Home /News /career /Sarkari Job 2022-23: ધોરણ 8, 10 અને 12 પાસ માટે સરકારી નોકરી આવી, 80 હજાર સુધીનો મળશે પગાર

Sarkari Job 2022-23: ધોરણ 8, 10 અને 12 પાસ માટે સરકારી નોકરી આવી, 80 હજાર સુધીનો મળશે પગાર

recruitment 2022-2023

સરકારી નોકરી કરવા માગતા લોકો માટે ખુશખબર આવી છે. ખાસ વાત એ છે કે, ધોરણ 8, 10 અને 12 પાસથી લઈને ડિપ્લોમાં, બીએસસી કરનારા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકશે.

નવી દિલ્હી: સરકારી નોકરી કરવા માગતા લોકો માટે ખુશખબર આવી છે. ખાસ વાત એ છે કે, ધોરણ 8, 10 અને 12 પાસથી લઈને ડિપ્લોમાં, બીએસસી કરનારા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકશે. ત્યારે આવા સમયે તમામ યોગ્ય ઉમેદવાર 19 ડિસેમ્બર સુધીમાં આ પદ પર અરજી કરવાની રહેશે. તો આવો જાણીએ તેના વિશે સમગ્ર વિગતો...

આ પણ વાંચો: ખુશખબર: 25 રાજ્યોમાં આજે આયોજીત થશે એપ્રેન્ટિસશિપ મેળો, યુવાનોને મળશે નોકરીની અઢળક તક

આ પદ પર થવાની છે ભરતી


આ ભરતી સેનેટરી ઈંસ્પેક્ટર, જૂનિયર ક્લાર્ક, આસિસ્ટેંટ ટીચર, ઈલેક્ટ્રીશિયન, પાઈપ ફિટર, પંપ અટેંડેંટ, ચોકીદાર, પ્યૂન, માળી, આયા અને સફાઈ કામદારના પદ પર ભરતી થશે. તેના માટે જબલપુર કંટેનમેંટ બોર્ડમાં ભરતી નિકળી છે.

ક્યાં અને કેવી રીતે કરશો અરજી


ઈચ્છુક ઉમેદવાર એમપી ઓનલાઈનની ઓફિશિયલ વેબસાઈટ mponline.gov.in પર જઈને અરજી કરી શકશે. ધ્યાન આપશો કે અરજી પ્રક્રિયા 19 ડિસેમ્બરથી શરુ થશે અને 8 જાન્યુઆરી સુધી ચાલશે.

આ પણ વાંચો: પ્રમુખ સ્વામી મહોત્સવમાં સેવા આપવા નડિયાદના યુવાને 85 હજારની નોકરી છોડી, જાણો શું છે કહાણી

કેટેગરી પ્રમાણે લાયકાત



  • સેનેટરી ઈંસ્પેક્ટર- બીએસસી એન્ડ ડિપ્લોમા પાસ

  • જૂનિયર ક્લાર્ક- 12મું પાસની સાથે હિન્દી અને ઈંગ્લિશ ટાઈપીંગ

  • સહાયક શિક્ષક- ગ્રેજ્યુએશન સાથે બીએડ

  • ઈલેક્ટ્રિશિયન- આઈટીઆઈ સાથે 12મું પાસ

  • પાઈપ ફીટર- 12મું પાસની સાથે આઈટીઆઈ

  • મોટર પંપ અટેંડેંટ- 12મું પાસ સાથે આઈટીઆઈ

  • ચોકીદાર, પ્યૂન,માળી, સફાઈ કામદાર- 8મું પાસ


કેટલી ઉંમર હોવી જોઈએ


ઉમેદવારની ઉંમર 21થી 30 વર્ષ હોવી જોઈએ. જો કે, ઓબીસી માટે તે 33 વર્ષ અને એસસી, એસટી માટે 35 વર્ષ હોવી જોઈએ. આ ઉપરાંત વિભાગના કર્મચારીઓ માટે વધુમાં વધુ 40,43 અને 45 વર્ષ રાખેલી છે.

સેલરી



  • સેનેટરી ઈંસ્પેક્ટર - 28700થી 91300

  • જૂનિયર ક્લાર્ક- 25300થી 80500

  • આસિસ્ટેંટ ટીચર- 25300થી 80500

  • ઈલેક્ટ્રિશિયન- 25300થી 80500

  • પાઈપ ફિટર અને પંપ અટેંડેંટ- 18500થી 62000

  • ચોકીદાર, પ્યૂન, માળી, સફાઈકામદાર- 15500થી 49000

First published:

Tags: Government job

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો