Sarkari Naukri 2021: પ્રોજેક્ટ એન્જિનિયરની નોકરી કરવાની સુવર્ણ તક, 70 હજાર સુધી મળશે સેલરી

પ્રતિકાત્મક

Aeronautical Development Agency Jobs: પ્રોજેક્ટ એન્જિનિયર તરીકે જોડાઈ દેશની સુરક્ષામાં આપો યોગદાન, 28 જુલાઈ પહેલા કરો અરજી

  • Share this:
    Sarkari Naukri 2021. એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (Aeronautical Development Agency)એ પ્રોજેક્ટ એન્જિનિયરના પદ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ પદો માટે અભ્યર્થી ઓફિશિયલ વેબસાઇટ www.ada.gov.in ના માધ્યમથી અરજી કરી શકે છે. અભ્યર્થીઓને સલાહ આપવામાં આવે છે કે ઓફિશિયલ નોટિફિકેશનને સારી રીતે વાંચ્યા બાદ જ અરજી કરે. નિયમ મુજબ કરવામાં આવેલી અરજીને માન્ય રાખવામાં આવશે.

    પદોની સંખ્યા- પ્રોજેક્ટ એન્જિનિયર (Project Engineer)- 68 પદ

    શૈક્ષણિક યોગ્યતા (Educational Qualification)

    આ પદો પર અરજી કરનારા અભ્યર્થીની પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીથી મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી હોવી જોઈએ. સાથોસાથ ઉમેદવારની પાસે ઓછામાં ઓછા બે વર્ષ સંબંધિત ક્ષેત્રમાં કામ કરવાનો અનુભવ પણ હોવો જોઈએ.

    આ પણ વાંચો, Amazon સાથે રોજ 4 કલાક કામ કરો અને મહિને 60 હજાર રૂપિયાની કમાણી કરો

    ઉંમર મર્યાદા

    આ પદો માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 35 વર્ષથી 55 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ ભરતી સંબંધી જાણકારી માટે નોટિફિકેશન જોઈ શકો છો.

    પસંદગી પ્રક્રિયા (Selection Process)

    આ પદો પર અભ્યર્થીની પસંદગી ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હેઠળ કરવામાં આવશે. પહેલા અભ્યર્થીને પ્રારંભિક ઇન્ટરવ્યૂના માધ્યમથી શોર્ટ લિસ્ટ કરવામાં આવશે. ત્યારબાદ શોર્ટ લિસ્ટ કરવામાં આવેલા અભ્યર્થીઓના ફાઇનલ ઇન્ટરવ્યૂ થશે.

    આ પણ વાંચો, EPFO: નોકરિયાતો માટે મહત્ત્વના સમાચાર, નોકરી બદલ્યા બાદ તરત ન ઉપાડો PFના પૈસા, બેલેન્સ પર 3 વર્ષ સુધી મળે છે વ્યાજ

    પગાર (Salary)- પસંદગી પામેલા ઉમેદવારોને 50 હજાર રૂપિયાથી 70 હજાર રૂપિયા સુધીનો પગાર મળશે.

    નોટિફિકેશન વાંચવા માટે અહીં ક્લિક કરો...

    આ તારીખોનું રાખો ખાસ ધ્યાન

    >> નોટિફિકેશન જાહેર થવાની તારીખ- 5 જુલાઈ 2021
    >> ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ - 8 જુલાઈ 2021
    >> ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ- 28 જુલાઈ 2021
    >> ઓફિશિયલ વેબસાઇટ- www.ada.gov.in
    Published by:Mrunal Bhojak
    First published: