Sarkari Naukri 2021. યૂટિલિટિ પાવરટેક લિમિટેડ (Utility Powertech Limited) તરફથી આસિસ્ટન્ટ લોકો ડ્રાઇવર ટ્રેઇનીના પદો પર ભરતી માટે ઓનલાઇન અરજી (Sarkari Naukri 2021)ની પ્રક્રિયા ચાલી રહી છે. આ પદો માટે અરજી કરવાની છેલ્લી તારીખ આજે છે. ઉમેદવાર યૂપીએલની ઓફિશિયલ વેબસાઇટ www.utilitypowertech.org પર જઈને 20 જુલાઈ સાંજે 6 વાગ્યા સુધીમાં આ પદ માટે અરજી કરી શકે છે. જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં ખાલી પદોની સંખ્યાની વિગત નથી આપવામાં આવી. ઉમેદવાર નોટિફિકેશનને વ્યવસ્થિત રીતે વાંચીને જ અરજી કરે. નિયમ અનુસાર કરવામાં આવેી અરજી માન્ય ગણાશે.
Utility Powertech Limited- શૈક્ષણિક લાયકાત
આ પદો પર અરજી કરનારા ઉમેદવારોને કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડથી ધોરણ-10 પાસ હોવું અનિવાર્ય છે. સાથોસાથ ઉમેદવારની પાસે આઇટીઆઇની પણ ડિગ્રી હોવી જોઈએ.
ઉંમર મર્યાદા- આ પદો પર અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
પસંદગી પ્રક્રિયા- આ પદો પર ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષાના આધાર પર કરવામાં આવશે. પરીક્ષાનો સમય બે કલાકનો રહેશે. પરીક્ષ બહુવિકલ્પીય પ્રશ્નો (MCQ) પર આધારિત હશે. પેપર અંગ્રેજી અને હિન્દી બંને ભાષાઓમાં હશે.