૂપિયાવાળા આ શેરે રોકાણકારોને કર્યા માલામાલ! એક વર્ષમાં લાખ બની ગયા 12 લાખ રૂપિયા

    Sarkari Naukri 2021: અગત્યની તારીખો

    >> અરજી શરૂ થવાની તારીખ- 24 જૂન 2021
    >> અરજી કરવાની છેલ્લી તારીખ- 2 ઓગસ્ટ 2021
    >> ઓફિશિયલ વેબસાઇટ- rashtriyamilitaryschoolajmer.in

    અહીં ક્લિક કરીને વાંચો નોટિફિકેશન
    Published by:Mrunal Bhojak
    First published: