Home /News /career /ISRO Recruitment 2021: ISROમાં જૂનિયર ટ્રાન્સલેશન ઓફિસરની ભરતી, 1.12 લાખ રૂ. સુધી મળશે પગાર

ISRO Recruitment 2021: ISROમાં જૂનિયર ટ્રાન્સલેશન ઓફિસરની ભરતી, 1.12 લાખ રૂ. સુધી મળશે પગાર

ISROમાં સરકારી નોકરીની ભરતી

Sarkari Naukri 2021 : ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)માં અધિકૃત રીતે જૂનિયર ટ્રાન્સલેશન ઓફિસરના (Junior Translation officer job in ISRO) પદ માટે ભરતી કરવામાં આવશે.

ISRO Recruitment 2021:  ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)માં અધિકૃત રીતે જૂનિયર ટ્રાન્સલેશન ઓફિસરના (Junior Translation officer job in ISRO) પદ માટે ભરતી કરવામાં આવશે. ફોર્મ ભરવા ઇચ્છુક ઉમેદવારોએ અધિકૃત વેબસાઈટ isro.gov.in પરથી ભરતી ફોર્મ ભરવાના રહેશે. તમને જણાવી દઈએ કે, કુલ 6 પોસ્ટ પર ઉમદવારોની ભરતી કરવામાં આવશે. આ પોસ્ટ માટે એપ્લાય કરવાની છેલ્લી તારીખ 20 નવેમ્બર 2021 છે. જેની માટે ઉમેદવાર 18થી 25 વર્ષ વચ્ચેની ઉંમર ધરાવતો હોવો જોઈએ. ઉમેદવારોએ આ પોસ્ટ માટે એપ્લાય કરતા પહેલા ISRO દ્વારા જાહેર કરેલ અધિકૃત સૂચનાઓ યોગ્ય રીતે વાંચી લેવી.

ઓનલાઇન ફોર્મ ભરાશે : આ પોસ્ટ માટે એપ્લાય કરવા માટે અધિકૃત વેબસાઈટ isro.gov.in પરથી ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભર્યા બાદ ઉમેદવારોએ નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડથી ફી ભરવાની રહેશે. ઉમેદવાર ચલણથી પણ ઓફલાઈન ફી ભરી શકે છે. જૂનિયર ટ્રાન્સલેશન ઓફિસર માટેની ફી રૂ. 250 છે.

પ્રવેશ પરીક્ષાથી થશે ભરતી

ઉમેદવારોએ જૂનિયર ટ્રાન્સલેશન ઓફિસર માટે જણાવેલ શૈક્ષણિક લાયકાત પૂર્ણ કરેલ હોવી જોઈએ. આ પોસ્ટ માટે ઉમેદવારોએ લેખિત પરીક્ષા અને સ્કિલ ટેસ્ટ આપવાની રહેશે. આ પરીક્ષા માટેનો સમય બે કલાકનો રહેશે.

નોકરીની ટૂંકી વિગતો
જગ્યા :06
લાયકાત :કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી હિંદી સાથે ઇન્ગલિશમાં માસ્ટર્સ ડિગ્રી
પસંદગી પ્રક્રિયા :લેખિત પરીક્ષા અને સ્કિલ ટેસ્ટ દ્વારા
ઉંમર મર્યાદા :20મી નવેમ્બરના રોજ 18-35 વચ્ચે
આવેદન કરવાની અંતિમ તારીખ :20-11-2021
આવેદન ફી :250 રૂ.
જાહેરાત જોવા માટે :અહીંયા ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે :અહીંયા ક્લિક કરો



ઉમેદવારોએ આ પરીક્ષામાં ઉતીર્ણ થવા માટે 60 ટકા ગુણ મેળવવા જરૂરી છે. આ પરીક્ષા બે પાર્ટમાં લેવામાં આવશે. એક પાર્ટમાં ઓબ્જેક્ટીવ ટાઈપના પ્રશ્નો પૂછવામાં આવશે અને બીજા પાર્ટમાં ડિસ્ક્રીપ્ટીવ ટાઈપના પ્રશ્નો પૂછવામાં આવશે.

કેવી રીતે એપ્લાય કરવાનું રહેશે

એપ્લાય કરવા માટે અધિકૃત વેબસાઈટ gov.in ની મુલાકાત લેવાની રહેશે.
ઉમેદવારોએ રજિસ્ટ્રેશન પ્રોસેસ પૂર્ણ કરવાની રહેશે.
રજિસ્ટ્રેશન પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ અરજી ફોર્મ ભરો.
અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ સબમિટ કરો.
ત્યારબાદ અરજી ફી ચૂકવવાની રહેશે.
હવે આ એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી લો અને તેની પ્રિન્ટઆઉટ કાઢીને તેને સાચવીને રાખો.

પગાર

આ પોસ્ટ માટે પસંદગી પામેલ ઉમેદવારોને કર્ણાટકના બેંગ્લોરમાં ‘માનવ અંતરિક્ષ ઉડાન સેન્ટર ’(Human Space Flight Center) માં તૈનાત કરવામાં આવશે. પસંદગી પામનાર ઉમેદવારનો પગાર રૂ. 35,000થી રૂ. 1,12,400 સુધીનો રહેશે.
First published:

Tags: Jobs, Sarkari Naukri 2021, ઇસરો