જીપીએસસી ભરતી 2021 (GPSC Recruitment 2021)માં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારી તક છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે, GPSCએ તાજેતરમાં ICT અધિકારીઓ, જુનિયર ટાઉન પ્લાનર ઓફિસર (TPO), ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર, બાગાયત અધિકારી, આસિસ્ટન્ટ ડાયરેક્ટર સહિતની 82 જગ્યા માટે અરજી મંગાવી છે.
આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, સિલેક્શન મોડ, જરૂરી તારીખ અને અન્ય લાયકાત પ્રક્રિયા સાથે સંબંધિત માહિતી અહીં આપવામાં આવી છે. આ સાથે અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચી લેવાનો સલાહ આપવામાં આવે છે.
જીપીએસસીની તમામ પસંદગી પ્રક્રિયા મુજબ આ નોકરી પણ લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂના આધારે યોજાશે.આ નોકરી માટે 25મી નવેમ્બરથી રજિસ્ટ્રેશન શરૂ થશે અને 10-12-2021 સુધી ઓજસ પરથી ઓનલાઇન એપ્લિકેશન કરી શકાશે.
ઓનલાઇન અરજી કરવા અને ભરતીની જાહેરાત જોવા માટે
આ નોકરી માટેની જાહેરાત હાલમાં જીપીએસસી દ્વાર મૂકી દેવામાં આવી છે તેને જોવા માટે અહીંયા ક્લિક કરો
આ નોકરી માટે ઓનલાઇન અરજી 25-11-2021 બપોરે 13.00 કલાકથી શરૂ થશે અને 6-12-2021 સુધી અરજી કરી શકાશે. સીધી અજી કરવાની લિંક અહીંયા ક્લિક કરો
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર