Home /News /career /

Sarkari Naukri: CSLમાં એન્જિનિયરની ભરતી માટે અંતિમ તક, 70,000 રૂપિયા સુધી મળી રહ્યો છે પગાર

Sarkari Naukri: CSLમાં એન્જિનિયરની ભરતી માટે અંતિમ તક, 70,000 રૂપિયા સુધી મળી રહ્યો છે પગાર

Cochin shipyard Recruitment 2021 : કોચિન શીપયાર્ડમાં ભરતી, 70,000 રૂપિયા સુધી મળશે પગાર

Cochin Shipyard Limited Recruitment 2021 : કોચીન શિપયાર્ડ લિમિટેડ (CSL)એ હાલમાં જ એક નોટીફિકેશન જાહેર (CSL Job Notification) કરીને 70 પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. આ નોટીફિકેશન અનુસાર 70 પ્રોજેક્ટ ઓફિસર્સ (Project Officers)ના પોસ્ટ માટે અરજી કરવાની આજે અંતિમ તારીખ છે

વધુ જુઓ ...
    CSL Recruitment 2021 : કોચીન શિપયાર્ડ લિમિટેડ (CSL)એ હાલમાં જ એક નોટીફિકેશન જાહેર (CSL Job Notification) કરીને 70 પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. આ નોટીફિકેશન અનુસાર 70 પ્રોજેક્ટ ઓફિસર્સ (Project Officers)ના ખાલી પદો પર ભરતી બહાર પાડવામાં આવી છે. આપને જણાવી દઇએ કે ઓનલાઇન એપ્લીકેશન (Apply Online) પ્રક્રિયા 19 નવેમ્બર, 2021થી શરૂ થઇ ચૂકી છે. ઇચ્છુક ઉમેદવારો 3 ડિસેમ્બર, 2021 સુધીમાં અરજી કરી શકે છે.  આજે આ નોકરી માટે અરજી કરવાની અંતિમ તારીખ છે (CSL Recruitment 2021 Last Date of Application)  વધુ જાણકારી માટે ઓફિશ્યલ વેબસાઇટ cochinshipyard.in પર જઈને નોટીફિકેશનમાં તમામ વિગતો તપાસી શકો છો.

    પગાર : જાહેર કરવામાં આવેલ નોટીફિકેશન અનુસાર, સિનિયર પ્રોજેક્ટ ઓફિસર અને પ્રોડજેક્ટ ઓફિસર માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં સિનિયર પ્રોજેક્ટ ઓફિસર્સની પોસ્ટ માટે ત્રીજા વર્ષમાં માસિક રૂ. 50,000 સુધી પગાર ચૂકવવામાં આવશે, જ્યારે પ્રોજેક્ટ ઓફિસર્સને માસિક રૂ. 40,000 સુધી પગાર ચૂકવવામાં આવશે.

    જગ્યાઓ:  મેકેનિકલ – 10 પોસ્ટ, ઈલેક્ટ્રિકલ – 2 પોસ્ટ, ઇલેક્ટ્રોનિક્સ – 1 પોસ્ટ,  સિવિલ – 1 પોસ્ટ, પ્રોજેક્ટ ઓફિસર, મેકેનિકલ પ્રોજેક્ટ ઓફિસર – 29. ઇલેક્ટ્રિકલ પ્રોજેક્ટ ઓફિસર – 10. ઇલેક્ટ્રોનિક્સ પ્રોજેક્ટ ઓફિસર – 4, ઇન્સ્ટ્રૂમેન્ટેશન પ્રોજેક્ટ ઓફિસર – 1. સિવિલ પ્રોજેક્ટ ઓફિસર – 9, ડિઝાઇન -ઇન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રોજેક્ટ ઓફિસર – 2. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી- પ્રોજેક્ટ ઓફિસર –1

    શૈક્ષણિક લાયકાતો

    CSLમાં આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી મેકેનિકલ એન્જીનિયરીંગ, ઈલેક્ટ્રિકલ એન્જીનિયરીંગ, ઇન્સ્ટ્રૂમેન્ટેશન એન્જીનિયરીંગની ડિગ્રી હોવી જરૂરી છે. જ્યારે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રોજેક્ટ ઓફિસરના પદો માટે અરજી કરવા ઉમેદવાર પાસે કમ્પ્યુટર એન્જીનીયરીંગ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અથવા કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી હોવી જરૂરી છે. આ તમામ ડિગ્રીઓ તમે 60 ટકા માર્ક્સ સાથે મેળવી હોવી પણ આવશ્યક છે.

    વયમર્યાદા

    સિનિયર પ્રોજેક્ટ ઓફિસરના પદો માટે અરજી કરવા 3 ડિસેમ્બર, 2021 સુધીમાં ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઇએ. એટલે કે ઉમેદવારનો જન્મ 4 ડિસેમ્બર, 1986 કે ત્યાર બાદ થયેલો હોવા જોઇએ.

    આ પણ વાંચો :  Sarkari Naukri: નેશનલ હાઉસિંગ બેંકમાં આવી સરકારી નોકરી, આ તારીખથી કરી શકાશે અરજી

    પ્રોજેક્ટ ઓફિસરના પદો માટે 3 ડિસેમ્બર, 2021 સુધીમાં ઉમેદવારની ઉંમર 30 વર્ષથી વધુ ન હોવી જોઇએ. એટલે કે ઉમેદવારનો જન્મ 4 ડિસેમ્બર, 1991 કે ત્યાર બાદ થયેલો હોવો જોઇએ.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા 70
    ભરતીની લાયકાત :  એન્જિનિયરીંગ ગ્રેજ્યુએટ વગેરે
    પસદંગી પ્રક્રિયા : ટેસ્ટ + ઈન્ટરવ્યૂ
    અરજી કરવા માટેની ફી : 400 રૂપિયા
    અરજી કરવાની છેલ્લી તારીખ 3-12-2021
    ભરતીની જાહેરાત જોવા માટે : અહીંયા ક્લિક કરો
    ઓનલાઈન અરજી કરવા માટે : અહીંયા ક્લિક કરો



    અરજી ફી

    એપ્લીકેશન ફીમાં તમામ કેટેગરીના ઉમેદવારો માટે 400 રૂપિયા એપ્લીકેશન ફી રાખવામાં આવી છે, જે નોન રીફન્ડેબલ છે. જોકે, SC, ST, PwBDના ઉમેદવારો માટે કોઇ ફી વસૂલવામાં આવશે નહીં.

    આ પણ વાંચો :  Sarkari Naukri : એગ્રીકલ્ચર ઈન્શ્યોરન્સ કંપની ઓફ ઈન્ડિયામાં ભરતી, 65,000 રૂ.સુધી મળશે પગાર

    પસંદગી પ્રક્રિયા

    આ પદો માટે ઉમેદવારોની પસંદગી ઓબ્જેક્ટિવ ટાઇપ ટેસ્ટ અને પર્સનલ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઇચ્છૂક ઉમેદવારો ઓફિશ્યલ વેબસાઇટ પર જઇને ઓનલાઇન અરજી કરી શકે છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Sarakari Naukri, કેરિયર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन