Rajasthan Police Bharti 2021: રાજસ્થાન પોલીસમાં કોન્સ્ટેબલની ભરતી, 4,000થી વધુ પોસ્ટ માટે 10-12 કરી શકે છે અરજી

રાજસ્થાન પોલીસમાં કોન્સ્ટેબલની ભરતી

Rajasthan Police Bharti 2021 : ફટાફટ ઓનલાઇન જાહેરાત જુઓ અને કેવી રીતે અરજી કરવી તેની માહિતી મેળવો.

  • Share this:
    Rajasthan Police Recruitment 2021 : ગુજરાત પોલીસમાં એલઆરડીની બમ્પર ભરતી બહાર પડ્યા બાદ હવે પોલીસની નોકરી કરવા માંગતા યુવાનો માટે નોકરીની વધુ એક તક રાજસ્થાનમાં પણ ખૂલી છે. રાજસ્થાન પોલીસમાં કોન્સ્ટેબલની 4438 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટેની પ્રક્રિયા 10મી (Rajasthan Police Constable Vacancy online Application)  નવેમ્બરથી શરૂ થશે. રાજસ્થાન પોલીસની જાહેરાત મુજબ ધો.10-12 પાસ કરેલા ઉમેદવારો આ સરકારી નોકીર માટે અરજી કરી શકશે. નોકરી માટે અરજી કરવાની અંતિમ તારીખ 3 ડિસેમ્બર (Last Date of Rajasthan Police Constable Recruitment online Application)  રાખવામાં આવી છે. રાજસ્થાન પોલીસ કાન્સ્ટેબલ ભરતી માટે અરજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઑફલાઇન પરીક્ષા યોજાશે. રાજસ્થાન પોલીસ કાન્સ્ટેબલ ભરતી પરીક્ષાની તારીખ (Rajasthan Police Constable Recruitment Exam Dates)  ડિસેમ્બર અથવા જાન્યુઆરી મહિનામાં શરૂ થવાની સંભાવના છે. આ પરીક્ષાનું એડમિટ કાર્ડ SSO રાજસ્થાન અને રિક્રૂટમેન્ટ પરથી જાહેર કરવામાં આવશે.

    રાજસ્થાન પોલીસની નોટિસ મુજબ રાજસ્થાન પોલીસમાં કાન્સ્ટેબલ જનરલ, કાન્સ્ટેબલ ટેલીકમ્યુનિકેશન, કાન્સ્ટેબલ ડ્રાઈવર, કાન્સ્ટેબલ જનરલ ટીએસપી એરીયા, કાન્સ્ટેબલ ડ્રાઈવર ટીએસપી એરીયા અને કાન્સ્ટેબલ બેન્ડ ટીએસપી એરીયાના પદો પર ભરતી કરવામાં આવનાર છે. આ ભરતીની જાહેરાતમાં સંપૂર્ણ વિગતો વાંચ્યા પછી જ લાયકત ઉમેદવારોએ ફોર્મ ભરવું એવું પણ સૂચવવામાં આવ્યું છે.

    શૈક્ષણિક લાયકાત

    રાજસ્થાન પોલીસ કોન્સ્ટેબલ ભરતી માટેની શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો, કોન્સ્ટેબલ જીડીની પોસ્ટ માટે, કોઈપણ પ્રવાહમાં 12મું પાસ હોવું જોઈએ.
    જ્યારે કોન્સ્ટેબલ ટેલિકોમ્યુનિકેશનની પોસ્ટ માટે 12મું ભૌતિકશાસ્ત્ર અને ગણિત/કોમ્પ્યુટર સાયન્સ સાથે પાસ હોવું જોઈએ. જ્યારે કોન્સ્ટેબલ ડ્રાઇવરની પોસ્ટ માટે, 10 પાસ સાથે હળવા વાહન અથવા ભારે વાહનનું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ જરૂરી છે.

    આ પણ વાંચો :  Sarkari Naukri 2021: પોસ્ટ વિભાગની સ્પોર્ટ્સ ક્વોટામાં ભરતી, 10-12 પાસને 81,100 રૂ. સુધી મળશે પગાર

    પસંદગી પ્રક્રિયા

    આ નોકરીની પસંદગી પ્રક્રિયા શારિરીક કસોટી અને લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે. લેખિત પરીક્ષા માટે 150, શારિરીક કસોટીના 30 અને વિશેષ યોગ્યતાના મળીને કુલ 200 માર્ક્સમાંથી મેરિટ તૈયાર કરવામાં આવશે. લેખિત પરીક્ષામાં 150 માર્કના પેપરમાં સામાન્ય જ્ઞાન, કોમ્યુટર જ્ઞાન, રાજસ્થાનનો ઈતિહાસ, સંસ્કૃતિ કળા, ભૂગોળ, રાજનીતિ, આર્થિક સ્થિતિ, મહિલા અને બાળકો માટે તેમજ સામાન્ય લોકો માટે કાયદાના નિયમો. તેમજ જનરલ નોલોજને લગતા સવાલો પૂછાશે.

    પરીક્ષા શુલ્ક

    સામાન્ય કેટેગરીના યુવકો અને ઓબીસી અને એમબીસી વર્ગના ઉમેદવારો માટે 500 રૂપિયા છે જ્યારે એસએસટી અને એમબીસી વર્ગના ઉમેદવારો માટે 400 રૂપિયા ફી રાખવામાં આવી છે.

    નોકરીની ટૂંકી વિગતો 































    જગ્યા 4438
    શૈક્ષણિક લાયકાત : 10-12 પાસ
    પસંદગી પ્રક્રિયા : શારિરીક કસોટી અને ટેસ્ટ દ્વારા
    અરજી શુલ્ક : 500 રૂ. 400 રૂ.
    અરજી કરવાની અંતિમ તારીખ 12-3-2021




    ભરતીની જાહેરાત વાંચવા માટે :
    અહીંયા ક્લિક કરો
    અહીંયા ક્લિક કરો અહીંયા ક્લિક કરો



    અરજી કરવાની પ્રક્રિયા

    સમગ્ર પ્રક્રિયાની અરજી ઓનલાઇન કરવામાં આવશે. ઓનલાઇન અરજી કરવા માટે SSO આઈડી બનાવવી પડશે. આ આઈડી sso.rajasthan.gov.in પર બનાવી શકાશે. ઓનલાઇન એપ્લિકેશન અંગે કોઈ પણ સંદેહ હોય તો 9352323625 પર અથવા તો 7340557555 પર ફોન કરી શકાશે.

    આ પણ વાંચો :  PSSSB Recruitment 2021: ગ્રેજ્યુએટ્સ માટે 19,900 રૂ. પગારની સરકારી નોકરી, 2374 જગ્યા પર ભરતી


    રાજસ્થાન પોલીસ કોન્સ્ટેબલમાં વેકેન્સી

    કોન્સ્ટેબલ જીડી માટે 3536, કોન્સ્ટેબલ ટીએસપી 625, કોન્સ્ટેબલ ડ્રાઇવર નૉન ટીએસપી 68, કોન્સ્ટેબલ ટીએસપી 32, કૉન્સ્ટેબલ ટેલિકૉમ્યુનિકેશન નૉન ટીએસપી 154, કોન્સ્ટેબલ બેંડ ટીએસપી 23 એમ કુલ મળીને 4438 પોસ્ટ પર નોકરી છે.
    Published by:Jay Mishra
    First published: