Home /News /career /Sarkari Naukri : NTPCમાં 60,000 પગારની નોકરી, આ લાયકાત હોય તો ફટાફટ કરો અરજી
Sarkari Naukri : NTPCમાં 60,000 પગારની નોકરી, આ લાયકાત હોય તો ફટાફટ કરો અરજી
NTPC Recruitmentમાં સરકારી નોકરી
Sarkari Naukr NTPC Recruitment : . નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC) એ મિકેનિકલ અને સિવિલ એન્જિનિયરીંગ ક્ષેત્રે એક્ઝીક્યુટીવ પોસ્ટ પર ભરતી બહાર પાડી છે
NTPC Recruitment 2021: જે ઉમેદવાર નોકરી શોધી રહ્યા છે, તેમના માટે નોકરીની એક શાનદાર તક છે. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC) એ મિકેનિકલ અને સિવિલ એન્જિનિયરીંગ ક્ષેત્રે એક્ઝીક્યુટીવ પોસ્ટ પર ભરતી બહાર પાડી છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવાર આ પોસ્ટ માટે અરજી કરી શકે છે. NTPC એ ઉત્તરાખંડમાં ચમોલીના તપોવન વિષ્ણુગઢ હાઈડ્રો પાવર પ્રોજેક્ટ માટે આ ભરતી બહાર પાડી છે. 4 વર્ષના નિયુક્ત સમયગાળા માટે ઉમેદવારોની ભરતી કરવામાં આવશે, ઉમેદવારના પર્ફોર્મન્સના આધાર પર તેમના કાર્યકાળમાં 1થી 3 વર્ષ સુધીનો વધારો કરવામાં આવશે.
16 નવેમ્બર 2021 થી આ પોસ્ટ માટેની અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે. ઉમેદવારે 30 નવેમ્બર સુધીમાં આ પોસ્ટ માટે અરજી કરવાની રહેશે. ઓફિશિયલ વેબસાઈટ careers.ntpc.co.in પરથી ઉમેદવારોએ અરજી કરવાની રહેશે.
NTPC ભરતી 2021 (NTPC Recruitment 2021) માટે જગ્યાઓ
ઈચ્છુક અને પાત્રતા ધરાવતા ઉમેદવારોએ careers.ntpc.co.in વેબસાઈટ પર લોગ ઈન કરીને અથવા www.ntpc.co.in પરથી કરિઅર સેક્શનમાં જઈને આ પોસ્ટ માટે અરજી કરવાની રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર