CEDMAP Recruitment 2021: નોકરી (Jobs) શોધમાં હોય તેવા ઉમેદવારો માટે એક સારા સમાચાર આવ્યા છે. સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ (CEDMAP) મધ્ય પ્રદેશે બંપર ભરતી (CEDMAP Recruitment 2021) પ્રક્રિયા જાહેર કરી છે.
નોકરી (Jobs) શોધમાં હોય તેવા ઉમેદવારો માટે એક સારા સમાચાર આવ્યા છે. સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ (CEDMAP) મધ્ય પ્રદેશે બંપર ભરતી (CEDMAP Recruitment 2021) પ્રક્રિયા જાહેર કરી છે. જેમાં એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર, સબ એન્જિનિયર/ટેકનિકલ કોઓર્ડિનેટર, PESA બ્લોક કોઓર્ડિનેટર, ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર, કમ્પ્યુટર ઓપરેટર કમ ઓફિસ આસિસ્ટન્ટ, પ્રોગ્રામર અને અન્ય પોસ્ટ માટે ભરતી જાહેર કરી છે. CEDMAPએ 1141 પદો માટે અરજીઓ મંગાવી છે. ઇચ્છુક અને લાયક ઉમેદવારો ઓફિશ્યલ વેબસાઇટ mponline.gov.in પર જઇને 30 નવેમ્બર, 2021 સુધીમાં અરજી કરી શકે છે.
મહત્વની તારીખ
આપને જણાવી દઇએ કે આ પદોમાં માટે અરજી કરવાની શરૂઆત 15 નવેમ્બર, 2021થી થઇ ચૂકી છે. જેની છેલ્લી તારીખ 30 નવેમ્બર, 2021 છે.
આ પદો માટે અરજી કરવામાં સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન ઓફિશ્યલ વેબસાઇટ દ્વારા રાખવામાં આવી છે. ઇચ્છુક ઉમેદવારો mponline.gov.in પર જઇને અરજી કરી શકે છે.
શું હોવી જોઇએ શૈક્ષણિક લાયકાત?
આ પદો માટે અમુક શૈક્ષણિક લાયકાતો (Educational Qualification) નક્કી કરવામાં આવી છે. જેમાં એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરના પદો પર અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો એ ધોરણ -12 પાસ કર્યુ હોવું જોઇએ અને DCA/PGDCAની ડિગ્રી હોવી જરૂરી છે.
જ્યારે સબ એન્જીનીયર/ટેક્નિકલ કોઓર્ડીનેટરના પદો પર અરજી કરવા માટે સિવિલ એન્જીનિયરીંગમાં બેચલર ડિગ્રી અથવા તો ડિપ્લોમામાં સિવિલ કરેલું હોવું જોઇએ. PESA બ્લોક કોઓર્ડિનેટરના પદો પર નોંધણી કરાવવા માટે ઉમેદવારે કોઇ પણ સ્ટ્રીમમાં સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી કરેલી હોવી આવશ્યક છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો વધુ વિગતો માટે ઓફિશ્યલ વેબસાઇટ પરથી વધુ વિગતો મેળવી શકે છે.