Sarkari Naukari 2021: દિલ્હી જલ બોર્ડ (Delhi Jal Board), કોલ ઈન્ડિયા લિમિટેડ (Coal India Limited) અને નૈનીતાલ બેંક (Nainital Bank)માં વિવિધ પદો પર નોકરીની તક છે. આ વિભાગોમાં અરજીની પ્રક્રિયા ચાલી રહી છે. ત્રણ વિભાગોમાં અરજીની અંતિમ તારીખ નજીક છે. અભ્યર્થી આ વિભાગોની ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર નોટિફિકેશનને વાંચીને નિર્ધારિત છેલ્લી તારીખ પહેલા અરજી કરી શકે છે.
Sarkari Vacancy 2021:
કોલ ઈન્ડિયા લિમિટેડ (Coal India Limited)એ સીનિયર મેનેજર કંપની સેક્રેટરી સહિત વિવિધ પદો માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. કુલ 8 ખાલી પદો પર ભરતી કરવામાં આવશે. ઉમેદવાર સીઆઇએલની ઓફિશિયલ વેબસાઇટ coalindia.in પર જઈને 29 જુલાઈ, 2021 સુધી અરજી કરી શકે છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે નોટિફિકેશનનો યોગ્ય રીતે અભ્યાસ કર્યા બાદ જ અરજી કરે.
દિલ્હી જલ બોર્ડ અનુસાર ઇન્વાર્યમેન્ટલ એન્જિનિયર, સીનિયર લેન્ડસ્કેપ, આર્ટિટેક્ટ, કોન્ટ્રાક્ટ સ્પેશલિસ્ટ, સેફ્ટી એન્ડ ઇન્વાર્યમેન્ટ ઓડિટિંગ સ્પેશલિસ્ટ સહિત અનેક પદો માટે ભરતી યોજવામાં આવી છે. આ પદો માટે ઉમેદવાર અધિકૃત વેબસાઇટ delhijalboard.nic.in ના માધ્યમથી અરજી કરી શકે છે. નોટિફિકેશન અનુસાર કુલ 30 ખાલી પદો માટે ભરતી કરવામાં આવી રહી છે. અરજી કરવાની છેલ્લી તારીદ 30 જુલાઈ, 2021 છે.
નૈનીતાલ બેંકે મેનેજમેન્ટ ટ્રેની અને ક્લાર્કના ખાલી પદો માટે ભરતી શરૂ કરી છે. કુલ 150 ખાલી પદો પર ભરતી કરવામાં આવશે. તેમાં 75 ખાલી પદ ક્લાર્ક અને 75 મેનેજમેન્ટ ટ્રેનીની છે. આ પદો માટે 31 જુલાઈ 2021 સુધી ઓફિશિયલ વેબસાઇટ nainitalbank.co.in ના માધ્યમથી અરજી કરી શકાય છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર